Home> Gujarat
Advertisement
Prev
Next

સયાજી હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં, કર્મચારીઓએ કોવિડ મૃતદેહોને પેક કરવાની ના પાડી

થોડા દિવસ અગાઉ એક મૃતકના સ્વજને મૃતદેહ પરથી દાગીના ચોરાઈ ગયા હોવાનો આક્ષેપ કરતા રાવપુરા પોલીસ દ્વારા નિર્દોષ કર્મચારીઓને માર મારવામાં આવ્યા હતા. જેના કારણે વર્ગ ચારના કર્મચારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

સયાજી હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં, કર્મચારીઓએ કોવિડ મૃતદેહોને પેક કરવાની ના પાડી

હાર્દિક દિક્ષિત, વડોદરા: કારેલીબાગ વિસ્તારની 50 વર્ષીય મહિલાનો કોરોના રિપોર્ટ (Corona Report) પોજિટિવ આવ્યો હતો ટૂંકી સારવાર બાદ મહિલાનું મૃત્યુ નીપજ્યું હતું. દરમિયાન ફરજ પર હાજર કર્મચારીઓએ મૃતદેહને પેક કરવાની સ્પષ્ટ ના કહી દેતા ભારે હોબાળો થયો હતો. 

fallbacks

જ્યારે પણ કોરોના દર્દીનું મૃત્યુ થાય ત્યારે કોવિડ પ્રોટોકોલ મુજબ તે મૃતદેહ ને પીપીઈ કીટ (PPE Kit) માં પેક કરીને તેનો નિકાલ કરવામાં આવતો હોય છે. પરંતુ સયાજી હોસ્પિટલ (Sayaji Hospital) ના કર્મચારીઓએ મૃતદેહને પેક કરવો તો દૂર હાથ લગાડવાની પણ ના કહી દેતા કલાકો સુધી મૃતદેહ રઝળી પડ્યો હતો. જેના કારણે મૃતકના સ્વજનોએ સયાજી હોસ્પિટલ ખાતે ભારે હોબાળો મચાવ્યો હતો.

AMC દ્વારા પાન ગલ્લા બાદ હવે હેરકટિંગની દુકાનો બંધ કરાવવાનું શરૂ

હોસ્પિટલ (Hospital) ના કર્મચારીઓ એ હઠ પકડી છે કે તેઓ આજ પછી કોઈ પણ મૃતદેહ ને પેક કરવાની કામગીરી નહીં કરે જેના કારણે મૃતક ના સ્વજનોએ મૃતદેહ પેક કરવાની ફરજ પડી હતી અને કલાકો બાદ મૃતકની અંતિમ ક્રિયા શહેરના ખાસવાડી સ્મશાન ખાતે કરવામાં આવી હતી.

વર્ગ ચારના કર્મચારીએ પોતાનો આક્રોશ ઠાલવતા જણાવ્યું હતું કે થોડા દિવસ અગાઉ એક મૃતકના સ્વજને મૃતદેહ પરથી દાગીના ચોરાઈ ગયા હોવાનો આક્ષેપ કરતા રાવપુરા પોલીસ દ્વારા નિર્દોષ કર્મચારીઓને માર મારવામાં આવ્યા હતા. જેના કારણે વર્ગ ચારના કર્મચારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

Vadodara: Oxygen ની અછત દૂર કરવા બહાર પાડ્યું વિવાદિત જાહેરનામું, 164 હોસ્પિટલોને નહી મળે Oxygen

વર્ગ ચારના કર્મચારીઓ આજ પછી કોઈ પણ મૃતદેહને પીપીઈ કીટમાં પેક નહીં કરે તેવી હઠ પકડતા મૃતકના સ્વજનોએ જાતે મૃતદેહને પેક કરવાનો વારો આવ્યો છે. કેટલાક કિસ્સાઓમાં સ્વજનો પણ કોરોનાના ડરના કારણે મૃતદેહ લેવાનું ટાળી રહ્યા છે. કર્મચારીઓ તેમજ પોલીસ તંત્રની આ લડાઈમાં સયાજી હોસ્પિટલ (Sayaji Hospital) માં અસંખ્ય મૃતદેહો રઝળી પડે તેવી સ્થિતિ નું નિર્માણ થાય તો તેના માટે જવાબદાર કોણ એ સૌથી મોટો સવાલ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More