Home> Gujarat
Advertisement
Prev
Next

માત્ર 10 મિનિટમાં જ રાજકોટ જળબંબાકાર! આસોના વરસાદે શહેરને કર્યું પાણી પાણી, આ વિસ્તારોમાં કહેર

આજે ફરી રાજકોટમાં મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી છે. રાજકોટના વાતાવરણમાં બપોર બાદ એકાએક પલટો જોવા મળ્યો અને મોટા ભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. જેના કારણે સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

માત્ર 10 મિનિટમાં જ રાજકોટ જળબંબાકાર! આસોના વરસાદે શહેરને કર્યું પાણી પાણી, આ વિસ્તારોમાં કહેર

Gujarat Heavy Rains: રાજ્યમાં મેઘરાજા વિદાય લેવાનું જાણે કે નામ જ નથી લઈ રહ્યા છે. ઠેર ઠેર મોટા ભાગના જિલ્લાઓમાં વરસાદ પડી રહ્યો છે. રાજ્યના મોટાભાગના વિસ્તારમાંથી ચોમાસાએ વિદાય લઈ લીધી છે. તેમ છતાં કેટલાક વિસ્તારોમાં આસો મહિનામાં પણ અષાઢી માહોલ જામ્યો હોય તેવાં દૃશ્યો સર્જાયાં છે. બોટાદ, જામનગર, અમરેલી, દ્વારકા, જૂનાગઢ અને કચ્છ જિલ્લામાં કમોસમી વરસાદે ખેડૂતોની કમર તોડી નાંખી છે. દિવાળી પહેલાં માવઠાએ ખેડૂતોનું દેવાળું ફૂંક્યું છે.

fallbacks

આજે ફરી રાજકોટમાં મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી છે. રાજકોટના વાતાવરણમાં બપોર બાદ એકાએક પલટો જોવા મળ્યો અને મોટા ભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. જેના કારણે સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

કાલાવડ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં સતત પાંચમા દિવસે ગ્રામ્ય વિસ્તારમાં ત્રણ ઇંચ જેટલો કમોસમી વરસાદ પડ્યો છે. સતત પાંચ દિવસથી વરસી રહેલા વરસાદના કારણે ખેડુતને ભારે નુકસાન થયું છે. કાલાવડ તાલુકાના મુળીલા, બાલાભડી, જીવાપર, બાવા, ખાખરીયા, વિરવાવ, ભિમાંનુંગામ, સતિયા, આણંદ પર નિકાવા સહિતના ગામોમાં વરસાદથી નુકસાનીના અહેવાલ સામે આવ્યા છે. મગફળીના તૈયાર પાકના પાથરા તણાઈને નદી-વોકડામાં તણાયા છે, હાલ સૌરાષ્ટ્રના ખેડૂતોને જાય તો જાય કહાં જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી.

રાજકોટના કાલાવડ રોડ, પુષ્કર ધામ રોડ, 150 ફૂટ રિંગ રોડ, કોટેચા ચોક, લીમડા ચોક, નાના મૌવા સર્કલ, બસ સ્ટેશન તેમજ રેલવે સ્ટેશન સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો હતો. જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. તમને જણાવી દઈએ કે આજે જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા, રાજકોટ, અમરેલી અને કચ્છ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે.

ભારે વરસાદને કારણે રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થાય તેવી આશંકા સેવાઈ રહી છે. જેના કારણે ખેડૂતોના માથે હાલ ચિંતાના વાદળો ઘેરાઈ ગયા છે. રાજકોટના મોટા ભાગના વિસ્તારોમાં ભારે વરસાદને કારણે પાણી ભરાઈ ગયેલા જોવા મળ્યા હતા. જેમાં શહેરમાં પડધરી, લોધિકા સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો. જેના કારણે રોડ રસ્તા પર તો જાણે કે નદીઓ વહેતી થઈ હોય તેવા દૃશ્યો સર્જાયા હતા.

કચ્છમા વાતાવરણમાં પલ્ટો જોવા મળી રહ્યો છે. ભુજ અને આસપાસના ગામોમાં પણ વરસાદ પડી રહ્યો છે. ભૂજ શહેરમાં ધોધમાર વરસાદ છે. ધોધમાર વરસાદથી રસ્તા પર પાણીની નદીઓ વહી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More