Home> Gujarat
Advertisement
Prev
Next

અમેરિકાથી કાઢી મૂકેલા 37 ગુજરાતીઓનું સામે આવ્યું લાંબુ લિસ્ટ; વિલે મોઢે પરત ફર્યા 205 ભારતીયો

Amritsar Airport: અમેરિકાથી હાંકી કઢાયેલા ગેરકાયદે પ્રવાસીઓ આજે ભારત પહોંચવાના છે. 205 ભારતીયોને લઈને સી-17 પ્લેન અમૃતસરમાં લેન્ડ કરવાનું છે.  205 ભારતીયો પૈકી 33 ગુજરાતીઓ, હરિયાણાથી 50, અને પંજાબથી 140 લોકો હોવાનું કહેવાય છે.

અમેરિકાથી કાઢી મૂકેલા 37 ગુજરાતીઓનું સામે આવ્યું લાંબુ લિસ્ટ; વિલે મોઢે પરત ફર્યા 205 ભારતીયો

Illegal Immigrants: અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પે ગેરકાયદેસર વસવાટ કરતા લોકોને હાંકી કાઢવામાં આવ્યા છે. જી હા...અમેરીકાથી ભારત પરત આવતા લોકોની પ્રથમ યાદી સામે આવી ગઈ છે. જેમાં અમેરીકાથી પરત આવતા લોકોમાં ગુજરાતીઓનો પણ સમાવેશ થાય છે. જેમાં ગાંધીનગર જિલ્લાના 9 લોકોના નામ સામે આવ્યા છે. આ સિવાય માણસા, કલોલ, મહેસાણા, વસાઈ-ડાભલા જેવા અનેક ગામોના લોકો અમેરીકાથી સ્વદેશ પરત આવી રહ્યા છે. આ લોકોની સાથે તમામ ભારતીયો આજે અંબાલા એરપોર્ટ પર ઉતરી ચૂક્યું છે.

fallbacks

અમેરિકન C-17 વિમાન દ્વારા ગેરકાયદેસર ભારતીય ઇમિગ્રન્ટ્સનું પહેલું ગ્રુપ ભારતના અમૃતસર એરપોર્ટ પર પહોંચી ગયું છે. આ વિમાનમાં 104 ભારતીયો સવાર છે. પોલીસ અને વહીવટીતંત્ર સતર્ક છે. એરપોર્ટ પર હાજર અમેરિકન દૂતાવાસના એક અધિકારીએ જણાવ્યું કે વિમાનમાં કુલ 104 ભારતીયો છે, જેમાં 13 બાળકો, 79 પુરુષો અને 25 મહિલાઓનો સમાવેશ થાય છે. આ ભારતીયોમાંથી 37 લોકો ગુજરાતના છે જે અમૃતસર એરપોર્ટની અંદર જ રહેશે અને તેમને ત્યાંથી સીધા ગુજરાત મોકલવામાં આવશે.

કેટલા ગુજરાતીઓ
નોંધનીય છે કે અમેરિકાથી હાંકી કઢાયેલા ગેરકાયદે પ્રવાસીઓ આજે ભારત પહોંચવાના છે. 205 ભારતીયોને લઈને સી-17 પ્લેન અમૃતસરમાં લેન્ડ કર્યું છે.  205 ભારતીયો પૈકી 33 ગુજરાતીઓ, હરિયાણાથી 50, અને પંજાબથી 140 લોકો હોવાનું કહેવાય છે. જેમાંથી કેટલાકના નામ નીચે મુજબ છે. 

અમેરિકામાં ગેરકાયદે રહેતા 33 ગુજરાતીઓ પણ અમેરિકાથી પરત આવી રહ્યા છે, તેઓનું લિસ્ટ હાલ સામે આવી ચૂક્યું છે. આજે બપોરે 1 ક્લાકે 33 ગુજરાતીઓ સાથે તમામ ભારતીયો અમૃતસર પહોંચશે. પરત આવનારમાં મહેસાણા અને ગાંધીનગરના સૌથી વધુ લોકો છે. મહેસાણા અને ગાંધીનગરમાંથી 12 લોકો પરત આવશે. સુરતમાંથી 4, અમદાવાદમાંથી 2 લોકો ગુજરાત પરત ફરશે. વડોદરા, ખેડા અને પાટણમાંથી એક-એક વ્યક્તિ પરત ફરશે. આ સિવાય વસાઈ-ડાભલાનો ગોસ્વામી પરિવારના 4 સભ્યોને અમેરિકાથી હાંકી કાઢવામાં આવ્યા છે. આ વિશે મળતી માહિતી પ્રમાણે, ગોસ્વામી પરિવારમાં પતિ અમેરિકામાં હતો અને પત્ની તેમને મળવા ગયો હતો અને ત્યાં ઝડપાઈ ગયો હતો.

