રવિ અગ્રવાલ/વડોદરા: શહેરના ફતેગંજ બ્રિજ પર કારે ટક્કર માર્યા પછી ડમ્પર ફરી વળતા એક્ટિવા ચાલક યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ હતી. અને યુવકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યો હતો.
ડમ્પર યુવક પર ફરી વળતા મોત
આજે બપોરના સમયે ફતેગંજ બ્રિજ પરથી બે યુવક એક્ટિવા પર પસાર થઇ રહ્યા હતા. તે સમયે કાર ચાલકે એક્ટિવાને ટક્કર મારી હતી. જેથી બંને એક્ટિવા ચાલક નીચે પટકાયા હતા. આ સમયે સામેના રોડ પરથી આવી રહેલુ ડમ્પર આદિલ નામના યુવક પરથી ફરી વળ્યું હતું. જેથી તેનું મોત નીપજ્યું હતું. જ્યારે એક્ટિવાની પાછળ બેઠેલો યુવક ઇજાગ્રસ્ત થયો હતો. જેથી તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
લોકોએ રસ્તો બંધ કર્યો
હિટ એન્ડ રનની ઘટનાને પગલે લોકોના ટોળા એકત્રિત થઇ ગયા હતા. અને ફતેગંજ બ્રિજનો રસ્તો બંધ કરી દીધો હતો. અને લોકએ તુરંત પોલીસને જાણ કરી દીધી હતી. લોકો દ્વારા રસ્તો બંઘ કરાતા ટ્રાફિક જામ જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. અને વાહનોની મોટી-મોટી લાઇનો લાગી હતી. પોલીસ આવતા આખરે ટ્રાફિક કંટ્રોલ કરાયો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે