Home> Gujarat
Advertisement
Prev
Next

અમદાવાદની હોસ્પિટલની અનોખી પહેલ : ત્યજી દેવાતા નવજાત માટે પારણું મૂકાયું, મૂકનારની ઓળખ નહિ અપાય

Ahemdabad Civil Hospital Initiative: અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલનો નવો અભિગમ... હોસ્પિટલ બહાર એક પારણું મુકાયું... નવજાતને ત્યજી દેવાને બદલે પારણામાં મૂકે તેવી સુપ્રિટેન્ડન્ટે કરી અપીલ... નવજાતને ત્યજી દેનારની ઓળખ જાહેર કરાશે નહીં... નવજાતને લોકો રસ્તે ના ત્યજી પારણાંમાં મૂકે તેવી અપીલ

અમદાવાદની હોસ્પિટલની અનોખી પહેલ : ત્યજી દેવાતા નવજાત માટે પારણું મૂકાયું, મૂકનારની ઓળખ નહિ અપાય

Ahmedabad News સપના શર્મા/અમદાવાદ : જ્યારે પણ સમાજનું નામ આપણી સમક્ષ આવે છે ત્યારે એક સમૃદ્ધ અને સાંસ્કૃતિક વારસો ધરાવતો સમાજની ઝલક આપણી સામે તરવરે છે. પરંતુ આ જ સમાજની કેટલીક વિકૃત નકારાત્મકતા પણ ઘણીવાર સામે આવે છે. વધતી વૃદ્ધાશ્રમની સંખ્યાની સાથે સાથે નવજાતને કાંટાળી ઝાડી ઝાંખરા અને કચરાપેટીમાં ફેંકી દેવાના કિસ્સાઓ પણ સામે આવે છે. કોઈપણ દેશનું ભવિષ્ય તે દેશના બાળકોથી સુરક્ષિત થતું હોય છે પરંતુ જ્યાં બાળકો જ સુરક્ષિત નથી તેનું ભાવી કઈ રીતે કલ્પી શકાય? આજ સ્થિતિને જોતા અમદાવાદ અસારવા સિવિલ દ્વારા એક નવો અભિગમ અપનાવવામાં આવ્યો છે. આ અભિગમ છે "પારણું"

fallbacks

તમારું બાળક અમને આપો 
નવજાત બાળકોને માતા-પિતા ત્યજે નહીં તે માટે અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલે પહેલ શરૂ કરી છે. 1200 બેડ હોસ્પિટલ બહાર એક પારણું મુક્યું છે. બાળકોને ત્યજી દેવાની જગ્યાએ બાળકોને અહીંયા પારણeમાં મૂકવામાં આવે તેવી સુપ્રિટેન્ડન્ટે માતા-પિતાને હોસ્પિટલ દ્વારા અપીલ કરાઈ છે.

આજથી અમદાવાદમાં દોડશે ડબલ ડેકર AC બસ, સવારી કરવી હોય તો આ રુટ પર પહોંચો

બાળક મૂકનારની ઓળખ છતી નહિ કરાય
અહીં નવજાતને ત્યજી દેનારની ઓળખ જાહેર કરવામાં નહીં આવે અને બાળકનું સંપૂર્ણ રીતે જતન કરવામાં આવશે. પારણામાં બાળક મુકવા આવનારે બાળકને પારણામાં મુકીને બાજુમાં મુકેલા બેલનું બટન દબાવવાનું રહેશે. ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં તરછોડાયેલા નવજાત બાળક ક્રિટીકલ સ્થિતિમાં અહીં સારવાર માટે આવ્યા હોવાથી આ નવો અભિગમ શરૂ કરવામાં આવ્યો છે.

મોતનો દરવાજો ખખડાવી રહ્યો છે હાર્ટ એટેક : વલસાડમાં કલાકના ગાળામાં બે યુવક ઢળી પડ્યા

1200 બેડ હોસ્પિટલની બહાર એક પારણું મુકવામાં આવ્યું છે. કોઈ અગમ્ય કારણોસર બાળકને તર છોડી દેવાની અથવા તો તેને કાંટા વચ્ચે ફેંકી દેવા કરતા પારણામાં મૂકી જાય તેવી આશા સાથે આ પારણું મુકવામાં આવ્યું છે. હોસ્પિટલ દ્વારા પારણામાં મુકનારની ઓળખ જાહેર કરવામાં નહીં આવે તે પ્રકારની સ્પષ્ટ સૂચના લખવામાં આવી છે.

સિવિલ હોસ્પિટલના સુપરીટેન્ડેન્ટ રાકેશ જોષીએ ઝી 24 કલાક સાથે વાતચીત કરતા જણાવ્યું કે, ભૂતકાળમાં પણ સિવિલ હોસ્પિટલમાં ત્યજી દેવાયેલા બાળકો ખૂબ વિગત સ્થિતિમાં સારવાર માટે આવ્યા છે. બાળકોને બચાવવા પણ મુશ્કેલ હોય છે. આ સ્થિતિમાં બાળકો ન આવે તે માટે આ એક નવી પહેલ છે. 

અબોલ જીવની વફાદારી : મિત્રની અંતિમ વિધિમાં આવ્યો પોપટ, નનામી સાથે છેક સુધી રહ્યો

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More