fallbacks

આ ગુજરાતીઓ આજે ભારત આવશે 
પ્રથમ યાદીમાં 33 ગુજરાતીઓનો પણ સમાવેશ છે. જેમાં ગાંધીનગર જિલ્લાના 9 લોકોના નામ સામે આવ્યા છે. જેમાં માણસા, કલોલ આસપાસના ગામોના લોકોનો સમાવેશ થાય છે. જેમાં કેતન દરજી, ખોરજ, ગાંધીનગર, પ્રેક્ષા પ્રજાપતિ, પ્રજાપતિ વાસ, પેથાપુર, ગાંધીનગર, બળદેવ ચૌધરી, બાપુપુરા માણસા, ઋચી ચૌધરી, ઈન્દ્રપુરા, માણસા, માયરા પટેલ, ગાર્ડન સિટી, કલોલ, રીશિતા પટેલ, ગાર્ડન સિટી, કલોલ, કરણસિંહ ગોહીલ, બોરૂ, માણસા, મિત્તલબેન ગોહીલ, બોરૂ, માણસા અને હેયાન ગોહિલ, બોરૂ, માણસાનો સમાવેશ થાય છે.

મહત્વનું છે કે અમેરિકાએ ગેરકાયદેસર રીતે અમેરિકામાં રહેતા પ્રવાસીઓને કાઢી મૂકવાની જે કાર્યવાહી હાથ ધરી છે તે હેઠળ 205 ભારતીયોને ભારત મોકલ્યા છે. તેમને 4 ફેબ્રુઆરીના રોજ C-17 અમેરિકી સૈન્ય વિમાનથી પંજાબના અમૃતસર માટે રવાના કરાયા હતા. વિમાન ટેક્સાસના સેન એન્ટોનિયોથી  ભારત માટે રવાના થયું હતું જે  બુધવારે પહોંચવાનું છે. અમેરિકાએ અન્ય દેશોના પ્રવાસીઓને પણ રવાના કરવા માટે ચાર્ટર્ડ પ્લેનની સાથે સાથે સૈન્ય વિમાનનો પણ ઉપયોગ કર્યો છે. રિપોર્ટ્સ મુજબ આ વિમાનોના ઉપયોગ પર ભારે ખર્ચો આવે છે. ત્યારે એ પણ જાણો કે સૈન્ય વિમાનની એક ઉડાણ પર  કેટલો ખર્ચ આવે છે અને અમેરિકા આ કાર્યવાહીમાં તેનો કેમ ઉપયોગ કરી રહ્યું છે. આ ઉપરાંત પાછા આવી રહેલા ભારતીયોમાં કેટલા ગુજરાતીઓ છે. 

ન્યૂઝ એજન્સી રોયટર્સે બંને વિમાનોનો ખર્ચની સરખામણી કરી છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું કે ગ્વાટેમાલા માટે હાલમાં જ એક સૈન્ય ડિપોર્ટેશન ફ્લાઈટનો ખર્ચ પ્રતિ પ્રવાસી ઓછામાં ઓછા 4675 ડોલર (લગભગ ચાર લાખ રૂપિયાથી વધુ) થવાની શક્યતા છે. આ તે રૂટ પર અમેરિકન એરલાઈન્સના એકતરફી ફર્સ્ટ ક્લાસ ટિકિટની 853 ડોલરના ખર્ચથી પાંચ ગણો વધુ છે. આ ખર્ચો અમેરિકી ઈમિગ્રેશન અને ICE તરફથી સંચાલિત કોમર્શિયલ ચાર્ટર ફ્લાઈટના ખર્ચ કરતા પણ વધુ હોવાનું કહેવાય છે. 

ડિપોર્ટેશન ફ્લાઈટનો ખર્ચ કેટલો
U.S. Immigration and Customs Enforcement (ICE) ની ફ્લાઈ્સ વિશે રોયટર્સે કહ્યું કે, કાર્યવાહક ICE નિદેશક તાએ જ્હોનસને એપ્રિલ 2023ની બજેટ સુનાવણી વખતે સાંસદોને જણાવ્યું કે ડિપોર્ટેશન ફ્લાઈટ્સનો ખર્ચો 135 લોકો માટે પ્રતિ કલાક 17,000 ડોલર છે અને સામાન્ય રીતે તે પાંચ કલાક સુધી ચાલે છે. રિપોર્ટ્સ મુજબ તેનો અર્થ એ થયો કે પ્રતિવ્યક્તિ ખર્ચ 630 ડોલર હશે. એમાં એવું માની લેવામાં આવે કે વાપસીની ફ્લાઈટનો ખર્ચ ચાર્ટર કંપની ભોગવશે, આઈસીસી નહીં. આ રિપોર્ટમાં કહેવાયું છે કે C-17 મિલેટ્રી ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટને ચલાવવાનો અંદાજિત ખર્ચ 28,500 ડોલર (હાલના 24 લાખ 82 હજાર રૂપિયાથી વધુ) પ્રતિ કલાક છે. 

