તેજસ દવે, મહેસાણાઃ ગુજરાતે અને ખાસ કરીને રાજ્યના મહેસાણા જિલ્લાએ નરેન્દ્ર દામોદરદાસ મોદીના રૂપમાં એક ખુબ જ પ્રતિભાશાળી પ્રધાનમંત્રી ભારત દેશને આપ્યાં છે. ત્યારે તેમના માદરે વતન એવા મહેસાણા જિલ્લીના વડનગરને પણ ની પણ કાયાકલ્પ કરવામાં આવી છે. પ્રધાનમંત્રી મોદી વડનગરથી ટ્રેન સેવાનો વર્ચ્યુઅલ પ્રારંભ કરાવશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માદરે વતન વડનગર ખાતે લાંબા સમય બાદ ફરી ટ્રેન સેવા શરુ કરવામાં આવી રહી છે. આગામી ૧૬ જુલાઈ ના રોજ આ ટ્રેન સેવા નો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલ શુભારંભ કરાવશે. ત્યારે કેવું છે પીએમના માદરે વતનનું રેલ્વે સ્ટેશન? કેવી છે આ રેલ્વે સ્ટેશનની સુવિધાઓ? એના વિશે પણ આ આર્ટીકલમાંથી જાણકારી મેળવી લઈએ...
આ કોઈ હેરીટેજ ઈમારત નથી આ છે પ્રધાનમંત્રીના માદરે વતન વડનગરનું રેલ્વે સ્ટેશન બહારથી જોતા આ કોઈ હેરીટેજ સ્થળ જેવું લાગશે. પણ આ વડનગરનું રેલ્વે સ્ટેશન છે. માતબર રકમ ખર્ચીને તૈયાર કરવામાં આવેલું આ રેલ્વે સ્ટેશન અધતન સુવિધાઓ થી સજ્જ છે. આ એજ રેલ્વે સ્ટેશન છે જ્યાં બાળપણ માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના પિતા સાથે ચા વેચતા હતા. તે સમયે એક દમ નાનું સ્ટેશન આજે અધતન અને વિશાળ બનાવવા માં આવ્યું છે. અહિયાં જનરલ વેટીંગ રૂમ ,એસી વેટીંગ રૂમ અને મહિલાઓ માટે ખાસ લેડીસ વેટીંગ રૂમ તૈયાર કરવામાં આવ્યો છે. આગામી ૧૬ જુલાઈના રોજ ગાંધીનગરથી વરેઠા સુધી ટ્રેન સેવા શરુ કરવામાં આવનાર છે. આ લાઈન મીટર ગેજ માંથી બ્રોડગેજ લાઈન કરવામાં આવી આ વડનગર નું રેલ્વે સ્ટેશન સુમસામ અને બંધ પડેલું આ રેલ્વે સ્ટેશન ફરી ટ્રેનો અને મુસાફરો સાથે ફરી ઝળહળતું જોવા મળશે.
ગાંધીનગરથી વરેઠા ટ્રેન સેવા શરુ થતા વડનગરવાસીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહયો છે. છેલ્લા ૧૭ વર્ષથી આ ટ્રેન સેવા બંધ હોવાથી સ્થાનિક લોકોને ભારે હાલાકી નો સામનો કરવો પડતો હતો. અને મજબૂરીવશ મોંઘી મુસાફરી કરવી પડતી હતી. ત્યારે ફરી આ ટ્રેન સેવા શરુ થવાથી વડનગર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકોને આ મુશ્કેલી માંથી છુટકારો મળશે. હવે લોકો સસ્તી, ઝડપી અને સુરક્ષિત મુસાફરી કરી પોતાનો સમય અને પૈસા બચાવી શકશે. વડનગરવાસીઓ આવી અનમોલ ભેટ બદલ પીએમ મોદીનો આભાર વ્યક્ત કરી રહ્યાં છે.
વડનગર રેલ્વે સ્ટેશન પર પ્રધાનમંત્રી મોદીએ પોતાના બાળપણનો સમય પિતા સાથે ચા વેચીને વિતાવ્યો છે. જેને લઇ હાલ પણ રેલ્વે સ્ટેશન પર નરેન્દ્ર મોદીના પિતાની ચા નો સ્ટોલ એજ સ્થિતિમાં રાખવામાં આવ્યો છે અને પ્રવાસન વિભાગ દ્વારા આ સ્ટોલ ને કાચના બોક્ષમાં રાખી સાચવવાની પણ વાત કરવામાં આવી છે. પ્રવાસીઓ આ સ્ટોલને જોઈ શકે તેને લઇ આગામી સમયમાં ખાસ વ્યવસ્થા કરવામાં આવશે. અને નવીન રેલ્વે સ્ટેશન પર પીએમ મોદીની બાળપણની સ્મૃતિ સ્વરૂપ આ ચા ના સ્ટોલને સાચવીને રાખવામાં આવ્યો છે. આ સ્ટોલની સાચવણી ગુજરાતના પ્રવાસન વિભાગ દ્વારા કરવામાં આવશે.
મોદી સરકારના મંત્રીના 4000 કરોડના મહેલમાં 8 હાથિયોને કેમ લટકાવાયા હતા છત પર? જુઓ અંદરની તસવીરો
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે