Home> Gujarat
Advertisement
Prev
Next

માવઠાનું મહાસંકટઃ ઉત્તર ગુજરાત અને કચ્છમાં ઝાપટા, રવિ પાકોને ભારે નુકસાનની ભીતિ

ઉત્તર ગુજરાતના પાટણ(Patan), બનાસકાંઠા (Banaskantha), હિંમતનગર (Himmatnagar), પાલનપુર (Palanpur) અને અરવલ્લિ(Arvalli) સહિતના જિલ્લાઓમાં બપોર પછી વાતાવરણમાં અચાનક જ પલટો આવ્યો હતો. પહેલા વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું અને પછી અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ તુટી પડ્યો હતો. કેટલાક સ્થળે તો કરા અને તોફાની પવન સાથે વરસાદ પડ્યો હતો, જેના કારણે અનેક સ્થળે ઝાડ પડી જવાના બનાવો પણ બન્યા છે. 

માવઠાનું મહાસંકટઃ ઉત્તર ગુજરાત અને કચ્છમાં ઝાપટા, રવિ પાકોને ભારે નુકસાનની ભીતિ

અમદાવાદઃ કમોસમી વરસાદ(Unseasonal Rain) ગુજરાતમાંથી(Gujarat) જાણે કે જવાનું નામ જ લેતો નથી. આ વર્ષે ચોમાસાની સિઝન (Rainy Season) લંબાયા પછી પણ હજુ દર 15-20 દિવસે રાજ્યમાં કોઈ ને કોઈ કારણસર કમોસમી વરસાદ પડી રહ્યો છે. જેના કારણે રાજ્યના ખેડૂતો(Farmer) પણ હેરાન પરેશાન થઈ ગયા છે. ગુરૂવારે પણ રાજ્યમાં અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદે ખેડૂતોના શ્વાસ અધ્ધર કરી દીધા હતા. કારણ કે, હાલ ખેડૂતોએ રવિ પાકનું વાવતર કરી દીધું છે અને ખેતરોમાં પાક જમીનમાંથી બહાર આવવા લાગ્યો છે. ખાસ કરીને આ વરસાદના કારણે જીરું, એરંડા, રાયડા અને કપાસના પાકને ભારે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. 

fallbacks

ઉત્તર ગુજરાતના મોટા-ભાગના જિલ્લામાં તોફાની વરસાદ
ઉત્તર ગુજરાતના પાટણ(Patan), બનાસકાંઠા (Banaskantha), હિંમતનગર (Himmatnagar), પાલનપુર (Palanpur) અને અરવલ્લિ(Arvalli) સહિતના જિલ્લાઓમાં બપોર પછી વાતાવરણમાં અચાનક જ પલટો આવ્યો હતો. પહેલા વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું અને પછી અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ તુટી પડ્યો હતો. કેટલાક સ્થળે તો કરા અને તોફાની પવન સાથે વરસાદ પડ્યો હતો, જેના કારણે અનેક સ્થળે ઝાડ પડી જવાના બનાવો પણ બન્યા છે. 

પાટણઃ પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના અબિયાણા, ગડસઇ, લીમગામડાં તેમજ ગોખાતર જેવા ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. સમી, હારીજ, શંખેશ્વર  તાલુકાઓના ગ્રામ્ય વિસ્તારમાં ઝાપટાં પડ્યા હતા. સમીના વાઘપુરા, નાનીચંદુર, દુદખા, શમશેરપુરા, નાયકા ,રાફુ, વરાણા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પવન સાથે ઝાપટું પડ્યું હતું. સરસ્વતી તાલુકાના મેલુસણ, ધારુસણ, કાનોસણ, વાયડ રખાવ, નાયતા જેવા ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો હતો. 

Electric Bus : મેગાસિટી અમદાવાદના માર્ગો પર દોડશે 300 નવી ઈ-બસ, પર્યાવરણને ફાયદાકારક

બનાસકાંઠાઃ સરહદી વિસ્તારો વાવ, સુઇગામ, થરાદ, ધાનેરા અને કાંકરેજ સહિતના વિસ્તારોમાં બપોર પછી વાતાવરણમાં પલટો આવ્યો હતો અને અનેક જગ્યાએ કમોસમી વરસાદ પડ્યો હતો. સુઇગામના રડકા, રડોસણ, બેણપ સહિતના ગામડાઓમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ પડતાં ખેડૂતોના પાકને નુકશાન થવાની ભીતિ સેવાઈ રહી છે. કાંકરેજના રતનગઢમાં એક વૃક્ષ તુટી પડ્યું હતું, જે નીચે ઊભેવલી કાર પર પડતાં કારનો ભુક્કો બોલાઈ ગયો હતો. કાંકરેજના પાદરડી ગામમાં ભારે પવનના કારણે લીમડાનું ઝાડ ભેંસ ઉપર પડતાં ભેંસનું મોત થયું હતું. 

