Home> Gujarat
Advertisement
Prev
Next

વડોદરામાં 27 વર્ષીય મિકેનિકલ એન્જિનિયર યુવકે કંપનીમાં ફાંસો ખાઈ કર્યો આપઘાત

વડોદરાના મકરપુરા જીઆઈડીસીમાં આવેલી કાયનાલેક એન્જિનિયરિંગ કંપનીમાં આ મૃતક યશ નોકરી કરતો હતો.
 

વડોદરામાં 27 વર્ષીય મિકેનિકલ એન્જિનિયર યુવકે કંપનીમાં ફાંસો ખાઈ કર્યો આપઘાત

વડોદરાઃ વડોદરામાં એક 27 વર્ષીય મિકેનિકલ એન્જિનિયરે આપઘાત કરી લીધો છે. યશ અગ્રવાલ નામના યુવાને 1 જુલાઈએ રાત્રે કંપનીમાં ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી છે. યુવકે ક્યા કારણે આત્મહત્યા કરી તેનું કોઈ ચોક્કસ કારણ સામે આવ્યું નથી. આપઘાત કરનાર યુવકના લગ્ન પણ ચાર મહિના પહેલા થયા હતા. 

fallbacks

કંપનીમાં રાત્રે ગળે ફાંસો ખાઘો
વડોદરાના મકરપુરા જીઆઈડીસીમાં આવેલી કાયનાલેક એન્જિનિયરિંગ કંપનીમાં આ મૃતક યશ નોકરી કરતો હતો. તેણે 2 જુલાઈએ રાત્રે કંપનીમાં ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. આપઘાત પહેલા યુવકના સીસીટીવી પણ સામે આવ્યા છે. સીસીટીવી પ્રમાણે આપઘાત કરતા પહેલા યુવક 1 કલાક જેટલો સમય આંટાફેરા કરી રહ્યો છે. 

આ પણ વાંચો- કુમળા બાળકોને ફાડી ખાતા શ્વાનથી, વૃદ્ધોને અડફેટે લેતા ગાય-ભેંસોથી કોણ બચાવશે? 

ચાર મહિના પહેલા થયા હતા લગ્ન
2 જુલાઈએ રાત્રે કંપનીમાં આંટાફેરા કર્યા બાદ આ યુવકે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. ક્યા કારણે યુવકે આ પગલું ભર્યું તે સામે આવ્યું નથી. નોંધનીય છે કે આ યશના ચાર મહિના પહેલાં જ લગ્ન થયા હતા. હાલ તો પોલીસે અકસ્માતનો ગુનો નોંધી સમગ્ર તપાસ હાથ ધરી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More