ઈન્ડિયા ટુડેના રિપોર્ટ મુજબ એક અન્ય અધિકારીએ સીએનએનને જણાવ્યું કે સેનાએ હજુ સુધી આ ફ્લાઈટ્સના કુલ ખર્ચની ગણતરી કરી નથી જે 12 કલાક સુધી ઉડી શકે છે. અધિકારીના જણાવ્યાં મુજબ પ્રાથમિકતા જલદી આગળ વધવાની છે. યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સ (DOD) એ આવી ફ્લાીટ્સ માટે બે સી-17 અને બે સી-130 ઈ સૈન્ય વિમાન ઉપલબ્ધ કરાવ્યા છે. 

ડીઓડી નિયંત્રકના જણાવ્યાં મુજબ 2022 સુધી સી-17નો સરેરાશ પ્રતિ કલાક પરિચાલન ખર્ચ લગભગ 21,000 ડોલર હતો. જ્યારે સી-130 નો ખર્ચો 68,000 અને 71,000 ડોલર વચ્ચે હતો. આ આંકડાઓના આધારે 12 કલાકની સી-17 ફ્લાીટનો ખર્ચો લગભગ 252,000 ડોલર હશે, જ્યારે સમાન સમયગાળા માટે સી-130ઈની ફ્લાઈટનો ખર્ચો 816,000 અને 852,000 ડ઼ોલર વચ્ચે હશે. 2021માં આઈસીસીની વેબસાઈટ પર પોસ્ટ કરાયેલી જાણકારી મુજબ આઈસીસી એર ફ્લાઈટ્સનો  ખર્ચો પ્રતિ ફ્લાઈટ કલાક 8,577 ડોલર હતો. ભારત માટે ડિપોર્ટેશન ફ્લાઈટ અત્યાર સુધીની સૌથી લાંબી ફ્લાઈટ છે. અત્યાર સુધી ગ્વાટેમાલા, પેરુ, હોન્ડુરાસ, અને ઈક્વાડોર માટે આવી ફ્લાઈટ્સ મોકલવામાં આવી છે. કોલંબિયા માટે પણ એક સૈન્ય વિમાન ઉડ્યું હતું. પરંતુ દેશે પ્રવાસીને પાછા લાવવા માટે પોતાા વિમાન મોકલ્યા. 

સૈન્ય વિમાનો કેમ
ઈન્ડિયન એક્સપ્રેસના એક રિપોર્ટ મુજબ અમેરિકા તરફથી નિર્વાસન માટે સૈન્ય વિમાનના ઉપયોગનો સંબંધ પ્રતિકાત્મકતા રૂપે છે. ટ્રમ્પે અવારનવાર ગેરકાયદેસર પ્રવાસીઓને 'એલિયન' અને 'અપરાધી' તરીકે ગણાવ્યા છે. જેમણે અમેરિકા પર 'આક્રમણ' કર્યું છે. સૈન્ય વિમાનોથી આવા ગેરકાયદેસર પ્રવાસીઓને મોકલવાનું દ્રશ્ય એ સંદેશાનો ભાગ લાગે છે કે ટ્રમ્પ આવા 'અપરાધો' પ્રતિ કડક છે. વિમાનમાં ચડતી વખતે અપ્રવાસીઓને હથકડી અને બેડીઓ લગાવવા પાછળ પણ એ જ કારણ જણાય છે. 

હાલમાં જ રિપબ્લિકન સાંસદો સાથે વાત કરતા  ટ્રમ્પે કહ્યું હતું કે ઈતિહાસમાં પહેલીવાર અમે ગેરકાયદેસર વિદેશીઓની ભાળ લગાવી રહ્યા છીએ અને તેમને સૈન્ય વિમાનમાં ભરીને પાછા તેમના સ્થળો પર લઈ જઈ રહ્યા છીએ, જ્યાંથી તેઓ આવ્યા હતા. અમારા પર વર્ષો સુધી હસ્યા બાદ અમને ફરીથી સન્માન મળ્યું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More