Home> Gujarat
Advertisement
Prev
Next

વડોદરામાં જળબંબાકાર: ગ્રામ્ય વિસ્તારના અસરગ્રસ્ત લોકોનું કરાયું સ્થળાંતર

વડોદરા શહેર અને આજુબાજુના વિસ્તારમાં ભારે વરસાદના પગલે જિલ્લા વહિવટી તંત્ર સતત ખડેપગે છે. અને બચાવ કામગીર પૂરજોશમાં કરી રહ્યુ છે. વડોદરા (ગ્રામ્ય) તાલુકામાં હાલ 962 જેટલા લોકોનુ સલામત સ્થળે સ્થાંળતર કરવામાં આવ્યું છે.

વડોદરામાં જળબંબાકાર: ગ્રામ્ય વિસ્તારના અસરગ્રસ્ત લોકોનું કરાયું સ્થળાંતર

રવિ અગ્રવાલ, વડોદરા: વડોદરા શહેર અને આજુબાજુના વિસ્તારમાં ભારે વરસાદના પગલે જિલ્લા વહિવટી તંત્ર સતત ખડેપગે છે. અને બચાવ કામગીર પૂરજોશમાં કરી રહ્યુ છે. વડોદરા (ગ્રામ્ય) તાલુકામાં હાલ 962 જેટલા લોકોનું સલામત સ્થળે સ્થાંળતર કરવામાં આવ્યું છે. સાથે જ તમામ જરૂરી વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

fallbacks

આ પણ વાંચો:- રાજ્યના 205 તાલુકામાં વરસાદ: વડોદરામાં બારે મેઘ ખાંગા, NDRF તૈનાત

વડોદરા ગ્રામ્યના ઉડેરા ગામમાં તળાવના આજુબાજુ વિસ્તારના 200 લોકોનુ સ્થળાંતર કરવામાં આવ્યું છે. તેઓને પ્રાથમિક શાળામાં આશ્રય આપવામાં આવ્યો છે. સોખડા ગામના રામટેકરા વિસ્તારના પણ 200 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. તેઓને પણ પ્રાથમિક શાળામાં આશ્રય આપવામાં આવ્યો છે. ભાયલી ગામના ગ્રાઉન્ડ વલ્ડ અને આંબેડકર ફળીયાના 150 લોકોનું પ્રાથમિક શાળામાં સ્થાંળતર કરવામાં આવ્યું છે. કોટલી ગામના નવીનગરી વિસ્તારના 150 લોકોનુ પણ ગામની પ્રાથમિક શાળા ખાતે સ્થળાંતર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત 90 વેમાલીના 12 વરણામાના 70, ચાપડના 70, દેણાના 90 લોકોનું ગામની જ પ્રાથમિક શાળા સ્થળાંતર કરવામાં આવ્યું છે. તેમજ વિરોદ ગામના 20 લોકોનું આજુબાજુના ઉચાંણવાળા વિસ્તારમાં સ્થળાંતર કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો:- અમદાવાદ: વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી, ઠેર-ઠેર ટ્રાફિક જામ

વડોદરા શહેરમાં 20 ઈંચ કરતા પણ વધુ વરસાદ
ઉલ્લેખનીય છે કે, બુધવારે દિવસ દરમિયાન વડોદરા શહેરમાં આશરે 20 ઈંચ કરતા પણ વધુ વરસાદ પડવાને કારણે શહેરમાં સ્થિતિ અસ્થવ્યસ્થ થઇ ગઇ હતી. શહેરના અનેક વિસ્તારોમાં પાણી કમર સુધીના પાણી ભરાઇ ગયા હતા. શહેરમાં 50 કરતા વધુ સોસાયટીઓમાં પાણી ભરાઇ જવાને કારણે રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. કારેલીબાગ તુલસીવાડીની વસાહત પાણીમાં ગરકાવ થઇ જતા લોકોએ જીવ બચાવા માટે ઘરના છાપરે ચડ્યા હતા. ફાયર બ્રિગેડ દ્વારા 25 જેટલા લોકોનું રેસ્ક્યું પણ કરવામાં આવ્યું હતું.

જુઓ Live TV:-

ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More