Home> Gujarat
Advertisement
Prev
Next

સાવધાન! ગુજરાતમાં હવે દૂધ પણ સુરક્ષિત નથી!! છેલ્લા ત્રણ દિવસથી અહીં તસ્કર ચાખી ચૂક્યા છે દૂધનો સ્વાદ

વડોદરા શહેરના અલકાપુરી વિસ્તારમાં એક નાનકડી ચ્હાની લારી આવેલી છે. અહીંયા સતત ત્રણ દિવસથી ચોરી થઈ રહી છે. અહી કોઈ સામાન્ય ચોરી નહિ બલ્કે દૂધની ચોરી થઈ રહી છે. હવે દૂધ ચોરી કરવું એ ચોરની વૃત્તિ સમજવી કે પછી ચોરની મજબૂરી?

 સાવધાન! ગુજરાતમાં હવે દૂધ પણ સુરક્ષિત નથી!! છેલ્લા ત્રણ દિવસથી અહીં તસ્કર ચાખી ચૂક્યા છે દૂધનો સ્વાદ

હાર્દીક દીક્ષિત/વડોદરા: શહેરમાં ચોરીની એક વિચિત્ર ઘટના સામે આવી છે. જી હા સામાન્ય રીતે તમે કોઈના મકાનમાં કે દુકાનમાં તસ્કરોએ હાથફેરો કર્યો હોય તેવા સમાચાર સાંભળ્યા હશે, પરંતુ સંસ્કારી નગરી વડોદરામાં તસ્કરે મોંઘવારીના માર સામે વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવી હોય તેમ ચોરીની નવી તરકીબ અપનાવી છે.

fallbacks

ગુજરાતમાં પાટીલ નહિ બદલાય... ઝી 24 કલાકે સૌથી પહેલા આપ્યા હતા આ સમાચાર

વડોદરા શહેરના અલકાપુરી વિસ્તારમાં એક નાનકડી ચ્હાની લારી આવેલી છે. અહીંયા સતત ત્રણ દિવસથી ચોરી થઈ રહી છે. અહી કોઈ સામાન્ય ચોરી નહિ બલ્કે દૂધની ચોરી થઈ રહી છે. હવે દૂધ ચોરી કરવું એ ચોરની વૃત્તિ સમજવી કે પછી ચોરની મજબૂરી? જોકે હાલ દૂધના ભાવમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. બની શકે કે આ અજાણ્યો તસ્કર દૂધ ચોરી કરીને બે પૈસા કમાવવા માંગતો હોય. જે હોય એ ચોરી તો ચોરી જ કહેવાય.

2024 લોકસભા ચૂંટણી પહેલા BJP એ અનેક રાજ્યોના પ્રદેશ અધ્યક્ષ બદલ્યા

અલકાપુરી વિસ્તારમાં ચ્હાની લારી પર દૂધની ચોરીની આ પ્રથમ ઘટના નથી. છેલ્લા ત્રણ દિવસમાં બે વખત આ અજાણ્યો તસ્કર અહી દૂધનો સ્વાદ ચાખી ચૂક્યો છે. આજે વહેલી સવારે પણ આજ પ્રમાણે એક અજાણ્યો તસ્કર અલકાપુરી ખાતે ચ્હાની લારી ખાતે આવ્યો હતો અને એક એક કરી દૂધના છ જેટલા કેનમાંથી દૂધની થેલીઓ લઈને રફુચક્કર થઈ ગયો હતો. આજ પ્રમાણે ત્રણ દિવસ અગાઉ પણ અહી દૂધના ત્રણ જેટલા કેનમાંથી દૂધની થેલીઓ ગાયબ થઈ હતી.

લ્યો બોલો! ભાયલીના લોકોને એ જ નથી ખબર કે નેતા ગામમાં છેલ્લે ક્યારે આવેલા!

અજાણ્યા તસ્કરની દૂધ ચોરી કરવાની આ ફિતરત નજીકમાં જ લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે ત્યારે ચ્હાની લારી ધારક ગરીબ દંપત્તિ એ ભીની આંખો એ પોલીસ પાસે મદદની ગૂહાર લગાવી છે.

આ છે દેશની સૌથી સસ્તી એન્જિનિયરિંગ કોલેજો, એડમિશન મળ્યું તો તમારી નોકરી પાક્કી!

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More