Vadodara News : ભારતીય સેનાએ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં હુમલો કર્યો છે. પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના જવાબમાં અને આતંકવાદીઓ પાસેથી બદલો લેવા માટે આ હુમલો કરવામાં આવ્યો છે. ૭ મેના રોજ ભારતીય સેનાની બે મહિલા અધિકારીઓ દેશની સામે આવી અને આ સમગ્ર કાર્યવાહી વિશે માહિતી આપી.
બુધવારે ભારત દ્વારા 'ઓપરેશન સિંદૂર' અંગે યોજાયેલી સત્તાવાર પ્રેસ કોન્ફરન્સમાં, ત્રણ મુખ્ય લોકોએ આવીને સંપૂર્ણ માહિતી આપી. તેમની સાથે ભારતના વિદેશ સચિવ વિક્રમ મિશ્રી અને બે મહિલા લશ્કરી અધિકારીઓ હાજર હતા. પ્રથમ કર્નલ સોફિયા કુરેશી અને બીજા વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહ. બંને મહિલા અધિકારીઓએ ભારતીય સેનાની બહાદુરી વિશ્વ સમક્ષ રજૂ કરી અને ભારતીય સેના પાકિસ્તાન દ્વારા પોષાયેલા આતંકવાદને કેવી રીતે ખતમ કરી રહી છે તેની માહિતી આપી.
સુરતની મોડલના આપઘાત કેસમાં નવો વળાંક, લિવ ઈનમાં રહેતી હોવાની નવી થીયરી આવી સામે
બંને મહિલા ઓફિસરની ચર્ચા થઈ રહી છે
આ બે મહિલા અધિકારીઓની સોશિયલ મીડિયા પર સતત ચર્ચા થઈ રહી છે, અને દરેક ભારતીય તેમની પ્રશંસા કરી રહ્યો છે. આવી સ્થિતિમાં, એ જાણવું મહત્વપૂર્ણ બની જાય છે કે આ બે અધિકારીઓ કોણ છે અને ભારતીય સેના અને ભારત સરકારે આ મહત્વપૂર્ણ પ્રેસ કોન્ફરન્સ માટે તેમને શા માટે પસંદ કર્યા. ચાલો જાણીએ આ બંનેની વાર્તા.
Leading lady
Lt Col Sophia Qureshi, 1st woman officer to lead an Army training contingent at Force18 - #ASEAN Plus multin'l field trg ex in 2016. She was only Woman Officers Contingent Commander among all #ASEAN Plus contingents. #WomensDay #IWD2020 #EachforEqual #SheInspiresUs pic.twitter.com/CkNipN02mp— Ministry of Defence, Government of India (@SpokespersonMoD) March 8, 2020
કર્નલ સોફિયા કુરેશી
પ્રેસ કોન્ફરન્સમાં હિન્દીમાં સંપૂર્ણ માહિતી આપનાર કર્નલ સોફિયા કુરેશીએ ઓપરેશ સિંદૂરની દરેક વિગતો વિશ્વ સમક્ષ રજૂ કરી. સોફિયા કુરેશી કોર્પ્સ ઓફ સિગ્નલ્સ સાથે જોડાયેલી અધિકારી છે. ૩૫ વર્ષીય સોફિયા કુરેશી હાલમાં પહેલી મહિલા અધિકારી છે, જેમણે બહુ-દેશીય લશ્કરી કવાયતમાં ભારતીય સેનાની આખી ટુકડીનું નેતૃત્વ કર્યું છે.
વર્ષ 2016 માં, તે એક્સરસાઇઝ ફોર્સ 18 મિલિટરી ડ્રીલનો ભાગ બન્યા હતા અને તેનું નેતૃત્વ પણ કર્યું. એટલું જ નહીં, ગુજરાતના સોફિયા કુરેશી એક લશ્કરી પરિવારમાંથી આવે છે અને તેમની પાસે બાયોકેમિસ્ટ્રીમાં ડિગ્રી પણ છે. લગભગ 6 વર્ષથી, તેમણે સંયુક્ત રાષ્ટ્ર શાંતિ મિશનમાં ભારત વતી યોગદાન આપ્યું છે અને કોંગોમાં મિશન પૂર્ણ કર્યું છે.
પાટીદાર અગ્રણી ગગજી પટેલનું સ્ફોટક નિવેદન, દરેક દીકરીની કમર પર લટકવી જોઈએ રિવોલ્વર
વડોદરાની દીકરી છે સોફિયા
ઓપરેશન સિંદૂરને લીડ કરનાર કર્નલ સોફિયા કુરેશી વડોદરાની દીકરી છે. 7 કરોડ ગુજરાતીઓ માટે ગૌરવના સમાચાર છે. પાકિસ્તાનને પાઠ ભણાવનારી વિરાંગના કર્નલ સોફિયા ગુજરાતની દીકરી છે. વડોદરાના ફતેગંજમાં સોફિયાનો પરિવાર રહેતો હતો અને
પિતા પણ ભારતીય આર્મીમાં ઈલેક્ટ્રોનિક્સ મિકેનિકલ એન્જિનિયર શાખામાં સેવા આપતા હતા. તો આજે ગુજરાતની જાંબાઝ દીકરી કર્નલ સોફિયાએ ઓપરેશન સિંદૂરની આખી દુનિયાને જાણકારી આપીને આતંકીઓના દેશની પોલ ખોલી નાખી છે. ગુજરાત સહિત સમગ્ર દેશની દીકરીઓ માટે આ પ્રેરણા આપતી ખબર છે. વડોદરાના ફતેગંજ વિસ્તારમાં મોટી થઈ છે કર્નલ સોફિયા કુરેશી. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં બાયો કેમેસ્ટ્રીમાં MSC ભણ્યા છે અને MSC પાસઆઉટનું વર્ષ 1997 હતું. કર્નલ સોફિયાના પરિવારે વડોદરા ત્યારે છોડ્યું, તેના બાદ તેમના પિતાની બદલી ઉત્તર પ્રદેશમાં થઈ. કર્નલ સોફિયાના દાદા પણ ભારતીય સેનામાં સેવા આપતા હતા.
સોફિયા મિલનસાર સ્વભાવના છે - કર્નલ સોફિયાના ક્લાસમેટ
ભારતીય સેનાના કર્નલ સોફિયા કુરેશી સાથે અભ્યાસ કરનાર દેવેશ સુથારે ઝી 24 કલાકને જણાવ્યું કે, વડોદરાની એમ એસ યુનિ.ની કેમેસ્ટ્રી વિભાગમાંથી સ્નાતક અને બાયોકેમેસ્ટ્રી વિભાગમાંથી અનુસ્તાનક સોફિયાએ વર્ષ 1997 માં કર્યું હતું. સોફિયા ખૂબ મિલનસાર સ્વભાવની હતી, સોફિયાનું પહેલાથી આર્મીનું બેકગ્રાઉન્ડ રહ્યું છે. આજે અમને ખૂબ ગર્વ છે, સોફિયાએ દેશ, વડોદરા અને એમ એસ યુનિવર્સિટીનું નામ રોશન કર્યું છે. સોફિયાએ એક વર્ષ સુધી બાયોકેમેસ્ટ્રી ફેકલ્ટીમાં પ્રોફેસર તરીકે વિધાર્થીઓને ભણાવ્યા પણ છે. પ્રોફેસર હરિ કટારિયાના ગાઈડન્સમાં તે રિસર્ચ પણ કરતી હતી. દેવેશ સુથાર હાલમાં બાયોકેમેસ્ટ્રી ફેકલ્ટીમાં આસી. પ્રોફેસર તરીકે ફરજ બજાવે છે.
'ઓપરેશન સિંદુર' નામ કેમ ?
આતંકીઓએ પહેલગામમાં હુમલો કર્યો હતો. આતંકીઓએ મહિલાઓના સુહાગ ઉજાડ્યા હતા. પત્નીઓની સામે જ પતિઓને ગોળી મારી હતી. નાગરિકોને ધર્મ પુછીને ગોળી મારવામાં આવી હતી. નવપરિણીત યુગલોને આતંકીઓએ નિશાન બનાવ્યા હતા. હિન્દુ ધર્મમાં સિંદુર સુહાગની નિશાની છે. પીએમ મોદીએ કહ્યું હતું કે, કલ્પના કરતા આકરી સજા મળશે. ઓપરેશન સિંદુરથી આતંકી ઠેકાણાઓ ધ્વસ્ત થયા છે. મહિલાઓના સૌભાગ્ય ઉજાડવાની આતંકિસ્તાને કિંમત ચૂકવી.
કોણ છે પ્રેરક શાહ, જેના ખભે ભાજપે આખા અમદાવાદની જવાબદારી મૂકી
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે