ઝી બ્યૂરો, અમદાવાદઃ શું તમે વરરાજ વગરના લગ્ન વિશે ક્યારેય કલ્પના કરી છે? આવી જ રીતે લગ્ન કરવા જઈ રહી છે વડોદરાની એક યુવતી. નામ એનું ક્ષમા બિંદૂ છે અને તે 11 જૂને લગ્ન કરવા જઈ રહી છે. કમાલની વાત એ છે કે, તે સજીધજીને મંડપમાં જશે અને પુરા રીતિ-રિવાજથી લગ્ન કરશે. પણ પોતાની સાથે જ.
આ પણ વાંચોઃ કેસરિયા કરવાનું સાચું કારણ આવ્યું સામે! જાણો કોંગ્રેસમાં આંટો મારીને કેમ ભાજપમાં જોડાયો હાર્દિક
વડોદરાની છે યુવતી-
વડોદરાની 24 વર્ષની ક્ષમા બિંદૂ નામની છોકરી અનોખી રીતે લગ્ન કરવા જઈ રહી છે. તે કોઈ વરરાજા સાથે નહીં પરંતુ પોતાની સાથે લગ્ન કરશે. આવા પ્રકારના લગ્ન સોલોગામી તરીકે પણ જાણીતા છે. આ લગ્નમાં તમામ પરંપરાગત અનુષ્ઠાન થશે. ક્ષમા પોતાને સિંદૂર પણ લગાવશે. બસ વરરાજા અને જાન નહીં હોય. મળતી માહિતી પ્રમાણે આ ગુજરાતનું પહેલું આત્મ-વિવાહ હશે.
આ પણ વાંચોઃ જમ્મુ કાશ્મીરમાં 26 દિવસમાં 9 હત્યાઓ, જાણો કોણ છે આતંકવાદીઓના સોફ્ટ ટારગેટ પર?
મંદિરમાં થશે અનોખા લગ્ન-
ક્ષમા ક્યારેય લગ્ન નહોતી કરવા માંગતી. પરંતુ તેને દુલ્હન તો બનવું હતું. આ જ ઈચ્છાને લગ્ન કરવા માટે તેણે પોતાની સાથે લગ્ન કરવાનો નિર્ણય કર્યો. તેમણે કહ્યું કે, કદાચ સેલ્ફ-લવનું ઉદાહરણ આપનાર હું પહેલી છોકરી છું. ક્ષમા ગોત્રી મંદિરમાં લગ્ન કરવાની છે અને લગ્નમાં પોતાના માટે પાંચ કસમો લખી છે.
હનીમૂન પર પણ જશે ક્ષમા-
ક્ષમા લગ્ન બાદ હનીમૂન પર પણ જવાની છે. તે બે અઠવાડિયા માટે ગોવા જઈ રહી છે. ક્ષમાએ કહ્યું કે, જ્યારે તેણે આ વાત તેના માતા પિતાને કરી હતી ત્યારે તેઓ આશ્ચર્યમાં પડી ગયા હતા. પરંતુ બાદમાં તેમણે પરવાનગી આપી દીધી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે