ચિરાગ જોશી/વડોદરા: ડભોઇમાં દર્શન હોટલમાં બનેલી ઘટનાની નોધ સમગ્ર ગુજરાતે લીધી છે. તે વડોદરાની દર્શન હોટલને આજરોજ નાયબ કલેકટર દ્વારા સીલ મારવામાં આવી હતી. એટલું જ નહીં આરોપી હોટલ માલિકને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે પરંતુ તે હાથમાં આવ્યો નથી જેને લઇ સરકાર પર દિવસેને દિવસે પ્રેશર વધતું જાય છે.
શુક્રવારના રોજ બનેલી ગોઝારી ઘટના બાદ વડોદરાના ડભોઇ દર્શન હોટેલ ખાતે ખારકુવો સાફ કરવા માટે ઉતરેલા સાત જેટલા સફાઈ કર્મચારીઓ મૃત્યુ પામ્યા હતા. જેને લઇ આરોપી હોટલ માલિક હસન અબ્બાસને પોલીસ દ્વારા પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે, પરંતુ આજે ચાર દિવસ વીતી ગયા બાદ પણ હજી સુધી આરોપી પકડમાં આવ્યો નથી.
આજ રોજ જિલ્લા કલેકટરના આદેશથી નાયબ કલેકટર હેમાશું પરીખ દ્વારા હોટલ દર્શનને સીલ મારવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. તેમજ ડભોઈથી વડોદરા વચ્ચે આવતી તમામ હોટલ ઉપર સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. અને ફાયર સેફટી અને સુરક્ષાના સાધનોની તપાસ હાથ ધરવામાં આવી હતી. જે હોટલમાં સુરક્ષાના સાધનો ન હોતા તેઓને તાત્કાલિક અસરથી વસાવાની ફરજ પાડવામાં આવી હતી.
બીજી બાજુ ડભોઇ પોલીસ દ્વારા પણ 4 ટીમો બનાવી હોટલ માલિકના રહેણાંક સ્થળે તેમજ તેઓની બીજી બ્રાન્ચ ઓફ પર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. અને તેઓ વહેલી તકે પોલીસ પકડમાં આવી જાય તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે