Home> Gujarat
Advertisement
Prev
Next

મહેસાણા જિલ્લામાં અનેક જગ્યાએ દિવાલો પર જોવા મળ્યા ''હવે બંધ''ના લખાણ

 સ્થાનિક આગેવાનોએ આ સમગ્ર મામલે રજૂઆત કરી છે. 
 

 મહેસાણા જિલ્લામાં અનેક જગ્યાએ દિવાલો પર જોવા મળ્યા ''હવે બંધ''ના લખાણ

મહેસાણાઃ મહેસાણા જિલ્લામાં છેલ્લા ઘણા દિવસોથી અજાણ્યા શખ્સો દ્વારા સ્થાનિકોમાં ભય ફેલાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. શહેરના જુદા જુદા વિસ્તારોમાં દિવાલો પર કાળા રંગની શાહીથી 'હવે બંધ' એવા લખાણો લખવામાં આવ્યા છે.  વીસનગર , ઉંઝા અને મહેસાણા શહેરમાં આવા લખાણો લખવામાં આવ્યા છે. ત્યારે  'બંધ’ના લખાણો અંગે કોઈ સ્પષ્ટતા કોઈ પણ વ્યક્તિ કે સંગઠન દ્વારા કરવામાં આવી નથી. ત્યારે સ્થાનિક આગેવાને આ સમગ્ર મામલે નાયબ મુખ્યમંત્રી, કલેકટર અને પોલીસ વડા સહિતના અધિકારીઓને લેખિતમાં અરજી કરી છે તથા આવા કૃત્ય કરનારાઓને ઝડપી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે.
 

fallbacks

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More