રવિ અગ્રવાલ/વડોદરાઃ ગુજરાતમાં કોરોના વાયરસના સંક્રમિતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં અત્યાર સુધી કુલ 146 કેસ સામે આવ્યા છે. તો વડોદરામાં કુલ 12 કોરોના વાયરસના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. તો બે લોકોના મોત પણ થયા છે. વડોદરામાં સૈયદપુરા અને નગરવાડા વિસ્તારને હોટસ્પોટ જાહેર કરવામાં આવ્યા છે.
નાગરવાડાનો 2 ચોરસ કિલોમીટરનો વિસ્તાર સીલ
શહેરના નાહરવાડા વિસ્તારમાં પિતા-પુત્રનો કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તંત્ર હરકતમાં આવી ગયું છે. નાગરવાડાના 2 ચોરસ કિલોમીટરના વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યો છે. પિતા, પુત્ર અને સગીરના સંપર્કમાં આવેલા 125 લોકોને આઈસોલેશનમાં ખસેડવામાં આવ્યા છે. જો તેમાંથી એકપણ પોઝિટિવ કેસ આવશે તો શહેરમાં કોમ્યુનિટી ટ્રાન્સમિશનનો તબક્કો શરૂ થવાનો છે. આ ગંભીરતાને જોતા તંત્ર હરકતમાં આવી ગયું છે. આઈસોલેશનમાં ખસેડવામાં આવેલા લોકોનો રિપોર્ટ જો નેગેટિવ આવશે તો પણ હાલ તેને રજા આપવામાં આવશે નહીં.
વડોદરા શહેર અને જિલ્લામાં સેવાભાવી સંસ્થાઓના રસોડા બંધ
લૉકડાઉન દરમિયાન સેવા કરી લોકોને ભોજન પૂરુ પાડતા એક વ્યક્તિમાં કોરોના વાયરસ પોઝિટિવ આવ્યા બાદ વહીવટી તંત્રએ શહેરમાં ચાલતા તમામ સેવાભાવી સંસ્થાઓના રસોડા બંધ કરવાનો નિર્ણય લીધો છે. આ માટે કલેક્ટર અને મ્યુનિશિપલ કમિશનર દ્વારા ત્રણ જગ્યાએ રસોડા શરૂ કરવામાં આવ્યા છે. શહેરમાં 5300 પરિવારની યાદી બનાવી ભોજનનું વિતરણ કરવામાં આવશે. આ સાથે રોડ પર રહેતા લોકોને શેલ્ટર હોમમાં લઈ જવામાં આવ્યા છે. ત્યાં તેમના રહેવા જમવાની વ્યવસ્થા કરવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે