Home> Gujarat
Advertisement
Prev
Next

બરોડા ડેરીના રાજકારણમાં મોટી હલચલ : પ્રમુખ સતીશ પટેલે આપ્યું રાજીનામું, નડ્યો ભાજપનો નિયમ

Baroda Dairy Politics : બરોડા ડેરીના પ્રમુખ પદેથી સતીશ પટેલે આપ્યું રાજીનામું...  એક વ્યક્તિ, એક હોદ્દાના નિયમના કારણે પાર્ટીના આદેશ બાદ રાજીનામું આપ્યુ... દીનું મામાને આપ્યું સમર્થન

બરોડા ડેરીના રાજકારણમાં મોટી હલચલ :  પ્રમુખ સતીશ પટેલે આપ્યું રાજીનામું, નડ્યો ભાજપનો નિયમ

Vadodara News : વડોદરાના રાજકારણમાં મોટા હલચલ થયા છે. બરોડા ડેરીના પ્રમુખ પદેથી સતીશ પટેલે રાજીનામું આપ્યું છે. એક વ્યક્તિ એક હોદ્દાના નિયમના કારણે તેમણે રાજીનામુ આપ્યુ હોવાનું સામે આવ્યું છે. તેઓને હજી જુલાઈ મહિનામા જ બરોડા ડેરીના પ્રમુખ બનાવ્યા હતા. પરંતુ ભાજપના એક વ્યક્તિ એક હોદ્દાના નિયમને કારણે તેઓ રાજીનામુ આપવા મજબૂર બન્યા છે. જોકે, વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે સતીશ પટેલ ચાલુ રહેશે. 

fallbacks

ચૂંટણી પહેલાં લાંબો વિવાદ ચાલ્યો હતો
બરોડા ડેરીના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી પહેલાં લાંબો વિવાદ ચાલ્યો હતો. જેમાં ડેરીના 10 ડિરેક્ટરોએ સતીષ નિશાળિયાનો ખુલીને વિરોધ કર્યો હતો. જે મામલે સતીષ નિશાળિયાના નામનો મેન્ડેટ આવશે તો બળવો કરશે તેવી ચર્ચા જાગી હતી અને પ્રદેશ ભાજપ પ્રમુખને મળી તમામ 10 ડિરેક્ટરોએ પોતાની વાત રજૂ કરી હતી. જે બાદ સતિષ પટેલ બરોડા ડેરીના ચેરમેન બનાવાયા હતા. સતીશ પટેલ 3 જુલાઈએ બરોડા ડેરીની ચૂંટણીમાં પ્રમુખ બન્યા હતા. સતિષ પટેલને બરોડા ડેરીના પ્રમુખ અને જે.બી.સોલંકીને ડેરીના ઉપપ્રમુખ બનાવાયા હતા. પરંતું સતીશ પટેલ પાસે જિલ્લા ભાજપ પ્રમુખ અને બરોડા ડેરીના પ્રમુખ બંનેની જવાબદારી હતી.

કળિયુગમાં પણ થાય છે ચમત્કાર! હનુમાનજીની આંખમાંથી નીકળ્યા આંસુ, વીડિયો થયો વાયરલ

બરોડા ડેરીના પ્રમુખ પદેથી રાજીનામુ આપતા સતીષ પટેલે જણાવ્યું કે, હું રાજીખુશીથી બરોડા ડેરીના પ્રમુખ તરીકે રાજીનામુ આપુ છું. સી. આર. પાટીલનો હું આભાર માનું છું. ભાજપ એક શિસ્તબદ્ધ પાર્ટી છે. બેમાંથી એક હોદ્દા પર રાજીનામું આપવાનું સૂચન હતું. બરોડા ડેરીમાં ગત ફેબ્રુઆરીમાં મને જવાબદારી સોંપવામાં આવી હતી. ત્યારે અહીથી વિદાય લીધા બાદ લોકસભામાં પુરેપુરો સમય આપીશય લોકસભામાં 5 લાખથી વધુ જીત મેળવવાનું લક્ષ્ય છે. 

લોખંડી પુરુષના જીવનમાં આવી હતી આઘાતની ક્ષણ : પત્નીના મોતના ખબર મળ્યા છતા કેસ લડ્યો

દીનુ મામા ફરી ડેરીનો મોરચો સંભાળશે?
તો બીજી તરફ, સતીષ પટેલે દિનુમામાને પોતાનું સમર્થન આપ્યું છે. ત્યારે સતીશ પટેલના સ્થાને ભાજપ ડેરીના પ્રમુખ કોને બનાવે છે તેના પર સૌની નજર છે. વર્ષ 2022 વિધાનસભાની ચૂંટણીમાં પાદરા વિધાનસભા બેઠક પરથી દીનું મામા અપક્ષ ચૂંટણી લડ્યા હતા.  એ સમયે દીનું મામાએ ભાજપમાંથી રાજીનામુ સાથે બરોડા ડેરીના પ્રમુખ પદેથી પણ રાજીનામુ આપ્યું હતું. જો કે હવે દીનુ મામા ફરીથી ભાજપમાં ઘર વાપસી કરી ચૂક્યા છે. ત્યારે તેમને બરોડા ડેરીના પ્રમુખ બનાવવાનો તખ્તો ગોઠવાયાની શક્યતા છે.   

પગ નીચે રેલો આવતા AMC એ નવી ઢોર નીતિ બનાવી, પશુપાલકોએ આપ્યા મોટા સૂચનો
    

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More