Home> Gujarat
Advertisement
Prev
Next

ગુજરાત સરકારના આ 2 વિભાગોમાં સૌથી વધુ ગેરરીતિની ફરિયાદો! શહેરી વિકાસ, મહેસૂલ અને ગૃહ વિભાગ ટોચ પર

Gujarat Government: વર્ષ 2024માં ગુજરાતમાં વિજિલન્સ કમિશનને સૌથી વધુ ફરિયાદ મળી તેવા સરકારી વિભાગોમાં શહેરી વિકાસ વિભાગ પછી બીજા ક્રમે મહેસૂલ વિભાગ, ત્રીજા ક્રમે ગૃહ વિભાગ, ચોથા ક્રમે પંચાયત, ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ, પાંચમા ક્રમે શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગનો સમાવેશ થાય છે.

ગુજરાત સરકારના આ 2 વિભાગોમાં સૌથી વધુ ગેરરીતિની ફરિયાદો! શહેરી વિકાસ, મહેસૂલ અને ગૃહ વિભાગ ટોચ પર

Gujarat Government: નિયમોના અમલની ઐસીતૈસી કરવી, ટેન્ડર અને ખરીદ પ્રક્રિયામાં અનિયમિતતા, નાણાંકીય અનિયમિતતા જેવી ફરિયાદોનો વિજિલન્સ કમિશનમાં ઢગલો થયો છે. ગુજરાત સરકારના વિવિધ વિભાગોમાં તથા બોર્ડ નિગમોમાં જુદા જુદા પ્રકારના લોચા ચાલતા હોય છે. ઘણીયે ગેરરીતિઓ પણ ચાલતી હોય છે. પરંતુ સ્થાનિક સ્તરે તેનો ઉકેલ ના આવતા, અંતે નાગરિકો આવી ફરિયાદો રાજ્યના વિજિલન્સ કમિશન સમક્ષ મોકલતા હોય છે. 

fallbacks

24 કલાકમાં 800 દુકાનો બળીને ખાખ! આખી માર્કેટ ભસ્મીભૂત, અંદાજે 5000000000 કરોડ નુકસાન

વર્ષ 2024માં ગુજરાતમાં વિજિલન્સ કમિશનને સૌથી વધુ ફરિયાદ મળી તેવા સરકારી વિભાગોમાં શહેરી વિકાસ વિભાગ પછી બીજા ક્રમે મહેસૂલ વિભાગ, ત્રીજા ક્રમે ગૃહ વિભાગ, ચોથા ક્રમે પંચાયત, ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ, પાંચમા ક્રમે શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગનો સમાવેશ થાય છે. કેટલાક કિસ્સામાં અપ્રમાણસર મિલકતો તેમજ અનપેક્ષિત માગણી સંદર્ભેની ફરિયાદો પણ વિજિલન્સ કમિશન-તકેદારી આયોગને મળી છે.

વર્ષ 2024ના નવ મહિનામાં ગેરરીતિની 7,709 ફરિયાદો મળી
વર્ષ 2024ના નવ મહિનામાં એટલે કે 30મી સપ્ટેમ્બર 2024  સુધી વાત કરીએ તો સ્ટેટ વિજિલન્સ કમિશન એટલે કે તકેદારી આયોગને ગેરરીતિ કે અનિયમિતતાની 7,709 ફરિયાદો મળી છે. એવું કહી શકાય કે  રાજ્યમાં ગેરરીતિની ફરિયાદો મામલે સૌથી વધુ શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ સૌથી અવ્લ છે. આ અમે નહીં વિધાનસભામાં રજૂ થયેલા આંકડાઓ કહી રહ્યા છે.

શું તમારી પાસે ગાય-બળદ છે? ગુજરાત સરકારની આ યોજનામા મળે છે સહાય, કેવી રીતે લેશો લાભ?

વર્ષ 2023માં ૧૧,૧૯૬ ફરિયાદો મળી હતી
ગત વર્ષ 2023માં ૧૧,૧૯૬ ફરિયાદો મળી હતી, જેમાં સૌથી વધુ 19 ટકા ફરિયાદો એટલે કે 2,171 ફરિયાદ શહેરી વિકાસ વિભાગની હતી. આ વખતે 2, 247 ફરિયાદો મળી છે. વિજિલન્સ કમિશને નોંધ્યું છે કે, સૌથી વધુ ફરિયાદો મળી છે તેવા વિભાગોમાં ફરિયાદ નિવારણ પદ્ધતિ અને ફરિયાદ સામે કાર્યવાહીની પ્રક્રિયાને મજબૂત કરવાની જરૂરિયાત છે. 

વિજિલન્સ કમિશને જણાવ્યું છે કે આવા વિભાગોમાં પૂર્ણ સમયના મુખ્ય તકેદારી અધિકારીની નિમણૂક તેમજ શહેરી વિકાસ જેવા વિભાગમાં ટેકનિકલ ક્ષતિઓ સંબંધિત ફરિયાદો ધરાવતા વિભાગમાં ટેકનિકલ અધિકારીઓને સમાવતું અલગ એકમ ઊભું કરવા માટે વિચારણા થવી જોઈએ. 

ભારતીયો પર કેવી અસર કરશે ટ્રમ્પનો 'ગોલ્ડ કાર્ડ પ્લાન', કઈ રીતે મળશે નાગરિકતા, જાણો

વર્ષ 2022માં પણ સૌથી વધુ અરજીઓ શહેરી વિકાસ વિભાગમાં હતી!
વર્ષ 2022ની વાત કરીએ તો રાજ્યના 12,608 નાગરિકોએ વિજિલન્સ કમિશન સમક્ષ ફરિયાદો નોંધાવી હતી. ગુજરાત વિધાનસભામાં જાહેર થયેલા આંકડાઓ કહે છે કે ગેરરીતિઓ અને સત્તાના દુરૂપયોગની વર્ષ દરમિયાન જે અરજીઓ સરકારને મળી છે તેમાં સૌથી વધુ અરજીઓ શહેરી વિકાસ વિભાગમાં મળી હતી. જેની કુલ સંખ્યા 2,996 છે. આ વિભાગમાં શહેરી ગૃહ નિર્માણનો એટલે કે આવાસોને પણ સમાવેશ થાય છે. 

રાજ્યના 12,608 નાગરિકોએ વિજિલન્સ કમિશન સમક્ષ ફરિયાદો નોંધાવી હતી. ગેરરીતિઓ અને સત્તાના દુરૂપયોગની વર્ષ દરમિયાન જે અરજીઓ સરકારને મળી છે તેમાં સૌથી વધુ અરજીઓ શહેરી વિકાસ વિભાગમાં મલી છે. જેની કુલ સંખ્યા 2,996 છે. આ વિભાગમાં શહેરી ગૃહ નિર્માણનો એટલે કે આવાસોને પણ સમાવેશ થાય છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More