મહેસાણાઃ ઊંઝા ઉમિયાધામમાં પાટીદારો દ્વારા લક્ષચંડી યજ્ઞનું ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. 18 ડિસેમ્બરથી 22 ડિસેમ્બર સુધી આયોજિત આ મહાયજ્ઞમાંઅનેક કલાકારો, ગાયકો સ્ટેજ પર પરફોર્મન્સ આપશે અને સાથે જ વિવિધ સાંસ્કૃતિક-પૂજાપાઠના કાર્યક્રમો પણ યોજાતા રહેશે. આજે પ્રથમ દિવસે બુધવારે સાંજે મુખ્યમંત્રી વિજય રૂપાણી ઉમિયાધામ પહોંચીને મા ઉમિયાના આશીર્વાદ લેશે. છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ અને બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર પણ હાજરી આપશે.
આજે પ્રથમ દિવસે ઉમિયા ધામ ખાતે પાટીદારોએ અનેક નવા રેકોર્ડ સર્જ્યા હતા, જેની વિગતો લક્ષચંડી યજ્ઞના આયોજનના ચેરમેન એમ.એસ. પટેલે આપી હતી. લક્ષચંડી યજ્ઞ દરમિયાન નીચે મુજબના વિવિધ રેકોર્ડ સર્જાયા હતા.
લક્ષચંડી યજ્ઞના ચેરમેન એમ.એસ. પટેલે જણાવ્યું કે, ઉપરોક્ત તમામ રેકોર્ડ બેસ્ટ ઓફ ઇન્ડિયા અને એશિયા બુકમાં નોંધવામાં આવ્યા છે.
લક્ષચંડી યજ્ઞ શરૂ થવાના એક દિવસ પહેલા ઊંઝામાં પાટીદારોએ બતાવ્યો પોતાનો ‘સુપરપાવર’
લક્ષચંડી મહાયજ્ઞ આયોજનની વિશેષતાઓ
800 વિઘા જમીનમાંથી 300 વિઘા જમીન પર 80 ફૂટ જેટલી વિશાળ યજ્ઞ શાળા મા ઉમિયાધામનું મુખ્ય આકર્ષણ છે. સાથે જ મા ઉમિયાના તેડાને માન આપીને આવનારા પાટીદારોના મનોરંજન માટે બાળ નગરી, સાંસ્કૃતિક કાર્યકમો, સાત્વિક ભોજન પ્રસાદ, વિવિધ થીમ આધારિત એક્ઝિબિશન, પાર્કિગ, વીઆઈપી પાર્કિગ, મીડિયા અને માર્ગદર્શન સહાયતા કેન્દ્ર, તાત્કાલિક સારવાર માટે મેડિકલ સેન્ટર પણ ઉભું કરવામાં આવ્યું છે.
આ મહાયજ્ઞમાં ઘર દીઠ દીવો અને 11 હજાર પાટલા તેમજ અતિથિ દેવોની ભવની ભાવના આકર્ષણનું કેન્દ્ર છે. મહોત્સવમાં અંદાજે 50 લાખ શ્રદ્ધાળુઓ ભાગ લે તેવો અંદાજ લગાવવામાં આવ્યો છે. ભક્તો માટે ભોજન પ્રસાદીની પણ પુરતી વ્યવસ્થા કરાઈ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે