Home> Gujarat
Advertisement
Prev
Next

મહી નદીમાં તરતી મળી ભાજપના નેતાની લાશ, વડોદરા ભાજપમાં વોર્ડ નંબર 18 ના પ્રમુખ હતા

Vadodara BJP : વડોદરા ભાજપના વોર્ડ નંબર-18ના પ્રમુખે કર્યો આપઘાત.... પાર્થ પટેલનો મૃતદેહ મહી નદીમાંથી મળી આવ્યો.... આત્મહત્યા કે હત્યા તે અંગે પોલીસે શરૂ કરી તપાસ....

મહી નદીમાં તરતી મળી ભાજપના નેતાની લાશ, વડોદરા ભાજપમાં વોર્ડ નંબર 18 ના પ્રમુખ હતા

Anand News બુરહાન પઠાણ/આણંદ : આણંદ જિલ્લાના આંકલાવનાં ઉમેટા પાસે મહીસાગર નદીમાંથી ભાજપનાં વડોદરા શહેર વૉર્ડ નં.18 નાં વોર્ડ પ્રમુખનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે

fallbacks

આંકલાવના ઉમેટા પાસે મહીસાગર નદીમાં એક યુવકનો મૃતદેહ પડ્યો હોવાની માહિતી મળતા આંકલાવ પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને મૃતક યુવાનના આધારકાર્ડનાં આધારે તપાસ કરતા મૃતક યુવક વડોદરા વૉર્ડ નં 18 નાં પ્રમુખ પાર્થ પટેલની હોવાની ઓળખ થઈ છે.

નીતિન કાકાની જેમ સમય પારખી ગયેલા કોંગ્રેસના આ નેતાઓએ પણ ચૂંટણી લડવાની ના પાડી

સાબર ડેરી : 15 બિનહરિફ પણ એકમાં ચૂંટણી થઈ તો કોંગ્રેસનો ઉમેદવાર જીત્યો, ભાજપને ઝટકો

આ ઘટનાની જાણ થતાં વડોદરા વૉર્ડ નં 18 નાં હોદ્દેદારો અને કાર્યકરો આંકલાવ ખાતે દોડી ગયા હતા અને પાર્થ પટેલના મૃતદેહની ઓળખ કરી હતી. અને પોલીસે યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે આંકલાવના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડયો હતો. 

પોલીસના જણાવ્યા અનુસાર મૃતક યુવાનની એક્ટિવા મોપેડ નદી કિનારેથી મળી આવી છે અને મૃતદેહ નદીના પાણીમાંથી મળી આવ્યો હતો. પ્રાથમિક અનુમાન અનુસાર પાર્થ પટેલે ઘરકંકાસથી કંટાળી આત્મહત્યા કરી છે. જો કે આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. 

ગામલોકોએ ભેગા મળીને ભર્યુ દીકરીનું મામેરું, શ્રીકૃષ્ણ બનીને મામાની ફરજ અદા કરી

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More