Home> Gujarat
Advertisement
Prev
Next

વડોદરા: કોંગ્રેસનો પ્રચાર કરવા આવેલી અમીષા પટેલે કર્યા ભાજપના વખાણ

બોલીવુડ એક્ટર અમીષા પટેલ આજે વડોદરામાં કોંગ્રેસના ઉમેદવાર માટે પ્રચાર કરવા માટે પહોંચ્યા હતા. પરંતુ કોંગ્રેસના ઉમેદવાર સાથે બેસીને ગુજરાતમાં બીજેપીના શાસનના વખાણ કર્યા હતા. અમીષા પટેલે કહ્યું કે, ગુજરાતે જે પ્રગતિ કરી તે પ્રશાંસાને લાયક છે. આવીજ રીતે ગુજરાતની જેમ દેશના અન્ય રાજ્યો પણ ચાલે તો દેશનો ચહેરો બદલાઇ શકે છે. 
 

વડોદરા: કોંગ્રેસનો પ્રચાર કરવા આવેલી અમીષા પટેલે કર્યા ભાજપના વખાણ

વડોદરા: બોલીવુડ એક્ટર અમીષા પટેલ આજે વડોદરામાં કોંગ્રેસના ઉમેદવાર માટે પ્રચાર કરવા માટે પહોંચ્યા હતા. પરંતુ કોંગ્રેસના ઉમેદવાર સાથે બેસીને ગુજરાતમાં બીજેપીના શાસનના વખાણ કર્યા હતા. અમીષા પટેલે કહ્યું કે, ગુજરાતે જે પ્રગતિ કરી તે પ્રશાંસાને લાયક છે. આવીજ રીતે ગુજરાતની જેમ દેશના અન્ય રાજ્યો પણ ચાલે તો દેશનો ચહેરો બદલાઇ શકે છે. 

fallbacks

એક બાજુ કોંગ્રેસના અધ્યક્ષ રાહુલગાંધી ગુજરાત મોડલ પર સવાલો ઉભા કરી રહ્યા છે. ત્યારે બીજી બાજુ વડોદરા બેઠક પરના કોંગ્રેસના ઉમેદવાર પ્રશાંત પટેલના રોડ શોમાં અમીષા પટેલે ગુજરાત મોડલના વખાણ કરીને કોંગ્રેસ પાર્ટી અને તેના નેતાઓના મુશ્કેલ પરિસ્થિતિમાં લાવી દીધા છે.

મોદીએ 15 લાખતો આપ્યા નથી પરંતુ ઘરમાં હતા તે પણ લઇ લીધા: હાર્દિક પટેલ

મહત્વનું છે, કે વડોદરામાં થયેલા રોડશોમાં ફીકો પ્રતિસાદ મળ્યો હતો. અમીષા પટેલને વડોદરા બેઠક પર રોડ શોમાં કોંગ્રેસના સમર્થનમાં કરવા માટે બોલાવામાં આવી હતી. પરંતુ ત્યાં અમીષા પટેલે બીજેપીના શાશનમાં ગુજરાતમાં થયેલા વિકાસના કાર્યોના વખાણ કર્યા તો અને એવું પણ કહ્યું કે ગુજરાત મોડલ જેવી નીતિ અન્ય રાજ્યોમાં પણ થઇ જાય તો દેશનો ચહેરો બદલાઇ શકે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More