Home> Gujarat
Advertisement
Prev
Next

VADODARA: કરજણના MLA ના પુત્રએ વૃદ્ધને અડફેટે લેતા ઘટના સ્થળે જ નિપજ્યું મોત

જિલ્લાના કરજણ તાલુકાના મેથી ગામ નજીક ભાજપના ધારાસભ્ય અક્ષય પટેલના પુત્ર રિષી પટેલની કારની અડફેટે એક સિનિયર સિટીઝનનું મોત થયું છે. આ મુદ્દે કરજણ પોલીસ દ્વારા ધારાસભ્યનાં પુત્ર સામે ગુનો દાખલ કરીને શોધખોળ આદરી છે. અકસ્માત બાદ સ્થાનિકોના ટોળા એકત્ર થઇ જતા ધારાસભ્યનો પુત્ર ફરાર થઇ ગયો હતો. આ બનાવના પગલે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. જો કે લાંબી ડામાડોળ બાદ આખરે લોકોનાં દબાણને પગલે પોલીસને ગુનો નોંધવાની ફરજ પડી હતી. 

VADODARA: કરજણના MLA ના પુત્રએ વૃદ્ધને અડફેટે લેતા ઘટના સ્થળે જ નિપજ્યું મોત

વડોદરા : જિલ્લાના કરજણ તાલુકાના મેથી ગામ નજીક ભાજપના ધારાસભ્ય અક્ષય પટેલના પુત્ર રિષી પટેલની કારની અડફેટે એક સિનિયર સિટીઝનનું મોત થયું છે. આ મુદ્દે કરજણ પોલીસ દ્વારા ધારાસભ્યનાં પુત્ર સામે ગુનો દાખલ કરીને શોધખોળ આદરી છે. અકસ્માત બાદ સ્થાનિકોના ટોળા એકત્ર થઇ જતા ધારાસભ્યનો પુત્ર ફરાર થઇ ગયો હતો. આ બનાવના પગલે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. જો કે લાંબી ડામાડોળ બાદ આખરે લોકોનાં દબાણને પગલે પોલીસને ગુનો નોંધવાની ફરજ પડી હતી. 

fallbacks

ખાનગી હોસ્પિટલો બાદ હવે સ્મશાનમાં પણ ભ્રષ્ટાચારનો અખાડો, પૈસા આપો સારી સેવા મેળવો

કરજણ તાલુકાનાં મેથી ગામમાં રહેતા નાગજીભાઇ પટેલનું મોત નિપજ્યું છે. તેમના ભાણેજ જિજ્ઞેષ પટેલે જણાવ્યું કે, મારા મારા નાગજીભાઇ મંગળવારે સાંજે 6.30 વાગ્યે મેથી ગામના બસ સ્ટેન્ડ નજીકથી પસાર થઇ રહ્યા હતા. ત્યારે કરજણના ધારાસભ્ય અક્ષય પટેલનો પુત્ર રિષી પુરઝડપે જીપ લઇને પસાર થઇ રહ્યો હતો. તેણે નાગજીભાઇને ટક્કર મારી હતી. મે ફરિયાદ અંગે કહેતા રિષી ભાગી ગયો હતો. રાત્રે 11.30 વાગ્યે મૃતદેહને પોસ્ટમોર્ટ માટે કરજણના સરકારી દવાખાનમાં લઇ જવાયા હતા. 

AHNA એ આક્રોશ ઠાલવતા કહ્યું, કયા દર્દીને ક્યારે રેમડેસિવર આપવું તે સરકાર તબીબો પર છોડે

મૃતક નાગજીભાઇના ભાણેજ જિજ્ઞેશ પટેલ દ્વારા મોડી રાત્રે કરજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી હતી. જિજ્ઞેશ પટેલે કરજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદમાં જણાવ્યું કે, મંગળવારે રાત્રે 8 વાગ્યાની આસપાસ કરજણ તાલુકાના મેથી ગામેથી ગીરીશભાઇ પટેલનો મારા પર ફોન આવ્યો હતો. સમગ્ર ઘટના અંગે તપાસ આદરી છે. અકસ્માત સ્થળેથી કમ્પાસ જીપ કાર ઉભી હતી. કાર ચાલકે નાગજીભઆઇએ અડફેટે લેતા તેમનું મોત નિપજ્યું છે. સ્થાનિક લોકોએ જણાવ્યું કે, અકસ્માત કરનાર ધારાસભ્યનો પુત્ર રિષી પટેલજ  છે. જો કે અકસ્માત બાદ રિષી અને અન્ય બે યુવાનો ફરાર થઇ ગયા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More