Home> Gujarat
Advertisement
Prev
Next

આખરે ભાવનગર શહેરમાં અશાંતધારો લાગુ કરાયો; હિંદુ સંગઠનો અને લોકોમાં ખુશીનો માહોલ

Bhavnagar News: ભાવનગર પૂર્વમાં અશાંતધારો લાગુ થતાં લોકોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. ત્રણ દિવસ પહેલા અશાંતધારો લાગુ કરવા માટે ભાવનગરના ધારાસભ્ય અને સાંસદને હિન્દુ સંગઠનો દ્વારા દસ દિવસનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું. 

 આખરે ભાવનગર શહેરમાં અશાંતધારો લાગુ કરાયો; હિંદુ સંગઠનો અને લોકોમાં ખુશીનો માહોલ

Bhavnagar News: આખરે ભાવનગરમાં અશાંતધારો લાગુ કરાયો છે. જી હા. ભાવનગર શહેરમાં અશાંતધારો લાગૂ કરવાની જાહેરાત કરી દેવામાં આવી છે. શહેરના પૂર્વ વિસ્તારમાં અશાંતધારો લાગુ થયો છે. પૂર્વના ધારાસભ્ય સેજલબેન પંડ્યાના પ્રયત્નથી અશાંતધારો લાગુ થયો છે. 

fallbacks

અંબાલાલની ભયંકર આગાહી: આ મહિનામાં ગુજરાતમા થશે અતિવૃષ્ટિ, જાણો ક્યા કેટલો પડશે વરસાદ

ભાવનગર પૂર્વમાં અશાંતધારો લાગુ થતાં લોકોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. ત્રણ દિવસ પહેલા અશાંતધારો લાગુ કરવા માટે ભાવનગરના ધારાસભ્ય અને સાંસદને હિન્દુ સંગઠનો દ્વારા દસ દિવસનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું. 

સ્માર્ટ સિટીના દાવા વચ્ચે AMCનો છબરડો! વેબસાઈટને નવો લૂક આપવાના ચક્કરમાં વાંટ્યો...

આ વિસ્તારોમાં અશાંતધારો લાગૂ કરાયો!
ભાવનગર શહેરના પૂર્વ વિસ્તારમાં હિન્દુ સંગઠનોની રજુઆત અને ધારાસભ્ય સેજલબેન પંડ્યાના પ્રયાસથી અશાંતધારો લાગુ થયો છે. શહેરના ભગાતળાવ, રાણીકા, બોરડીગેઇટ, પ્રભુદાસ તળાવ, ગીતા ચોક, ડોન ચોક, ડેરી રોડ, મુનિ ડેરી, તિલકનગર, જૂની માણેકવાડી, નવી માણેકવાડી, આનંદ નગર, ક્રેસન્ટ, મેઘાણી સર્કલ, આંબાવાડી, ઘોઘા સર્કલ, રૂપાણી સર્કલ, સરદાર નગર, ભરતનગર, શિશુવિહાર, કરચલિયા પરા, ખેડૂત વાસ, શિવાજી સર્કલ વિસ્તારોમાં અશાંતધારો લાગુ થયો છે.

ઘોર કળિયુગ! માતા સાથે મળી બે પુત્રોએ કરી પિતાની હત્યા, જાણો કેવી રીતે ફૂટ્યો ભાંડો?

આખરે ભાવનગરમાં 27 વર્ષથી અશાંતધારો લાગુ કરવાની માંગ પર આજે મહોર વાગી ગઈ છે. ભાવનગરમાં અશાંતધારો લાગુ કરવા માટે હિન્દુ સંગઠનો દ્વારા છેલ્લા કેટલાય વર્ષોથી પ્રયત્નો કરવામાં આવતા હતા. તે માટે અનેક વખત આવેદન પત્રો અને રેલીઓ કાઢી રજુઆત પણ કરવામાં આવી હતી.

ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં મોટો ખુલાસો : આરોપી તથ્ય પટેલનો DNA ટેસ્ટ થયો મેચ

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More