Home> Gujarat
Advertisement
Prev
Next

ટ્રમ્પનું 26 ટકા ટેરિફ ગુજરાતના આ ઉદ્યોગને લઈ ડૂબશે, થશે મોટું નુકસાન

US Tariff Effect On Surat Textile Industry : અમેરિકા દ્વારા લગાવવાં આવેલ ટેરિફની અસર સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગને અસર થશે... એક્સપર્ટે ટેરિફની આડઅસર વિશે જણાવ્યું 

ટ્રમ્પનું 26 ટકા ટેરિફ ગુજરાતના આ ઉદ્યોગને લઈ ડૂબશે, થશે મોટું નુકસાન

US Tarrifs Impact On Gujarat પ્રશાંત ઢીવરે/સુરત : અમેરિકા દ્વારા લગાવવાં આવેલ ટેરિફ મામલે સુરત કાપડ ઉદ્યોગપતિઓની પ્રતિક્રિયા સામે આવી છે. અમેરિકા ટેરિફ લાગુ કરવાથી ટેક્સટાઇલ ઉદ્યોગને અસર થશે. કાપડ ઉદ્યોગકાર પ્રમોદ ચૌધરીએ અમેરિકાના ટેરિફથી સુરતના કાપડ ઉદ્યોગને થનારી અસર વિશે માહિતગાર કર્યા. 

fallbacks

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 2 એપ્રિલના રોજ ભારત સહિત અન્ય દેશો પર 26%નો "રેસિપ્રોકલ ટેરિફ" લાગુ કરવાની જાહેરાત કરી છે. આ ટેરિફનો હેતુ અમેરિકા ના વેપાર ખાધ (ટ્રેડ ડેફિસિટ) ને ઘટાડવાનો અને સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવાનો છે. ભારત પર આની અસર નોંધપાત્ર રહેશે, કારણ કે અમેરિકા ભારતનું સૌથી મોટું નિકાસ બજાર છે. આ ટેરિફથી ભારતની નિકાસમાં $2 બિલિયનથી $7 બિલિયન સુધીનું નુકસાન થઈ શકે છે, જેનાથી ભારતના GDP વૃદ્ધિ દરમાં 5-10 બેસિસ પોઈન્ટ નો ઘટાડો થઈ શકે છે.

આ દેશોમાં પહેલા ઝીરો ટકા ટેરિફ હતું.આ દેશોમાં ટેરિફ લાગ્યું છે, તેની અસર સુરત ન કાપડ ઉદ્યોગ પર જોવા મળશે. પરંતુ મેક ઈન ઇન્ડિયાથી ભારત દેશ આગળ વધશે. અમેરિકામાં એક્સપોર્ટ ઈમ્પોર્ટ પર અસર થશે.

અમેરિકાની માર્કેટ આયાત પર નિર્ભર કરે છે. ત્યારે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આગામી તા. 9 એપ્રિલ, 2025ના રોજથી ભારત સહિત વિશ્વના વિવિધ દેશો પર રેસિપ્રોકલ ટેરિફનો અમલ કરવાની જાહેરાત કરી છે. આ જાહેરાતને પગલે ભારતથી અમેરિકામાં વિવિધ ગુડ્સ પર 27% વધારાનો કર મૂકવામાં આવશે, જે પહેલાંથી અમલમાં રહેલા ટેરિફ સિવાયનો છે. આ રેસિપ્રોકલ ટેરિફ અંગેના આદેશ અનુસાર, આ ટેરિફ યુએસ તરફથી વેપાર સંતુલનને જાળવવા માટે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ સાઇન નહીં થાય ત્યાં સુધી લાગુ રહેશે.

