Home> Gujarat
Advertisement
Prev
Next

નવી શિક્ષણ નીતિના ઝડપી અમલીકરણ માટે તમામ યુનિવર્સીટીઓને શિક્ષણમંત્રીની તાકીદ

શિક્ષણ અને વ્યક્તિત્વ નિર્માણ ના સંદર્ભમાં સ્પષ્ટ દિશાનિર્દેશ કરતી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ જ્યારે જાહેર થઈ ચૂકી છે, તેને ભારત સરકારની વિધિવત મંજૂરી પણ મળી ગઈ છે, ત્યારે આ શિક્ષણ નીતિના અમલીકરણ માટે સ્પષ્ટ કાર્ય રચના ઘડી કાઢવા શિક્ષણ મંત્રી  ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ રાજ્યની યુનિવર્સિટીઓના કુલપતિઓને આહવાન કર્યું છે. આ માટે યુનિવર્સિટીઓ ઝડપભેર નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિના અમલીકરણ માટે યુનિવર્સિટી નવી શિક્ષણ નીતિ અમલીકરણ સમિતિની રચના કરીને તેના અમલીકરણનો રોડમેપ તૈયાર કરવા માટે આદેશ આપ્યા છે. ગાંધીનગર ખાતે શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ ઓનલાઈન બેઠક યોજીને રાષ્ટ્રીય શિક્ષણ નીતિના સંદર્ભમાં તેના પરિણામલક્ષી અમલ માટે યુનિવર્સિટીઓના કુલપતિઓ સાથે વિચાર વિમર્શ કર્યો હતો.

નવી શિક્ષણ નીતિના ઝડપી અમલીકરણ માટે તમામ યુનિવર્સીટીઓને શિક્ષણમંત્રીની તાકીદ

અમદાવાદ : શિક્ષણ અને વ્યક્તિત્વ નિર્માણ ના સંદર્ભમાં સ્પષ્ટ દિશાનિર્દેશ કરતી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ જ્યારે જાહેર થઈ ચૂકી છે, તેને ભારત સરકારની વિધિવત મંજૂરી પણ મળી ગઈ છે, ત્યારે આ શિક્ષણ નીતિના અમલીકરણ માટે સ્પષ્ટ કાર્ય રચના ઘડી કાઢવા શિક્ષણ મંત્રી  ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ રાજ્યની યુનિવર્સિટીઓના કુલપતિઓને આહવાન કર્યું છે. આ માટે યુનિવર્સિટીઓ ઝડપભેર નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિના અમલીકરણ માટે યુનિવર્સિટી નવી શિક્ષણ નીતિ અમલીકરણ સમિતિની રચના કરીને તેના અમલીકરણનો રોડમેપ તૈયાર કરવા માટે આદેશ આપ્યા છે. ગાંધીનગર ખાતે શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ ઓનલાઈન બેઠક યોજીને રાષ્ટ્રીય શિક્ષણ નીતિના સંદર્ભમાં તેના પરિણામલક્ષી અમલ માટે યુનિવર્સિટીઓના કુલપતિઓ સાથે વિચાર વિમર્શ કર્યો હતો.

fallbacks

Rabobank દ્વારા જાહેર કરવામાં આવેલ વિશ્વની ટોચની 20 ડેરી કંપનીઓમાં અમુલને સ્થાન

આ બેઠકમાં ચુડાસમાએ જણાવ્યું હતું કે દરેક યુનિવર્સિટી રાષ્ટ્રીય નવી શિક્ષણ નીતિના અમલ માટે નવી શિક્ષણ નીતિ અમલીકરણ સમિતિની રચના કરે આ ઉપરાંત દરેક યુનિવર્સિટી નવી શિક્ષણ નીતિના જેટલા પણ ચેપ્ટર છે તે ચેપ્ટર દીઠ એક અભ્યાસ કમિટીની પણ રચના કરે. આ રીતે રાજ્યમાં નવી શિક્ષણ નીતિનો ઝડપભેર અમલ થાય તે દિશામાં આગળ વધવા આયોજન કરે. ચુડાસમાએ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિના અમલીકરણને પરિણામ લક્ષી બનાવવા ઓનલાઇન વર્કશોપનું આયોજન કરવા પણ આ બેઠકમાં જણાવ્યું હતું.

ભાવનગરમાં ભયજનક મકાનમાં રહેવા માટે લોકો બન્યા મજબુર, સરકારે હાથ ઉંચા કરી દીધા

નવી શિક્ષણ નીતિના સંદર્ભમાં હવે વિચાર નહીં પરંતુ અમલીકરણનો સમય છે, ત્યારે આપણે સૌએ એ દિશામાં આગળ વધવુ પડશે, તેમ જણાવી શિક્ષણ મંત્રીએ ઉમેર્યું હતું કે આ શિક્ષણ નીતિમાં માધ્યમિક અને ઉચ્ચતર શિક્ષણનો સમગ્રતયા વિચાર કર્યો છે. પ્રાથમિક શિક્ષણની સાથે ઉચ્ચતર શિક્ષણનો પણ વિચાર કરાયો છે ત્યારે આ શિક્ષણનીતિનો અભ્યાસ કરી વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળી રહે તેવું આયોજન છે.

દ્વારકા: ગોમતી નદીમાં ગણપતિ બાપાની મૂર્તિનું વિસર્જન, પરંપરા જળવાઈ

આ બેઠકમાં શિક્ષણ રાજ્યમંત્રી મતી વિભાવરી બહેન દવેએ પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતું કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિએ અગાઉની શિક્ષણ નીતિમાં સુધારો દર્શાવતી નીતિ નથી પરંતુ વિદ્યાર્થીમાં રાષ્ટ્રીયતાનો સંચાર થાય તેનો દિશા નિર્દેશ કરતી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ છે. જ્ઞાન વૈશ્વિક હોઈ શકે પણ શિક્ષણ તો રાષ્ટ્રીય હોવું જોઈએ અને તે ધ્યાનમાં રાખીને  શિક્ષણ નીતિ તૈયાર કરવામાં આવી છે. આજનો વિદ્યાર્થી કઈ રીતે આદર્શ નાગરિક બની શકે અને તેને માટે સક્ષમતા હાંસલ કરી શકે તેનો વિચાર પણ નવી રાષ્ટ્રીય  શિક્ષણ નીતિમાં કરવામાં આવ્યો છે. હવે તેનું સ્પષ્ટ આયોજન સાથે અમલ થાય તે દિશામાં આપણે સૌ આગળ વધવું પડશે.

ભાગી ભાગીને થાકેલા પોપ્યુલર બિલ્ડરના પિતા-પુત્ર પોલીસ સમક્ષ હાજર થયા, થશે મોટા મોટા ખુલાસા !

શિક્ષણ અગ્રસચિવ અંજુ શર્માએ આજની બેઠકની રૂપરેખા આપી આગામી દિવસોમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિના અમલીકરણની દિશામાં આગળ વધી શકાય તે અંગે માર્ગદર્શન આપ્યું હતું. આજે યોજાયેલી ઓનલાઇન બેઠકમાં યુનિવર્સિટીઓના કુલપતિઓએ પણ પોતાના વિચારોને આગામી દિવસોમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિના અમલની બાબતે કાર્યયોજના તૈયાર કરવા માટે પોતાના આયોજનની પણ વિગતો આપી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More