Home> Gujarat
Advertisement
Prev
Next

સ્ટેચ્યુ ઓફ યુનિટી જનતા માટે ખુલ્લુ મુકાતાં પ્રથમ દિવસે જ સર્જાઇ અવ્યવસ્થા, મચ્યો હંગામો

સવારે 9 વાગ્યાથી અત્યાર સુધી 30 પ્રવાસીઓએ પ્રવેશ કર્યો છે. ઓનલાઇન બુકિંગ કરાવેલ પ્રવાસીઓ માટે કોઇ સુવિધા નથી. ઓનલાઇન બુકિંગ ફુલ બતાવે છે. પ્રવાસીઓ અંદર પ્રવેશવા પણ આતુર છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટી જનતા માટે ખુલ્લુ મુકાતાં પ્રથમ દિવસે જ સર્જાઇ અવ્યવસ્થા, મચ્યો હંગામો

કેવડીયા: કેવડિયા કોલોની ખાતે નર્મદા નદીના કિનારે તૈયાર કરવામાં આવેલી વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું બુધવારે વડાપ્રધાન મોદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ સાથે જ રાજ્યના મુખ્યમંત્રીએ આજથી સ્ટેચ્યુ ઓફ યુનિટી નાગરિકો માટે ખુલ્લું મકવાની જાહેરાત કરી હતી. સ્ટેચ્યુ ઓફ યુનિટીની સરદારની પ્રતિમા નિહાળવા માંગતા પ્રવાસીઓ માટે નિયમિત રીતે સવારના 9 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધી સમગ્ર પરિસર ખુલ્લું કરવામાં આવ્યુ છે.

fallbacks

' રણોત્સવ ' એક યાદગાર પ્રવાસ : એક ક્લિક પર જાણો તમામ જરૂરી વાતો

ત્યારે યુપીના સાંસદ અને કેન્દ્ર સરાકારના આરોગ્ય મંત્રી અનુપ્રિયા પટેલના વિસ્તારમાંથી 1500 લોકો સ્ટેચ્યુ ઓફ યુનીટીને જોવા માટે આવ્યા છે. પરંતુ તેમને પ્રવેશ ન મળતાં હોબાળો મચાવવામાં આવ્યો છે. ઝંડા અને ખેસ પહેરીને અપના દળ નામના રાજકીય દળના લોકોએ દેખાવો કર્યો છે. સ્ટેચ્યુ ઓફ યુનીટી ખાતે જવાબદાર અધિકારી નહીં હોવાને કારણે અફરાતરફી મચી છે. ઉત્તર પ્રદેશથી આવેલા 1500 લોકોમાં વડીલો, મહિલાઓ પણ છે. યોગ્ય વ્યવસ્થા ન હોવાથી પ્રવેશ મુદ્દાને લઇને મુશ્કેલીમાં મુકાયા છે.

ભારતના સૌથી સફળ 'ઓપરેશન પોલો'નો આદેશ આપનાર હતાં સરદાર પટેલ, ખાસ જાણો

જો કે સવારે 9 વાગ્યાથી અત્યાર સુધી 30 પ્રવાસીઓએ પ્રવેશ કર્યો છે. ઓનલાઇન બુકિંગ કરાવેલ પ્રવાસીઓ માટે કોઇ સુવિધા નથી. જો કે ઓનલાઇન બુકિંગ ફુલ બતાવે છે. પ્રવાસીઓ અંદર પ્રવેશવા પણ આતુર છે. પણ તંત્ર દ્વારા હજી સુવિધાનો અભાવ હોવાની વાત સામે આવી હતી. જેને પગલે સ્થાનિક કર્મચારીઓ પણ અવઢવમાં મુકાયા છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More