ગુજરાતમાં વાતાવરણનો પારો છટક્યો, ક્યાંક વરસાદ તો ક્યાંક હીટવેવની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ

આ બાબત ભારતને અમેરિકા સાથે વધુ અનુકુળ વેપાર કરાર પર ચર્ચા કરવાનો અવસર આપે છે. જે આ નવા ટેરિફના પ્રભાવને અટકાવી શકે છે. ભારત અને અમેરિકા વચ્ચે વર્તમાન વેપાર વર્ષ 2024માં અમેરિકા અને ભારત વચ્ચે કુલ 129.2 બિલિયન ડોલરનો વેપાર થયો હતો. આમાંથી યુ.એસ.ના માલની ભારતમાં આયાત 41.8 બિલિયન ડોલરની હતી, જ્યારે યુ.એસ.માં ભારતથી 87.4 બિલિયન ડોલરનું એક્સપોર્ટ થયું હતું. આથી યુ.એસ. માટે 41.8 બિલિયન ડોલરનો વેપાર ચિંતાનો મુદ્દો હતો.

આ મામલે કાપડ ઉદ્યોગકાર પ્રમોદ ચૌધરીએ જણાવ્યું હતું કે બાંગ્લાદેશ કોલંબિયા મોરક્કો વિયેતનામમાં સુરતથી કાપડ જાય છે. અને આ દેશોમાં પહેલા ઝીરો ટકા ટેરિફ હતું. આ દેશોમાં ટેરિફ લાગ્યું છે, તેની અસર સુરતવી કાપડ ઉદ્યોગ પર જોવા મળશે. પરંતુ મેક ઈન ઈન્ડિયાથી ભારત દેશ આગળ વધશે. અમેરિકામાં એક્સપોર્ટ ઈમ્પોર્ટ પાર અસર થશે. અમેરિકા ટેરિફ લાગુ કરવાથી ટેક્સટાઇલ ઉદ્યોગને અસર થશે. 

આ ટેરિફથી નીચેના ક્ષેત્રો પ્રભાવિત થશે:

  • ટેક્સટાઇલ્સ: $9.6 બિલિયનની નિકાસ, ખાસ કરીને કાર્પેટ (58% અમેરિકા જાય છે).
  • ઇલેકટ્રોનિક્સ: $14 બિલિયન, માંગ ઘટવાની શક્યતા.
  • રત્ન અને આભૂષણ: $9.6 બિલિયન, ખાસ કરીને ગુજરાતનું હીરા બજાર.
  • IT/આઇટી: TCS જેવી કંપનીઓ પર અસર, શેરમાં 5% ઘટાડો.
  • Automobile parts/ઓટોમોબાઇલ્સ : ઓટો પાર્ટ્સ પર 25% ટેરિફ ઉપરાંત 26%.
  • Agriculture and Marine /કૃષિ: ઝીંગા, માછલી, પ્રોસેસ્ડ ફૂડ ($2.58 બિલિયન).
  • કેમિકલ્સ: નિકાસમાં ઘટાડો.
  • ફાર્માસ્યુટિકલ્સને મુક્તિ મળી છે, પરંતુ ભવિષ્યમાં ટેરિફ લાગુ થઈ શકે છે.

આ ટેરિફ કેવી રીતે કામ કરે છે?
રેસિપ્રોકલ ટેરિફ એટલે કે જે દેશ અમેરિકન ઉત્પાદનો પર ઊંચા ટેરિફ લગાવે છે, તેની સામે અમેરિકા પણ તે જ દેશના ઉત્પાદનો પર સમાન અથવા અડધા દરે ટેરિફ લગાવે છે. ટ્રમ્પના જણાવ્યા મુજબ, ભારત અમેરિકન માલ પર 52% ટેરિફ લગાવે છે, જેના જવાબમાં અમેરિકાએ ભારતીય માલ પર 26% ટેરિફ લગાવવાનું નક્કી કર્યું છે. આ ટેરિફ 5 એપ્રિલ, 2025થી 10%ના બેઝલાઇન રેટથી શરૂ થશે અને 9 એપ્રિલ, 2025થી 26%ના દરે લાગુ થશે. જોકે, ફાર્માસ્યુટિકલ્સ, સેમિકન્ડકટર્સ અને ઊર્જા ઉત્પાદનો જેવા કેટલાક ક્ષેત્રોને આમાંથી મુક્તિ આપવામાં આવી છે. 

શર્મા, આંગળી નીચે રાખી વાત કરો! ચૈતર વસાવા અને નર્મદા DySP વચ્ચે જાહેરમા તુંતુંમેંમે

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More