Mavthu Effect On Mango કેતન બગડા/અમરેલી : અમરેલી જિલ્લામાં સતત બે દિવસથી કમોસમી વરસાદ થતાં કેરી પકવતા ખેડૂતોને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે સતત બે દિવસથી વરસાદ પડતા કેરીનો પાક ખરી ગયો છે કેરી આવતા વરસાદે કેરીનો સ્વાદ ખાટો કરી દીધો છે
હવામાન વિભાગની આગાહીને લઈને અમરેલી જિલ્લામાં છેલ્લા બે દિવસથી વરસાદ વરસી રહ્યો છે વરસાદને લઈને કેરીના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે અમરેલી જિલ્લામાં ધારી તાલુકામાં કેસર કેરીનું મોટા પ્રમાણમાં ખેડૂતો ઉત્પાદન લે છે આ કેરી સમગ્ર ગુજરાતમાં ખૂબ જ પ્રખ્યાત છે પરંતુ બે દિવસથી માવઠું થતા કેરી કેરીનો પાક ખરી ગયો છે આ વર્ષે કેરીના ઝાડ ઉપર ફ્લાવરિંગ ખૂબ જ સારું આવ્યું હતું અને આ વર્ષે ખેડૂતોને આશા હતી કે આ વર્ષે કેરીનો પાક ખૂબ જ સારો આવશે પરંતુ આ તમામ આશાઓ કમોસમી વરસાદે નિરાશામાં ફેરવી દીધી છે.
પાટીદાર ખેડૂતના સાહસને સલામ, એવી ખેતી કરી કે માવઠું ને વાવાઝોડું પણ કંઈ બગાડી ન શકે
દિતલા ગામના ખેડૂત હરેશભાઇ ઝાલા કહે છે કે, શરૂઆતમાં જ કેરીના ઝાડ ઉપર ખૂબ જ મોટા પ્રમાણમાં ફ્લાવરિંગ આવ્યું હ.તું આ ફ્લાવરિંગને લઈને ખેડૂતો માની રહ્યા હતા કે આવશે તો કેરીનો પાક ખૂબ જ સારો આવશે આ વર્ષે કેરીના પાકને હવામાન પણ ખૂબ જ અનુકૂળ હતું. પરંતુ અચાનક જ માવઠાયે ખેડૂતોની મહેનત ઉપર પાણી ફેરવી દીધું છે. બે વર્ષ પહેલાં તોકતે વાવાઝોડાએ કેરીના તમામ બગીચાઓ જમીનદોસ્ત કરી દીધા હતા. ખેડૂતોએ મહા મહેનતે કેરીના બગીચા ઉભા કર્યા હતા. ખેડૂતોને આ વર્ષે ખૂબ જ મોટી આશા હતી કે આ વર્ષે કેરી મોટા પ્રમાણમાં આવશે અને બજારમાં તેમનો ભાવ પણ સારો મળશે. પરંતુ કમોસમી વરસાદે ખેડૂતોને ભારે નિરાશ કરી દીધા છે ખેડૂતોની તમામ મહેનત પાણીમાં ગઈ છે. ત્યારે આ વર્ષે આવનારા દિવસોમાં કેરીના ભાવ આસમાને પહોંચે તો નવાઈ નહીં.
આઈ હેટ યૂ પપ્પા... લખીને ધોરણ-11ની વિદ્યાર્થીનીએ હોસ્ટેલમાં આપઘાત કર્યો
અમરેલી જિલ્લામાં દર વર્ષે ગુજરાતમાં સૌપ્રથમ વરસાદનું આગમન થતું હોય છે. તેવી જ રીતે આવશે પણ કમોસમી વરસાદનું આગમન અમરેલી જિલ્લામાં સૌપ્રથમ થયું છે. વરસાદને લઈને કેરી પકવતા ખેડૂતોના બધા અરમાનો કમોસમી માવઠાએ પાણી ફેરવી દીધું છે, ખેડૂતોની મહેનત એળે ગઈ છે.
ત્યારે ફરી એકવાર માવઠું આવવાનું છે. આવામાં ફરી કેરીના પાકને નુકસાન થવાની શક્યતા ખેડૂતોને છે. બીજીવારનું માવઠું ન માત્ર કેરીનો પાક, પરંતું ખેડૂતોનુ જીવન બરબાદ કરી દેશે.
દીકરીની ડોલી પહેલા અરમાનોની અર્થી ઉઠી, 4 દી’ પછી જેના લગ્ન હતા તે દુલ્હાનું મોત
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે