તૃષાર પટેલ/વડોદરા: ઓનલાઇન ફૂડ ડિલિવરી બોય જમવાની સાથે બિયરની સુવિધા પૂરી પાડતાં પોલીસના હાથે ઝડપાયો છે. ઓનલાઇન ફુડ ડિલિવરી કરતો યુવક ગ્રાહકોને દારૂ અને બિયરની પણ ડિલવરી કરી રહ્યો હતો. પોલીસે ચોક્કસ બાતમીને આધારે રાહુલ મહિડા નામના યુવકની ધરકપકડ કરી છે.
ફૂડ ડિલવરી કરવાનાર ગ્રાહકો બિયર અને દારૂનો પણ શોખ રાખતા હોવાથી તેવા લોકો સાથે આ Swiggyનો ડિલવરી બોય મિત્રતા કેળવીને તેમને દારૂ તથા બિયરની ડિલીવરી કરતો હતો. આ યુવક ગ્રાહકો સાથે મિત્રતા કેળવીને સાહેબ જમાવીન સાથે બીજી પાણ સુવિધા પુરી પડીને કાંઇ જોઇતું હોયતો કહેજોની ઓફર પણ કરતો હતો.
લક્ષ્મીપુરા પોલીસે બાતમી મળતા વોચ ગોઠવીને બિયરના જથ્થા સાથે રાહુલ મહિડા નામના યુવકની ધરપકડ કરી છે. પોલીસે ધરકપડ કરીને તપાસ શરૂ કરી છે કે, આવી રીતે બીજા કોઇ અન્ય ફુડ ડિલિવરી બોય પણ આ રીતે બિયર અને દારૂની ડિલવરી તો નથી કરતો ને અને એ વિષયમાં તપાસ શરૂ કરી છે, કે આ ફૂડ ડિલિવરી બોય દારૂ કોની પાસેથી લાવતો હતો.
જુઓ LIVE TV...
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે