Home> Gujarat
Advertisement
Prev
Next

ગુજરાતમાં આ રોગ 101 લોકોને ભરખી ગયો: 164 લોકો સંક્રમિત, 88 બાળકો હતા હોસ્પિટલમાં!

રાજ્યમાં વાયરલ એન્કેફેલાઇટીસ કે ચાંદીપુરા સંક્રમિત એક પણ નવો કેસ છેલ્લા ૬ દિવસમાં નોંધાયો નથી અને છેલ્લા 12 દિવસમાં એક પણ દર્દીનું મૃત્યુ થયું નથી. હાલ રાજ્યમાં વાયરલ એન્કેફેલાઇટીસ કે ચાંદીપુરાના સંક્રમણની સ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણ હેઠળ છે. ગુજરાતમાં આ વર્ષે વાયરલ એન્કેફેલાઇટીસના કુલ 164 કેસ નોંધાયા જે પૈકી 61 કેસ ચાંદીપુરા પોઝીટીવ જણાયા.

ગુજરાતમાં આ રોગ 101 લોકોને ભરખી ગયો: 164 લોકો સંક્રમિત, 88 બાળકો હતા હોસ્પિટલમાં!

Chandipura virus: ગુજરાત વિધાનસભામાં ટુંકી મુદ્દતના પ્રશ્નમાં ચાંદીપુરા વાયરસ અને વાયરલ એન્કેફેલાઇટીસની સ્થિતિ અંગેના પ્રત્યુત્તરમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે વિગતો આપતા જણાવ્યું હતું કે રાજ્યમાં છેલ્લા 6 દિવસમાં વાયરલ એન્કેફેલાઇટીસ કે ચાંદીપુરાનો એક પણ નવો કેસ નોંધાયો નથી. તેમજ રાજ્યમાં 12 દિવસમાં વાયરલ એન્કેફેલાઇટીસ કે ચાંદીપુરાથી સંક્રમિત એક પણ દર્દીનું મૃત્યુ  નોંધાયું નથી.

fallbacks

Shraddha Kapoor: બોલિવૂડની આ હિરોઈને PM Modiને પણ પાછળ છોડી દીધા, બની શકે છે નંબર વન
  
વધુ વિગતો આપતા તેમણે ઉમેર્યુ કે, રાજ્યમાં વર્ષ 2024 માં રાજ્યના 164 જેટલા દર્દીઓને વાયરલ એન્કેફેલાઇટીસનું સંક્રમણ જોવા મળ્યું. જે પૈકી 61 જેટલા કેસ ચાંદીપુરા પોઝીટીવ હોવાનું જણાંયુ હતુ. ચાંદીપુરા રોગના સંક્રમણને અટકાવવા માટે રાજ્ય સરકારે પ્રો-એક્ટિવલી કામગીરી કરી છે. રાજ્યમાં શંકાસ્પદ અને પોઝીટીવ જણાયેલ અસરગ્રસ્ત વિસ્તારો સહિતના આસપાસના વિસ્તારોમાં  કુલ 53,999 ઘરોમાં સર્વેલન્સની કામગીરી હાથ ધરાઇ.કુલ 7,46,927 કાચા ઘરોમાં મેલિથિયોન પાવડરથી ડસ્ટિંગની કામગીરી અને કુલ 1,57,074 કાચા ઘરોમાં સ્પ્રેઇંગની કામગીરી કરવામાં આવી છે. 

Photos: ગુજરાતના આ વિસ્તારોમાં જોવા મળી બંધની વ્યાપક અસર; લોકો સ્વયંભૂ જોડાયા

અસરગ્રસ્ત વિસ્તારોની કુલ 31,563 શાળામાં મેલિથિયોન પાવડરથી ડસ્ટિંગ અને કુલ 8,649 શાળામાં સ્પ્રેઇંગની કામગીરી કરવામાં આવી છે. ટકુલ 36,150 આંગણવાડીમાં મેલિહ્થિયોન પાવડરથી ડસ્ટિંગ અને કુલ 8,696  આંગણવાડીમાં સ્પ્રેઇંગની કામગીરી કરાઇ છે.

Gold Rate Today: હાઈ લા....10 ગ્રામ સોનાનો ભાવ 50 હજારથી પણ ઓછો? ફટાફટ ચેક કરી લો

અત્યાર સુધી નોંધાયેલ કુલ 164 વાયરલ એન્કેફેલાઇટીસ સંક્રમિત દર્દીઓને સત્વરે અને સધન સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવી છે. જે પૈકી 73 બાળકોના દુ:ખદ મૃત્યુ નિપજ્યા જે પૈકી ચાંદીપુરા સંક્રમિત 28 બાળકોના દુ:ખદ મૃત્યુ નોધાયા છે. તમામ કેસ પૈકી 88 બાળકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More