Home> Gujarat
Advertisement
Prev
Next

દીકરીના પ્રેમલગ્ન પર પિતા થયા નારાજ, જીવતે જીવ દીકરીનું બેસણું રાખી દીધું

Father Angry On Daughters Love Marriage : વડોદરા જિલ્લાનાં લીલોર ગામે દીકરીએ પ્રેમ લગ્ન કરતાં પિતાએ રાખ્યું બેસણું... જીવતે જીવ દીકરીનું બેસણું રાખવામાં આવ્યું... પિતાને પ્રેમ લંગ્ર મંજૂર ન હોવાથી લીધો આવો નિર્ણય 

દીકરીના પ્રેમલગ્ન પર પિતા થયા નારાજ, જીવતે જીવ દીકરીનું બેસણું રાખી દીધું

Vadodara News ચિરાગ જોશી/ડભોઈ : પ્રેમના કિસ્સાઓ તો અનેક જોયા હશે, પરંતુ વાઘોડિયા તાલુકામાં એક પરિવારે પોતાની જ દીકરીના પ્રેમ લગ્નને લઈને અજીબ વિરોધ કર્યો છે. દીકરીના પ્રેમલગ્ન માટે પોતાના પિતાએ જ દીકરીનું જીવતે જીવ બેસણું રાખી દેતા સમગ્ર વડોદરા જિલ્લામાં ચર્ચાનો વિષય બન્યો છે. લીલોર ગામે દીકરીનો અનોખો કિસ્સો સામે આવ્યો છે. દીકરીએ પ્રેમ લગ્ન કરતાં પિતાએ તેનુ બેસણું રાખીને સ્વજનોને બોલાવ્યા હતા. જીવતે જીવ દીકરીનું બેસણું રાખતા લોકોમાં આશ્ચર્ય ફેલાયું છે. પિતાને પ્રેમ લંગ્ર મંજૂર ન હોવાથી લીધો આવો નિર્ણય લીધો હતો. સમાજના લોકો બોલાવી પિતાએ દીકરી પ્રત્યે બતાવી અનોખી નારાજગી વ્યક્ત કરી છે. 
 
સમગ્ર ગુજરાત ભરમા દિવસેને દિવસે આવું નવા પ્રકારના પ્રેમ કિસ્સાઓ સામે આવતા હોય છે. સાથે સાથે પ્રેમ કિસ્સાઓનો અંત ક્યાંક તાલિબાની સજા તો બીજી બાજુ ઓનર કિલિંગ જેવી ઘટનાઓથી મોતને ઘાટ ઉતારી બદલો લેવામાં આવતો હોય છે. પરંતુ વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના લીલોર ગામે વાડંદ પરિવાર દ્વારા પોતાની દીકરીએ ગામના જ ઇતર જ્ઞાતિના યુવક સાથે પ્રેમ લગ્ન કરી લેતા દીકરીના પિતાએ પોતાનો સમાજ બોલાવી જીવતે જીવ દીકરીનું બેસણું રાખવામાં આવ્યુ હતું. એટલું જ નહીં પોતાની દીકરીના ફોટાવાળો શ્રદ્ધાંજલિનું બેનર છપાવવામાં આવ્યું હતું અને જે રીતે મરણ જનાર વ્યક્તિ માટે કરવામાં આવે છે એવી જ રીતે બેસણું બોલાવ્યું હતું.

fallbacks

સ્માર્ટ સિટી હવે નથી રહ્યું સેફ! અમદાવાદના પોશ વિસ્તારમાં પેટ્રોલ પંપ પર લૂંટ

વાઘોડિયા તાલુકા સહિત વડોદરા જિલ્લામાં હાલ ચર્ચાનો વિષય બન્યો છે. પોતાના હાથે અને દુઃખ સુખ વેઠીને દીકરીને નાનપણથી મોટી કરીએ ત્યારબાદ દીકરી પોતાના જીવનનું પગલું જાતે ન લઈ શકે તેવું પિતાના મનમાં હતું. અનેક વખત દીકરીને સમજાવી હતી. પરંતુ દીકરી આખરે પોતાની મરજીનું જ કર્યું હતું. જેથી વાળદ પરિવાર દ્વારા આ અનોખો નિર્ણય લેવામાં આવ્યો છે.

હાલ તો પરિવાર દ્વારા દીકરીએ કરેલા આ કૃત્યથી બાપે લોહીના સંબંધોને નફરતમાં ફેરવી જીવિત દીકરીને મરણ જાહેર કરી બેસણું રાખ્યું હતું. આ બેસણામાં વાળંદ સમાજના પ્રમુખ તેમજ લોકો જે રીતે મરણ પ્રસંગમાં આવ્યા હોય તેવી જ રીતે જીવતી દીકરીના બેસણાંમાં આવ્યા હતા. એટલું જ નહીં હાલ રાજ્ય સરકાર દ્વારા વિચારણા કરવામાં આવી છે કે કોર્ટ મેરેજ દરમિયાન પોતાના માતા પિતાની સહી હોવી જોઈએ. જો આ પ્રકારનો કોઈ કાયદો બનાવવામાં આવે તો આવી ઘટનાઓ બનતી અટકાવી શકાય તેમ છે તેવુ માતાપિતાનું માનવું છે. 

રાજકોટમાં આ દિવસે કરાશે ભવ્ય આતશબાજી, એક કલાક સુધી આકાશમાં ઝગમગાટ થશે

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More