Home> Gujarat
Advertisement
Prev
Next

વડોદરા: રેલવે સ્ટેશનમાં 100 ફૂટ ઉંચો તિરંગો લહેરાયો, આખુ વર્ષ બનશે શોભાનું કેન્દ્ર

શહેરમાં આન-બાન-શાન સાથે 70માં ગણતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી હતી. દેશના કેટલાક એ વન રેલવે સ્ટેશન ખાતે આજથી 24 કલાક 365 દિવસ સુધી રાષ્ટ્ર ધ્વજ ફરકાવવાના રેલવે વિભાગના આદેશ
બાદ આજે વડોદરા રેલ્વે સ્ટેશન ખાતે સાંસદ રંજનબેન ભટ્ટના હાસ્થે  1૦૦ ફુટ ઉંચા રાષ્ટ્રધ્વજને ફરકાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે વડોદરા રેલવેના ડી.આર.એમ અને રેલવે કર્મચારીઓ ખાસ હાજર રહ્યા હતાં.

વડોદરા: રેલવે સ્ટેશનમાં 100 ફૂટ ઉંચો તિરંગો લહેરાયો, આખુ વર્ષ બનશે શોભાનું કેન્દ્ર

તૃષાર પટેલ/વડોદરા : શહેરમાં આન-બાન-શાન સાથે 70માં ગણતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી હતી. દેશના કેટલાક એ વન રેલવે સ્ટેશન ખાતે આજથી 24 કલાક 365 દિવસ સુધી રાષ્ટ્ર ધ્વજ ફરકાવવાના રેલવે વિભાગના આદેશ બાદ આજે વડોદરા રેલ્વે સ્ટેશન ખાતે સાંસદ રંજનબેન ભટ્ટના હાસ્થે  1૦૦ ફુટ ઉંચા રાષ્ટ્રધ્વજને ફરકાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે વડોદરા રેલવેના ડી.આર.એમ અને રેલવે કર્મચારીઓ ખાસ હાજર રહ્યા હતાં.

fallbacks

વડોદરા શહેરમાં પણ વિવિધ સ્થળો પર રાષ્ટ્રધ્વજને સન્માન સાથે ફરકાવવામાં આવ્યો હતો. વડોદરા શહેરના રેલ્વે સ્ટેશન ખાતે શહેરના સાંસદ રંજનબેન ભટ્ટ દ્વારા 1૦૦ ફુટ ઉંચા રાષ્ટ્રધ્વજને ફરકાવી સલામી આપી હતી. જોકે દેશના 75 જેટલા રેલ્વે સ્ટેશન ખાતે રાષ્ટ્રધ્વજ ફરકાવવાનો આદેશ દેશના વડાપ્રધાન દ્વારા કરવામાં આવ્યો હતો. જેના ભાગરૂપે વડોદરા રેલ્વે સ્ટેશન ખાતે સાસંદે રેલ્વે સ્ટેશન પટ્ટાગણમાં 1૦૦ ફુટ ઉંચા રાષ્ટ્રધ્વજને ફરકાવી સલામી આપી રાષ્ટ્રગાન કરવામાં આવ્યું હતું.

હાર્દિકના ઘરે મંડપ મુહૂર્ત વિધી શરૂ, સૂટબૂટ પહેરીને જોવા મળ્યો પાટીદાર નેતા

આ પ્રસંગે રેલવે અધિકારી સહિત ડીઆરએમ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. રેલ્વે સ્ટેશન ખાતે આ 1૦૦ ફુટ ઉંચા રાષ્ટ્રધ્વજને સલામી આપવા માટે મોટી સંખ્યામાં મુસાફરો સાથે સ્થાનિક લોકો પણ જોડાયા હતા. વડોદરા રેલવે સ્ટેશન ખાતે સો ફૂટ ઊંચા રાષ્ટ્રધ્વજને આજે ફરકાવવામાં આવ્યો હતો. દેશના અન્ય રેલવે સ્ટેશન ખાતે પણ આ જ પ્રકારે 365 દિવસ સુધીને રાષ્ટ્રધ્વજને ફરકતો રાખવામાં આવશે.

અનેક અંધ યુવતીઓના જીવનમાં ઉજાશ પાથરનાર મુક્તાબેનને પદ્મશ્રી

ખાસ કરીને રેલ મંત્રાલય તરફથી રાષ્ટ્રધ્વજનો પૂરેપૂરા પ્રોટોકોલની કાળજી રાખવામાં આવે તેને લઈને પણ રેલ મંત્રાલય દ્વારા જરૂરી આદેશ જે તે સંબંધિત વિભાગ અને અધિકારીઓને આપી દેવામાં આવ્યા છે. મહત્વનું છે કે, વડોદરાના સ્ટેશન લગાવેલા રાષ્ટ્રધ્વજને કારણે સ્ટેશન પરિસરમાં ખૂબ જ આકર્ષક દેખાઈ રહ્યું હતું. સમગ્ર વર્ષ દરમિયાન સતત ફરકતા રાષ્ટ્રધ્વજની કાળજી લેવા માટે રેલવે તંત્ર દ્વારા પણ વિશેષ કાળજી રાખવામાં આવશે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More