પાલનપુર, ડીસા, વડગામ, ધાનેરા, દાંતીવાડા, થરાદ, ભાભર, દિયોગર સહિતના તાલુકાઓમાં પણ કમોસમી વરસાદે રમઝટ બોલાવતાં ખેડૂતો ચિંતિત બન્યા હતા. થરાદ તાલુકામાં ભારે પવન સાથે કમોસમી વરસાદ પડ્યો હતો. થરાદ માર્કેટયાર્ડમાં ખેડૂતોની મગફળી પલળી જતાં મોટું નુકસાન થયું હતું. કમોસમી વરસાદને લઈને એરંડા, રાયડો, ઘઉં, જીરું અને બાગાયતમાં દાડમ જેવા પાકોને નુકસાન થવાની સંભાવના છે. 

દીપડાનો હાહાકારઃ રેવેન્યુ વિસ્તારમાં પકડાયેલા દીપડાઓને રેડીયો કોલર લગાવવાનો નિર્ણય

મહેસાણાઃ મહેસાણા, ઊંઝા સહિત વિસ્તારમાં પણ વાદળછાયું વાતાવરણ પેદા થયું હતું. યાત્રાધામ બહુચરાજીમાં ગાજ-વીજ સાથે વરસાદ પડ્યો હતો. બહુચરાજીના સાપાવાડા, સિરજ, ચંદરોડા ગામમાં મોટા-મોટા કરા સાથે વરસાદ પડ્યો હતો. કમોસમી વરસાદના કારણે વિસ્તારમાં ઠંડીનું પણ જોર વધી ગયું હતું. 

અરવલ્લીઃ ભિલોડા-ઇડર રોડ પરના ગામડાઓમાં ઝરમર વરસાદ પડ્યો હતો. 

હિંમતનગરઃ  હિંમતનગર સહિત જિલ્લામાં વહેલી સવારથી વાતાવરણમાં પલટો આવ્યો હતો. સાંજે છાંટા પડ્યા હતા. ખેડૂતોમાં રવી સિઝનને લઈ ચિંતાનો માહોલ સર્જાયો છે. 

અમદાવાદમાં વસતા પાકિસ્તાની હિન્દુઓએ નાગરિકતા સંશોધન બિલને આવકાર્યું, જુઓ શું કહ્યું...

રાજકોટઃ ગોંડલ પંથકના પીપળીયા, ભરૂડી સહીતના ગામોમાં મોડી સાંજે પવન સાથે વરસાદ પડ્યો હતો, જેના કારણે કપાસ, મરચી, ડુંગળી, લસણ, ચણા, ઘઉં સહીતના પાકને ભારે નુકશાન થવાની ભીતિ છે. જસદણ તાલુકાના વિરનગર, આટકોટ અને આસપાસના વિસ્તારોમાં પણ કમોસમી વરસાદ પડ્યો હતો. 

જામનગરઃ કાલાવડ પંથકના કોઠા ભાડુકિયા અને પીપર ગામમાં ધોધમાર વરસાદથી અનેક ખેતરોમાં પાણી ભરાયા. વરસાદના કારણે રવિ પાકને થયું નુકસાન. 

GTUએ લોન્ચ કર્યા 9 નવા કોર્સ, જે તમારા માટે નવી નોકરીના દરવાજા ખોલશે

કચ્છઃ વાગડ વિસ્તારના ખડીર, કુડા, રામવાવ, ગવરીપર, ખેંગાર પર, સુવાઈ, સાન ગઢ વગેરે વિસ્તારોમાં કમોસમી વરસાદી ઝાપટાં પડતાં જીરુંના વાવેતરને નુકસાન પહોંચ્યું છે. 

દેવભૂમિ દ્વારકાઃ યાત્રાધામ દ્વારકામાં અચાનક આવેલા કમોસમી વરસાદને કારણે બહારગામથી આવેલા શ્રદ્ધાળુઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા.

માવઠાનું મહાસંકટ: સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદ... જુઓ વીડિયો....

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

ગુજરાતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More