Home> Gujarat
Advertisement
Prev
Next

ઊંઝા : મા ઉમિયાની ઉછામણીમાં 65 કરોડની રકમ એકઠી થઈ, જુઓ સૌથી વધુ બોલી કોણે અને કેટલી લગાવી

મહેસાણા જિલ્લાના અને સમગ્ર વિશ્વમાં વસતા કડવા પાટીદાર સમાજના કુળ દેવી શ્રી ઉમિયા માતા મંદિર ઊંઝા દ્વારા દશાબ્દી મોહત્સવને લઈને આગામી 18 ડિસેમ્બરના રોજ લક્ષચંડી હવનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સમગ્ર વિશ્વમાં વસતા પાટીદારોને ઊંઝામાં આમંત્રિત કરાશે. જેના પ્રથમ ચરણની એક બેઠક ગઈકાલે ઉમિયા માતા મંદિરમાં યોજાઈ હતી. આ પ્રસંગે 21 પ્રકારની ઉછામણી કરવામાં આવી હતી. જેમાં 65 કરોડની આવક થઈ હતી. જેમાં સૌથી વધુ 4.25 કરોડની ઉછામણીની બોલી લાગી હતી.  

ઊંઝા : મા ઉમિયાની ઉછામણીમાં 65 કરોડની રકમ એકઠી થઈ, જુઓ સૌથી વધુ બોલી કોણે અને કેટલી લગાવી

તેજસ દવે/મહેસાણા :મહેસાણા જિલ્લાના અને સમગ્ર વિશ્વમાં વસતા કડવા પાટીદાર સમાજના કુળ દેવી શ્રી ઉમિયા માતા મંદિર ઊંઝા દ્વારા દશાબ્દી મોહત્સવને લઈને આગામી 18 ડિસેમ્બરના રોજ લક્ષચંડી હવનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સમગ્ર વિશ્વમાં વસતા પાટીદારોને ઊંઝામાં આમંત્રિત કરાશે. જેના પ્રથમ ચરણની એક બેઠક ગઈકાલે ઉમિયા માતા મંદિરમાં યોજાઈ હતી. આ પ્રસંગે 21 પ્રકારની ઉછામણી કરવામાં આવી હતી. જેમાં 65 કરોડની આવક થઈ હતી. જેમાં સૌથી વધુ 4.25 કરોડની ઉછામણીની બોલી લાગી હતી.  

fallbacks

ભરૂચ : ગોલ્ડન બ્રિજ પાસે નર્મદા નદી ભયજનક લેવલથી 1 ફૂટ દૂર, કાંઠાના ગામોને એલર્ટ કરાયા

બેઠકમાં સૌથી પહેલા શંખનાદ તથા વૈદિક મંત્રોચ્ચાર કરીને ભક્તિમય બનાવવામાં આવ્યું હતું. જેના બાદ ભવ્ય ઉછામણી કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે મોટી સંખ્યામાં પાટીદાર પરિવારો હાજર રહ્યા હતા. રાજસ્થાન સહિત મધ્યપ્રદેશમાં વસતા પાટીદારો પણ ઊંઝા પહોંચ્યા હતા. ઉછામણી માટે ઈ-પેમન્ટ માટે પણ આયોજન કરવામાં આવ્યું હતું. તેનું ઓપનિંગ પણ આજે કર્યું હતું. મહેસાણા ઊંઝામાં લક્ષચંડી યજ્ઞમાં અલગ અલગ 21 પ્રકારની અલગ અલગ ઉછામણી કરવામાં આવી હતી. ઊંઝા લક્ષચંડી ઉછામનીમાં 65 કરોડ રૂપિયાની રકમ એકઠી કરાઈ હતી તેવું ઉમિયા ધામના મંત્રી દિલીપભાઈ પટેલે જણાવ્યું હતું.

સુરત : ધોરણ-12ના વિદ્યાર્થીની મોડી રાત્રે હત્યા, પરિવારે કહ્યું-હત્યારા નહિ પકડાય ત્યાં સુધી મૃતદેહ નહિ સ્વીકારીએ

લક્ષચંડી હવન માટે 21 પ્રકારની અલગ અલગ ઉછામની કરવામાં આવશે. જેમાં ઊંઝા લક્ષ ચંડી ઉછામનીમાં 14 ઉછામની પૂર્ણ કરાઈ હતી. જે આ મુજબ છે.

1) યજ્ઞશાળા - 33,33,333 કાશીરામ પ્રભુદાસ પટેલ ઊંઝા
2) યજ્ઞના મુખ્ય યજમાન - 4,25,55,501 ગોવિંદભાઇ ગણેશભાઈ વરમોરા(પટેલ) મોરબી, સનહાર્ટ ગ્રુપ (અમદાવાદ)
3) બીજા કુંડ ના - 1,11,11,111/- મેહુલ અરવિંદભાઈ પટેલ, અમદાવાદ
4) ત્રીજા કુંડ -   25,55,555/- પટેલ અમરતભાઈ બબલદાસ, અમદાવાદ
5) ચોથા કુંડ - 21,21,121/- પટેલ પ્રહલાદભાઈ અંબાલાલ, અમદાવાદ
6) પાંચમાં કુંડ  - 16,66,666/- પટેલ પ્રહલાદભાઈ, ઊંઝા
7) છઠ્ઠા કુંડ - 15,55,555/- હંસરાજ દેવજી, ઘોલું
8) સાતમા કુંડ - 14,44,444/- પટેલ અમથાભાઈ નારણભાઇ 
9) બ્રાહ્મણ કુંડ - 25,55,555/- પટેલ બાબુભાઈ કચરાજી, ખોરજ
10) આઠમા કુંડ - 11,11,111/- પટેલ પ્રવીણભાઈ મગનલાલ, મહેસાણા
11)નવમા કુંડ - 14,44,444/- પટેલ વિષ્ણુભાઈ, ઊંઝા
12) યજ્ઞ સાલા પૂજન - 11,11,111/- પટેલ બાબુભાઇ જમનાદાસ, અમદાવાદ
13) પાઠશાળા વિજય સ્તંભ - 11,11,111 /- પટેલ ડાહ્યાભાઈ હરજીવનભાઈ, દેગઢ
14)  મુખ્ય મંદિર ધજારોહન - 12,22,222/- પટેલ જીવીબેન સંકરદાસ, અમદાવાદ

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More