Home> Gujarat
Advertisement
Prev
Next

વડનગરનું કંકાલ બોલ્યું, યોગમુદ્રામાં મળેલા કંકાલના DNA ટેસ્ટમાં થયો મોટો ખુલાસો

Vadnagar Human Skeleton DNA Test : વર્ષમાં 2019 માં વડનગરથી 1000 વર્ષ જૂનું હાડપિંજર મળ્યું હતું, વડનગરમાંથી યોગ મુદ્રામાં રહેલા એક પુરુષ હાડપિંજરની ખોપરી પણ મળી હતી, હાલ આ હાડપિંજરના DNA ટેસ્ટમાં ખુલ્યું રહસ્ય

વડનગરનું કંકાલ બોલ્યું, યોગમુદ્રામાં મળેલા કંકાલના DNA ટેસ્ટમાં થયો મોટો ખુલાસો

Mehsana News : વડનગરમાં વર્ષ 2019 ના વર્ષે એક માનવ કંકાલ મળી આવ્યું હતુ, જે પ્રાચીન નગરીના ભેદ ખોલતું હતુ. પરંતું હવે આ માનવ કંકાલના  DNA ટેસ્ટનો રિપોર્ટ આવી ગયો છે. જેમાં ખુલાસો થયો કે, આ કંકાલ 1000 વર્ષ નહિ, પરંતું 2000 વર્ષ જૂનું છે. 

fallbacks

યોગ મુદ્રામાં મળેલ કંકાલનો DNA ટેસ્ટ કરાયો 
2019 માં 1000 વર્ષ જૂનું કંકાલ મળ્યું હતું. વડનગરમાંથી યોગ મુદ્રામાં કંકાલ મળી આવ્યું હતુ. ઉત્ખનનમાં મળેલ કંકાલનું લખનઉંમાં DNA ટેસ્ટ કરાયો હતો. લખનઉના એક્સપર્ટ ડૉ નીરજ રાય દ્વારા dna ટેસ્ટ કરવામાં આવ્યો હતો. ત્યારે DNA ટેસ્ટમાં આ અનોખી નગરીના અનોખા રહસ્ય ખૂલ્યાં છે. 

શું કહે છે ડીએનએ ટેસ્ટ
ડીએનએ ટેસ્ટ કહે છે કે, દાંત અને કાનના હાડકા પાસેથી લેવાયા DNA ટેસ્ટ કરાયા હતા. જેમાં સામે આવ્યું કે, બીજું કંકાલ 2000 વર્ષ જૂનું છે. યોગ મુદ્રામાં આ કંકાલ મળ્યું એ બૌધ ધર્મ યોગ સાધના કેન્દ્ર રહ્યું હોઈ શકે છે. ભારતના અલગ અલગ રાજ્યોમાંથી અને મધ્ય એશિયાથી પણ લોકો અહીં આવતા હતા. 

ગુજરાતમાં આજથી ભારે વરસાદની આગાહી, અંબાલાલ પટેલે આ જિલ્લાવાળાઓને આપ્યું એલર્ટ

વડનગરમાં 400 કરોડ રૂપિયાના ખર્ચે પુરાતત્વીય સંગ્રહાલય બનાવવામાં આવ્યું છે. વડનગરમાં મળી આવેલા કંકાલ એ રહસ્ય ખોલ્યું છે. વડનગર આદિ અનાદિ અનંત હોવાના પુરાવા મળ્યા છે. DNAથી જાણવા મળ્યું કે વડનગરમાં ક્યારેય માનવ વસાહત ખતમ થઈ જ ન હતી.

400 કરોડના મ્યૂઝિયમમાં 2000 વર્ષ જૂના માનવ કંકાલને સ્થાન ન મળ્યું 
હાલ કંકાલના કાર્બન ડેટિંગ અને અન્ય વૈજ્ઞાનિક પરીક્ષણ પણ કરવામાં આવી રહ્યા છે. આવતા મહિને વિસ્તૃત રિપોર્ટ આવવાની શક્યતા છે. વર્ષ 2019 થી આ કંકાલ મ્યુઝિયમમાં મૂક્યા વગર બહાર પડ્યું છે. ઉત્ખનન બાદથી આ માનવ કંકાલ ખુલ્લામાં જ પડી રહ્યું છે. હાલ તે મ્યુઝિયમમાં કંકાલ મૂકવામાં આવે તે જરૂરી છે. એક તરફ 400 કરોડ ખર્ચ કરી મ્યુઝિયમ તૈયાર કરવામાં આવ્યું છે. બીજી તરફ, જો આ કંકાલ મ્યૂઝિયમમાં ન મૂકાય તો ઉત્ખનન કરનાર ટીમની મહેનત પાણીમાં જાય તેવું લાગશે. 

ગુજરાતને હચમચાવી દેતી ઘટના, મોબાઈલ ગેમની રમતમાં વિદ્યાર્થીઓએ જીવની બાજી લગાવી

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More