Home> Gujarat
Advertisement
Prev
Next

UP Investors Summit 2023 : ગુજરાતીઓની એક પહેલને કારણે યુપીમાં નોકરીનો ઢગલો થશે, કરોડોનું રોકાણ કરશે

UP Global Investors Summit 2023 : ગુજરાતના 22 રોકાણકારોએ અમદાવાદમાં આયોજિત B2G બેઠક અને રોડ શો દરમિયાન UPમાં 38,000 કરોડના MOUમાં હસ્તાક્ષર કર્યા...આ MOUથી રાજ્યમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે 50,000થી વધુ રોજગારીની તકોનું સર્જન થશે..

UP Investors Summit 2023 : ગુજરાતીઓની એક પહેલને કારણે યુપીમાં નોકરીનો ઢગલો થશે, કરોડોનું રોકાણ કરશે

Gujarat Investment In Uttar Pradesh : ગુજરાતીઓએ દુનિયાના ખૂણેખાચરે બિઝનેસ વિકસાવ્યો છે. ત્યારે હવે ગુજરાતીઓ યોગી આદિત્યનાથના ઉત્તર પ્રદેશમાં વેપાર કરશે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની નીતિ અને પ્રદેશમા આવેલા મોટા બદલાવ બાદ ગુજરાતના રોકાણકારોએ યુપીમાં રોકાણક રવા માટે મહોર લગાવી દીધી છે. શુક્રવારે આ અંગે એમઓયુ કરવામા આવ્યા. જેમાં 22 રોકાણકારોએ 38 હજાર કરોડના રોકાણ પર હસ્તાક્ષર (એમઓયુ) કર્યા. આ એમઓયુ બાદ ઉત્તર પ્રદેશમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રૂપે 50 હજારથી વધુ રોજગારીની તકો મળશે. આ ઉપરાંત અન્ય રોકાણકારોએ પણ ઉત્તર પ્રદેશમાં રોકાણ કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. આ ઈન્વેસ્ટમેન્ટ આગામી ફેબ્રુઆરી મહિનામાં રાજધાની લખનઉમાં આયોજિત થનારા યુપી ગ્લોબલ ઈન્વેસ્ટમેન્ટ સમિટ 2023 માં થશે. 

fallbacks

ઉલ્લેખનીય છે કે, યુપીને સર્વોતત્મ બનાવવામાં અલગ અલગ રાજ્યોમાં મોટા શહેરોમાં આયોજિત રોડ શોમાં યુપીમાં મોટું ઈન્વેસ્ટમેન્ટ આવવાના પ્રયાસો ચાલુ છે. અમદાવાદમા બીટુજી મીટિંગ્સ અને રોડ શોની આગેવાનીમાં કેબિનેટ મિનિસ્ટર એકે શર્માએ કરી હતી. કેબિનેટ મિનિસ્ટર પીડબલ્યુડી જતીન પ્રસાદે યોગી સરકારની ઈન્વેસ્ટમેન્ટ ફ્રેન્ડલી નીતિઓ વિશે માહિતી આપીને ઉદ્યોગપતિઓને પ્રદેશમાં ઈન્વેસ્ટમેન્ટ માટે આમંત્રિત કર્યા હતા. આ દરમિયાન રાજ્યમંત્રી જયેન્દ્ર પ્રતાપસિંહ રાઠોડે કહ્યું કે, યુપીની નીતિ અને મહોલ સૌથી સારો છે. તેથી અમે તમને ઈન્વેસ્ટમેન્ટ કરીને મોટી તક ઉઠાવવા આમંત્રિત કરી રહ્યાં છીએ.   

આ પણ વાંચો : 

આ વાંચીને લોકોનો ગુજરાત પોલીસ પરથી ભરોસો ઉઠી જશે : પોલીસ 30 બુટલેગરોના ખબરી બન્યા

કબૂતરબાજી કાંડમાં ભલામણો કરવી કમલમના નેતાને ભારે પડી, દિલ્હી સુધી મામલો પહોંચ્યો

ખોડલધામ મંદિરનો સાતમા વર્ષમાં મંગલ પ્રવેશ : અનાર પટેલને પ્રથમ મહિલા ટ્રસ્ટી બનાવાયા

બાગપતમાં અમૂલ લગાવશે મિલ્ક પ્લાન્ટ
રોડ પહેલા બિઝનેસ ટુ ગર્વનમેન્ટ મીટિંગનો દોર ચાલ્યો હતો. આ દરમિયાન ત્રણ ડઝનથી વધુ રોકાણકારોએ ઉત્તર પ્રદેશના પ્રતિનિધિમંડળથી યુપીમાં ઈન્વેસ્ટમેન્ટ કરવાની નીતિ, તક વિશે માહિતી મેળવી. તથા રાહત અને છૂટછાટ વિશે પણ માહિતી મેળવી. જેના બાદ રોકાણકારોએ એમઓયુ ફાઈનલ કર્યા હતા. સૌથી મોટો એમઓયુ ગુજરાતની નામચીન ફાર્મા કંપની ટોરેન્ટ ફાર્મા દ્વારા કરવામા આવ્યા છે, જે 25 હજાર કરોડ રૂપિયાનું છે. આ સાથે જ અમૂલ ઈન્ડિયાએ યુપીના બાગપતમાં નવો મિલ્ક પ્લાન્ટ લગાવવા માટે 900 કરોડના એમઓયુ કર્યા છે. તો 9 એમઓયુ એક હજાર કરોડ કે તેના વધુના રહ્યા છે. કુલ મળીને 22 એમઓયુ 38 હજાર કરોડ રૂપિયાથી વધુના સાઈન કરાયા છે.  

આ પણ વાંચો : શરમ કરો! ભાજપના ધારાસભ્ય અને એક સમયના મંત્રી ભરાયા, સગીરાને પણ ના છોડી

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More