Home> Gujarat
Advertisement
Prev
Next

વડોદરા: વાઘોડિયા રોડ પરના અમોદર પાસે હીટ એન્ડ રનની ઘટના, ભાઇ બહેનનું મોત

શહેર નજીક આવેલા વાઘોડીયા તાલુકાના આમોદર ગામ પાસે મોપેડ પર જઇ રહેલા ભાઇ બહેનનો કાળ બનીને આવેલી સફેદ રંગની કારે પાછળથી ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને પગલે મોપેડ પર સવાર ભાઇ બહેનનુ ઘટના સ્થળેજ મોત નિપજ્યું હતું. બનાવને પગલે સ્થાનિક પોલીસને જાણ કરાતા પોલીસ ઘટના સ્થળે પહોંચી કાર ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

વડોદરા: વાઘોડિયા રોડ પરના અમોદર પાસે હીટ એન્ડ રનની ઘટના, ભાઇ બહેનનું મોત

રવિ અગ્રવાલ/વડોદરા: શહેર નજીક આવેલા વાઘોડીયા તાલુકાના આમોદર ગામ પાસે મોપેડ પર જઇ રહેલા ભાઇ બહેનનો કાળ બનીને આવેલી સફેદ રંગની કારે પાછળથી ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને પગલે મોપેડ પર સવાર ભાઇ બહેનનુ ઘટના સ્થળેજ મોત નિપજ્યું હતું. બનાવને પગલે સ્થાનિક પોલીસને જાણ કરાતા પોલીસ ઘટના સ્થળે પહોંચી કાર ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

fallbacks

શહેરના નિઝામપુરા વિસ્તરમાં આવેલ અર્ચના સોસાયટીમાં રહેતા દિલીપભાઇ પરમાર ગત મોડી સાંજે પોતાના બહેન ચંદ્રીકા મકવાણા સાથે વાઘોડીયા રોડ પર આવેલ ગાયત્રી મંદિર ખાતે ભત્રીજાની લગ્નમાં ગયા હતા. લગ્ન પ્રસંગ પૂર્ણ થયા બાદ રાતે દસ વાગ્યાના અરસામાં ભાઇ બહેન બન્ને તેમની ટીવીએસ મોપેડ ઉપર ઘરે જવા માટે નિકળ્યાં હતા. તેવામાં આમોદાર ગામ પાસે પુરઝડપે આવી રહેલી સફેદ રંગની કારે મોપેડને પાછળથી ટક્કર મારતા દિલીપભાઇ અને ચંદ્રીકાબેન બન્ને હવામાં ફંગોળાઇ ગયા હતા.

સોને મઢેલા નંદી સાથે વડોદરામાં નિકળી શિવરાત્રીએ ‘શિવજી કી સવારી’

અકસ્માતને પગલે ભાઈ બહેન બંનેને માથા અને શરીરના અન્ય ભાગે ગંભીર ઇજા પહોંચતા તેઓનુ ઘટના સ્થળેજ મોત નિપજ્યું હતું. જ્યારે બીજી તરફ કાર ચાલક ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હતો. અકસ્માતના પગલે આસપાસની સોસાયટીમાં રહેતારહીશો બનાવ સ્થળે આવી પહોંચ્યા હતા અને 108 સહિત પોલીસ વિભાગને બનાવ અંગે જાણ કરી હતી.

સુરત : લગ્નમાં ગીત વગાડવા મામલે કૂતરા-બિલાડાની જેમ બાખડી પડ્યા લોકો

અકસ્માતની ઘટનાના પગલે વાઘોડીયા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જો કે, અકસ્માતaની સમગ્ર ઘટના નજીકમાં આવેલી અનંતા આસ્થા સોસાયટી મુખ્ય દ્વાર પાસે લગાવેલ સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. બનાવ અંગે પોલીસે સીસીટીવીના ફૂટેજ મેળવી અકસ્માત સર્જનારા કાર ચાલકની શોધખોળ આરંભી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More