Vadodara News રવિ અગ્રવાલ/વડોદરા : વડોદરા શહેરની ગોત્રી હોસ્પિટલમાં અત્યાધુનિક હરતું ફરતું પોસ્ટમોર્ટમ રૂમ અને કોલ્ડ સ્ટોરેજ સુવિધા શરૂ કરવામાં આવી છે. આ રાજ્યની પ્રથમ હરતું ફરતું પોસ્ટમોર્ટમ રૂમ અને કોલ્ડ સ્ટોરેજ સુવિધા છે. અમદાવાદ પ્લેન ક્રેશ જેવી મોટી દુર્ઘટના પરિસ્થિતિઓમાં સ્થળ પર જઈને મૃતદેહને કોલ્ડ સ્ટોરેજમાં રાખી શકાશે અને ઇમરજન્સીમાં સ્થળ પર જ પોસ્ટ મોર્ટમ કરી શકાશે.
વડોદરાની ગોત્રી હોસ્પિટલમાં એક અત્યાધુનિક અને અનોખી સુવિધાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. નેશનલ મેડિકલ કમિશન (NMC)ની ગાઈડલાઈન્સ મુજબ ડીકમ્પોઝ થયેલા મૃતદેહોના પોસ્ટમોર્ટમ માટે અલગ પોસ્ટમોર્ટમ રૂમ હોવો જોઈએ. આ જરૂરિયાતને ધ્યાનમાં રાખીને ગોત્રી હોસ્પિટલમાં મુવેબલ પોસ્ટમોર્ટમ રૂમ અને કોલ્ડ સ્ટોરેજ સુવિધા ધરાવતું એક ખાસ કન્ટેનર મૂકવામાં આવ્યું છે.
શું છે વિશેષતા ?
આ ખાસ કન્ટેનરમાં એકસાથે પોસ્ટમોર્ટમ કરી શકાય તેવી સુવિધા છે અને તેની સાથે 4થી 5 બોડીને કોલ્ડ સ્ટોરેજમાં રાખી શકાય તેવી પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આ કન્ટેનરની સૌથી મોટી વિશેષતા એ છે કે તે મુવેબલ છે. એટલે કે, કોઈ મોટી દુર્ઘટના, જેમ કે પ્લેન ક્રેશ અથવા કોઈ જંગલ વિસ્તારમાં ઘટના બને, અથવા મોટો રોડ અકસ્માત થાય જેમાં મૃતદેહોને હોસ્પિટલ સુધી લાવવાનું શક્ય ન હોય, ત્યારે આ કન્ટેનરને ઘટનાસ્થળે પહોંચાડીને ત્યાં જ પોસ્ટમોર્ટમ કરી શકાશે અને મૃતદેહોને ત્યાં જ કોલ્ડ સ્ટોરેજમાં રાખી શકાશે.
MLA સંજય કોરડીયાનો લેટરબોમ્બ ભાજપને ભારે પડશે! પોતાના જ પક્ષનો ભ્રષ્ટાચાર ખોલ્યો
ગોત્રી હોસ્પિટલના સુપરીટેન્ડન્ટ અનુપ ચંદાની કહે છે કે, આ પ્રકારનો મુવેબલ પોસ્ટમોર્ટમ રૂમ અને કોલ્ડ રૂમ હાલમાં આખા ગુજરાતમાં ક્યાંય ઉપલબ્ધ નથી, જે ગોત્રી હોસ્પિટલની આ સુવિધાને અનોખી બનાવે છે.
ડીકમ્પોઝ બોડી માટે ખાસ વ્યવસ્થા
ગોત્રી મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં આ રૂમ ખાસ કરીને એવી બોડી માટે બનાવવામાં આવ્યો છે જેમાં સડો પડી ગયો હોય (ડીકમ્પોઝ હોય). આનાથી સામાન્ય બોડીના સ્વજનો અને અન્ય લોકોને દુર્ગંધનો સામનો કરવો નહીં પડે. આ ઉપરાંત, અજાણી બોડીને 3 દિવસ કોલ્ડ સ્ટોરેજમાં રાખવાના નિયમ મુજબ, આવી અજાણી બોડીને અલગથી પોસ્ટમોર્ટમ અને કોલ્ડ સ્ટોરેજમાં રાખવાની વ્યવસ્થા પણ આ કન્ટેનરમાં કરવામાં આવી છે. આ સુવિધા ગોત્રી હોસ્પિટલની ફોરેન્સિક મેડિસિન વિભાગની ક્ષમતામાં નોંધપાત્ર વધારો કરશે અને મૃતદેહોના સન્માનપૂર્વક નિકાલ અને તપાસમાં મદદરૂપ થશે.
વડોદરા શહેરની ગોત્રી હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ અનુપ ચંદાનીએ જણાવ્યું હતું કે, ગોત્રી હોસ્પિટલમાં હરતું ફરતું પોસ્ટ મોર્ટમ યુનિટ તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં પોસ્ટમોર્ટમ રૂમ છે અને કોલ્ડ સ્ટોરેજ પણ છે. મોટી દુર્ઘટના સમયે આનો ઉપયોગ સ્થળ પર લઈ જઈને કરી શકશે. ખાસ કરીને ડી કમ્પોઝ ડેડ બોડી મૂકવામાં માટે પણ આ કન્ટેનરનો ઉપયોગ કરી શકાશે, જેનાથી આસપાસના વિસ્તારમાં દુર્ગંધ ન ફેલાય અને મૃતદેહનું પોસ્ટ મોર્ટમ કરીને તેનો સન્માન જનક નિકાલ થઈ શકે.
ગુજરાતમાં થપ્પડકાંડ! ચૈતર વસાવાની ધરપકડથી ગિન્નાયા અરવિંદ કેજરીવાલ, આપી પ્રતિક્રીયા
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે