હિતલ પારેલ/ગાંધીનગર :ઉન્નાવ રેપ પીડિતાની સાથે રાયબરેલીમાં થયેલ અકસ્માત મામલે સીબીઆઈની ટીમ આરોપી ટ્રક ડ્રાઈવર અને ક્લીનરને લઈને ગાંધીનગર પહોંચી ગઈ છે. જ્યાં બંનેના નાર્કોટ ટેસ્ટ કરવામાં આવનાર છે. આ માટે સીબીઆઈએ કેટલાક સવાલોનું લિસ્ટ તૈયાર કર્યું છે. આ પહેલી સીબીઆઈ કોર્ટમાં અપીલ દાખલ કરતા તપાસ એજન્સીના ડેપ્યુટી એસપી રામસિંહે જણાવ્યું હતું કે, આ ટેસ્ટ માટે ટ્રક ચાલક આશીષ પાલ અને ક્લીનર મોહન શ્રીવાસે પરમિશન આપી હતી.
આજે ગાંધીનગર ફોરેન્સિક લેબોરેટરીમાં બન્ને આરોપીઓના નાર્કો ટેસ્ટ ફિંગર પ્રિન્ટ અને બ્રેઇન મેપિંગ ટેસ્ટ કરાશે. મેડિકલ અને સાયકોલોજિ ટેસ્ટ થયા બાદ આરોપીઓની સંમતિ બાદ નાર્કો ટેસ્ટ કરવામાં આવશે. એફએસએલના અધિકારીઓ દ્વારા બંન્ને આરોપીઓની ડિટેઇલ ઉપરાંત ચાર્જશીટનો અભ્યાસ કર્યા બાદ આ ટેસ્ટ કરાશે. આ તમામ ટેસ્ટ કરવા માટે આજે એફએસએલ ખાતે સીબીઆઈ આરોપીઓને લઈ પહોંચી છે. હાલ બંને સીબીઆઈની કસ્ટડીમાં છે.
સુરતની બાઈકિંગ ક્વીન્સની બાઈક એમ્ટરડેમની હોટલમાંથી ચોરાઈ, નવી બાઈક ખરીદી સફર ચાલુ રાખી
ઉન્નાવ રેપ પીડિતાની સાથે રાયબરેલીમાં થયેલ અકસ્માતની તપાસ કરી રહેલ સીબીઆઈ અકસ્માત કરનાર ટ્રકના ચાલક અને ક્લીનરનો પોલીગ્રાફ ટેસ્ટ કરાવ્યો હતો. સીબીઆઈ હવે જરૂરી ઔપચારિકતા પૂરી કરીને બંને આરોપીઓનો નાર્કો ટેસ્ટ કરવા ગાંધીનગર લાવી છે.
ચોમાસુ આવતા જ પાલનપુરમાં આવી જાય છે આ બિનબુલાયે મહેમાન, જેને જોઈ લોકો અચરજ પામે છે
શું છે સમગ્ર મામલો
ઉન્નાવના ધારાસભ્ય કુલદીપ સેંગર પર રેપનો આરોપ લગાવનારી પીડિતા પોતાના પરિવારજનો સાથે રાયબરેલીથઈ ઉન્નાવ પરત ફરતા સમયે અકસ્માતનો શિકાર થઈ હતી. પીડિતાની કારને એક ટ્રકે ટક્કર મારી હતી. આ ઘટનામાં પીડિતાના કાકી અને માસીનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે કે પીડિતા અને તેના વકીલ મહેન્દ્રસિંહ ચૌહાણ ગંભીર રૂતે ઘાયલ થયા છે. આ બંનેની દિલ્હીના એઈમ્સ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. બંનેના સારવારનો તમામ ખર્ચ રાજ્ય સરકાર દ્વારા ઉઠાવવામાં આવ્યો છે.
સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે