અલ્કેશ રાવ/બનાસકાંઠા: ભાદરવી પૂનમનાં મહામેળામાં લાખો ભક્તોમાં અંબાના દર્શન કરવા આવતા હોય છે. અને મંદિર માંથીમાં અંબેની પ્રસાદી લેતા હોય છે. જેને લઈને મંદિર ટ્રસ્ટ દ્વારા રોજના 5 લાખ પેકેટ પ્રસાદી બનાવવામાં આવી રહી છે, ભાદરવી પૂનમ દરમિયાન 30 લાખ જેટલા પ્રસાદીના પેકેટનું વિતરણ કરાશે.
માં અંબાના સાનીધ્યમાં જનારા ભક્તો માટે જે પ્રસાદી બનાવામાં આવે છે તે સ્થળ પર માતાજીના ચમત્કારના કારણે એક પણ કીડી મંકોડા કે માખી પણ આવતી નથી. આ પ્રસાદ કેન્દ્ર ઉપર 600 જેટલા માણસો રાતદિવસ કામ કરે છે. અને માતાજીનો પ્રસાદ તૈયાર કરે છે. જ્યાં આ પ્રસાદ પેકેટોમાં ભરીને ટ્રેકટર દ્વારા મંદિરમાં લઈ જવામાં આવે છે. અને ત્યાં ભક્તોને પ્રસાદ કેન્દ્ર ઉપર વિતરણ કરવામાં આવી રહ્યો છે.
અંબાજીમાં ભાદરવી પૂનમને લઇને મોટી સંખ્યામાં ભાવિ ભક્તો માતાજીના દર્શન કરવા પહોંચતા હોય છે. ભાદરવી મેળાને અનુલક્ષીને અંબાજીમાં પ્રસાદીથી લઇને તમામ બાબતોનું ઘ્યાન રાખવામાં આવી રહ્યું છે. દરરોજ આશરે 5 લાખ જેટલા પ્રસાદીના પેકેટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. અને જેમાં મોટી મોટી કડાઇઓમાં માતાજીનો પ્રસાદ બનાવામાં આવે છે. 6000 જેટલા માણસો રાતદિવસ મહેનત કરીને પ્રસાદી બનાવી રહ્યા છે.
જુઓ LIVE TV :
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે