ઝી ન્યૂઝ/ વડોદરા: જિલ્લા ભાજપના ઉપક્રમે સયાજીપુરા APCM ખાતે દીપોત્સવી સ્નેહ મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે જિલ્લા ભાજપ સંગઠનના હજારો કાર્યકરોને નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી.
વડોદરામાં યોજાયેલ સ્નેહ મિલનમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે રમૂજી અંદાજમાં ધારાસભ્યોને ટકોર કરી હતી. સીઆર પાટીલે જણાવ્યું હતું કે કેતન ઈનામદાર અને મધુ શ્રીવાસ્તને બુદ્ધની પ્રતિમા આપવી જોઈએ. મહત્વનું છે કે સ્નેહ મિલનમાં પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલને જિલ્લા પંચાયત ભાજપના પ્રમુખ અશોક પટેલે બુદ્વની પ્રતિમા આપી સન્માન કર્યું હતું. ત્યારે સીઆર પાટીલે હસતા હસતા ટકોર કરી હતી કે ધારાસભ્ય કેતન ઈનામદાર અને મધુભાઈ શ્રીવાસ્તવને આ બુદ્વની પ્રતિમા આપવા જેવી છે. બંને ધારાસભ્યને એક એક પ્રતિમા આપી દઈએ. જેના કારણે કાર્યક્રમમાં હાજર તમામ લોકોમાં હાસ્ય ફેલાયું હતું.
વડોદરામાં ભાજપનો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો. જિલ્લા ભાજપના સ્નેહમિલન સમારોહમાં મંત્રી પ્રદિપ પરમાર, ભાર્ગવ ભટ્ટ, જાનકીબેન વ્યાસ, ધારાસભ્યો કેતન ઈનામદાર, શૈલેષ મહેતા, મધુ શ્રીવાસ્તવ, અક્ષય પટેલ, જિલ્લા પ્રભારી પરાક્રમસિંહ જાડેજા, જિલ્લા પંચાયતના પ્રમુખ અશોક પટેલ સહિતના અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
સી.આર. પાટીલે તલવાર ખેંચી
જિલ્લા ભાજપના સ્નેહમિલન સમારોહમાં ધારાસભ્ય શૈલેષ સૌટ્ટાએ સીઆર પાટીલને હનુમાનજીની પ્રતિમા ભેટ આપી હતી. જે સાથે અન્ય ધારાસભ્યો-કાર્યકરો-પદાધિકારીઓએ સરદાર સાહેબ અને ડો.બાબાસાહેબ આંબેડકરનો ફોટો સહિત અનેક ભેટ આપી હતી. એક અગ્રણીએ તલવાર ભેટ કરી હતી. પાટીલે તલવારને મ્યાનમાંથી બહાર કાઢી ચૂંટણી પૂર્વેનો રણટંકાર કર્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે