Home> Gujarat
Advertisement
Prev
Next

વધુ એક 18 વર્ષીય યુવતી બની હવસનો શિકાર! જેણે 'કાકા કાકા' કહેતી એણે જ 2-2 વાર દુષ્કર્મ આચર્યું

વડોદરા બાદ ડભોઇ શહેરમાં દુષ્કર્મની ઘટના સામે આવતા સમગ્ર પંથકના ચકચાર માચી જવા પામી છે. ડભોઇ શહેરમાં 65 વર્ષના આધેડે 18 વર્ષની યુવતી ઉપર બે વખત દુષ્કર્મમાં આચરતા સમગ્ર મામલો વડોદરા જિલ્લા એસપી રોહન આનંદ સુધી પહોંચ્યો હતો. 

વધુ એક 18 વર્ષીય યુવતી બની હવસનો શિકાર! જેણે 'કાકા કાકા' કહેતી એણે જ 2-2 વાર દુષ્કર્મ આચર્યું

ચિરાગ જોશી/વડોદરા: ગુજરાતમાં એક પછી એક જ દુષ્કર્મની ઘટનાઓને લઈને સરકાર વિપક્ષના ઘેરામાં આવી ગઈ છે. તેવામાં વડોદરા બાદ ડભોઇ શહેરમાં દુષ્કર્મની ઘટના સામે આવતા સમગ્ર પંથકના ચકચાર માચી જવા પામી છે. ડભોઇ શહેરમાં 65 વર્ષના આધેડે 18 વર્ષની યુવતી ઉપર બે વખત દુષ્કર્મમાં આચરતા સમગ્ર મામલો વડોદરા જિલ્લા એસપી રોહન આનંદ સુધી પહોંચ્યો હતો. 

fallbacks

ભારે વાવાઝોડાના એંધાણ..! આ જિલ્લાઓમાં અંબાલાલની ભયજનક આગાહી, આ વર્ષે તહેવાર બગડશે!

ઘટનાનું વર્ણન થતાં જ એસપી દ્વારા તપાસના આદેશ કરી ગુનો નોંધવાની સૂચના આપવામાં આવી હતી. જેથી લઈને ડભોઇ પોલીસ દ્વારા 65 વર્ષે હાજર ઉપર દુષ્કર્મની કલમ હેઠળ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર ઘટનાની જો વાત કરવામાં આવે તો ડભોઇમાં શ્રમજીવી પરિવારની પુત્રીના પિતાનું 11 વર્ષની ઉંમરે અવસાન થયું હતું. તેની માતાને ભાઈ સાથે રહેતી યુવતીનો માતાનો પ્રેમી લાલા વસાવા પણ સાત વર્ષથી સાથે રહેતો હતો. 

દીવાળી બાદ શનિદેવ બનશે ભયંકર શક્તિશાળી, આ 3 રાશિવાળા સાવધાન રહેજો...નહીં તો આવી બનશે

યુવતીની માતા મજૂરી કામે જાય તે દરમિયાન ઘરમાં રહેતો લાલા વસાવા તેની દીકરી ઉપર નજર બગાડતો હતો. સાથે સાથે અડપલા પણ કરતો હતો. જે યુવતી તેને કાકા કહેતી હતી, જેની એકલતાનો લાભ લઈ બે વખત તેની ઉપર દુષ્કર્મ આચર્યું હતું અને ધમકી આપી હતી કે જો આ બનાવની જાણ અન્ય કોઈને કરી તને જાનથી મારી નાખીશ. સમગ્ર ઘટનાને લઈને દીકરી ત્રણ દિવસ પહેલા પોતાના ઘરે એકલી રડતી હતી. જે દરમિયાન યુવતીની નાની ઘરે આવી હતી. જેને પૂછ્યું કેમ રડે છે, જેથી દીકરીએ કહ્યું હતું કે લાલાએ મારા ઉપર દુષ્કર્મ આચર્યું છે. જેથી સમગ્ર મામલો ડભોઇ પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યો હતો. 

કરવા ચોથ પહેલા પત્નીને આપી મોતની ભેટ, પથારીમાં વીજ કરંટ લગાવી પતિએ લીધો જીવ

પોલીસે સમગ્ર મામલાની તપાસ કરે પહેલા જ યુવતીનો પરિવાર વડોદરા જિલ્લા એસપી સાથે રજૂઆત કરાતા જ તાત્કાલિક અસરથી ડભોઇ પોલીસે દુષ્કર્મની ફરિયાદ લઈ લાલાની શોધખોડ હાથ ધરવામાં આવી હતી. જેના ગણતરીના કલાકોમાં જ પોલીસે 65 વર્ષે લાલા નામના આધેડ આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More