Home> Gujarat
Advertisement
Prev
Next

IPL 2021 હરાજીની યાદીમાં વડોદરાના 9 ખેલાડીઓનો સમાવેશ, જાણો કોણ છે આ ખેલાડી

ઈન્ડિયન પ્રીમિયર લીગની 2021 (IPL 2021) સિઝનના ઓક્શન માટે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે (BCCI) ખેલાડીઓની યાદી જાહેર કરી છે. ત્યારે આ આઈપીએલની હરાજી (IPL Auction) માટે 292 ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે

IPL 2021 હરાજીની યાદીમાં વડોદરાના 9 ખેલાડીઓનો સમાવેશ, જાણો કોણ છે આ ખેલાડી

રવિ અગ્રવાલ/ વડોદરા: ઈન્ડિયન પ્રીમિયર લીગની 2021 (IPL 2021) સિઝનના ઓક્શન માટે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે (BCCI) ખેલાડીઓની યાદી જાહેર કરી છે. ત્યારે આ આઈપીએલની હરાજી (IPL Auction) માટે 292 ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં જીસીએ, ગુજરાત, સૌરાષ્ટ્રના 17 ખેલાડીઓનો સમાવેશ કર્યો છે જેમાં વડોદરાના 9 ખેલાડીઓ છે. ત્યારે 18 ફેબ્રુઆરીથી ચેન્નાઈમાં (Chennai) ખેલાડીઓની હરાજી શરૂ થશે.

fallbacks

IPL માટે હરાજીની યાદીમાં વડોદરાના (Vadodara) 9 ખેલાડીઓમાં વિષ્ણુ સોલંકી, કેદાર દેવધર, અતીત શેઠ, લુકમાન મેરીવાલા, સ્મિત પટેલ, અંશ પટેલ, ધ્રુવ પટેલ, કાર્તિક કાકડે અને, લેટેસ્ટ કુમારનો સમાવેશ કરવામાં આવ્યો છે. હરાજીમાં (IPL Auction) કુલ 292 ખેલાડીઓ આવશે, જ્યારે 8 ટીમોને કુલ 61 પ્લેયરોની જરૂર છે. ખેલાડીઓની હરાજી 18 ફેબ્રુઆરીએ ચેન્નઈમાં થશે. આઈપીએલની (IPL 2021) આઠ ટીમોએ આ વખતે 139 ખેલાડીઓને રિટેન કર્યા છે, જ્યારે 57 ખેલાડીઓને પોતાની ટીમે રિલીઝ કરી દીધા છે. કુલ 196.6 કરોડ રૂપિયા દાવ પર હશે.

આ પણ વાંચો:- મોટેરા સ્ટેડિયમ ખાતે યોજાનારી ટેસ્ટ મેચની ટિકિટનું વેચાણ શરૂ, જાણો કેટલામાં વેચાય છે ટિકિટ

વધુમાં વધુ 61 ખેલાડીઓ દાવ પર
તમામ ફ્રેન્ચાઇઝી પોતાનો કોટો પૂરો કરવા ઈચ્છે છે અને તે માટે કુલ 61 ખેલાડીઓની જરૂર હશે. જો ફ્રેન્ચાઇઝી પોતાની ટીમમાં વધુ 25 ખેલાડીઓ હોય છે તો 61 ખેલાડીઓને લેવામાં આવશે (જેમાંથી 22 સુધી વિદેશી ખેલાડી હોય શકે છે).

આ પણ વાંચો:- IND VS ENG: હેલિકોપ્ટરથી ચેન્નઈ ટેસ્ટનો નજારો થઈ રોમાંચિત થયા PM Modi, ટ્વિટર પર શેર કર્યો ફોટો

રજીસ્ટ્રેડ થયેલા ખેલાડીઓની શ્રેણી આ પ્રકારે છે.
કેપ્ડ ભારતીય (21 ખેલાડી)
કેપ્ડ ઇન્ટરનેશનલ (186 ખેલાડી)
એસોસિએટ (27 ખેલાડી)
અનકેપ્ડ ભારતીય ખેલાડી જેણે ઓછામાં ઓછી 1 આઈપીએલ મેચ રમી છે- (50 ખેલાડી) 
વિદેશી અનકેપ્ડ ખેલાડી જેણે ઓછામાં ઓછી 1 આઈપીએલ મેચ રમી છે- (2 ખેલાડી)
અનકેપ્ટ ભારતીય (743 ખેલાડી)
અનકેપ્ડ આંતરરાષ્ટ્રીય ખેલાડી (68 ખેલાડી)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More