Home> Gujarat
Advertisement
Prev
Next

સંસ્કારી નગરીના બાળકો નશાના રવાડે, અંબે સ્કૂલના વિદ્યાર્થીના બેગમાંથી મળી દારૂની બોટલ

Vadodara News : વડોદરાની સમા-સાવલી રોડ પરની  અંબે સ્કૂલમાં વિદ્યાર્થીઓ પાસેથી દારૂની બોટલ, સિગારેટ મળ્યાં... ધોરણ 7ના વિદ્યાર્થી પાસેથી નશાનો સામાન મળતા સસ્પેન્ડ કરાયા... ચારેય વિદ્યાર્થીનું કાઉન્સિલિંગ કરવા વાલીઓની માગ... 
 

સંસ્કારી નગરીના બાળકો નશાના રવાડે, અંબે સ્કૂલના વિદ્યાર્થીના બેગમાંથી મળી દારૂની બોટલ

Liquor In School રવિ અગ્રવાલ/વડોદરા : વડોદરાના સિંધરોટમાં ઝડપાયેલી ડ્રગ્સ ફેક્ટરીનો કિસ્સો હજી તાજો જ છે. ત્યારે સંસ્કારી નગરીના બાળકો નશાના રવાડે ચઢ્યા છે. વડોદરાના સમા સાવલી રોડની અંબે વિદ્યાલયના વિદ્યાર્થીઓની બેગમાંથી દારૂ મળી આવ્યો છે. ધોરણ 7ના 4 વિદ્યાર્થીઓ દારૂની બોટલ અને સિગારેટ સાથે પકડાયા હતા. ત્યારે અન્ય વાલીઓએ વિદ્યાર્થીઓ સામે પગલાં ભરવા મેનેમેન્ટને રજૂઆત કરી હતી. રજૂઆતના અંતે સંચાલકે ચાર વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કર્યા છે. ત્યારે વિદ્યાર્થીઓ દારૂની બોટલ અને સિગારેટ ક્યાંથી લાવ્યા તે તપાસનો વિષય બન્યો છે. 

fallbacks

વડોદરાની સમા-સાવલી રોડની અંબે વિદ્યાલયના વિદ્યાર્થીઓની બેગમાંથી દારૂ મળી આવતા ચકચાર મચી ગઈ છે. ધોરણ 7ના 4 વિદ્યાર્થીઓ પાસેથી દારૂની બોટલ અને સિગારેટ મળી આવ્યા હતા. ત્યારે અન્ય વાલીઓએ વિદ્યાર્થીઓ સામે પગલાં ભરવા મેનેજમેન્ટને રજૂઆત કરી હતી. જેના બાદ સંચાલકે ચાર વિદ્યાર્થીઓને શાળામાંથી સસ્પેન્ડ કર્યા છે. જોકે, આ મામલે અન્ય વાલીઓએ અનેક સવાલો કર્યા હતા. વિદ્યાર્થીઓ દારૂની બોટલ અને સિગારેટ ક્યાંથી લાવ્યા તે અંગે તપાસ કરવા જણાવ્યું છે.

વિદ્યાર્થીનું કાઉન્સેલિંગ કરાવો - વાલી 
પ્રાપ્ત માહિતી અનુસાર, વડોદરાની સમા-સાવલી રોડ પર અંબે સ્કૂલમાં વિદ્યાર્થીઓ પાસેથી દારૂ મળવાના મામલે સ્કૂલના અન્ય વિદ્યાર્થીઓના વાલીઓએ સ્કૂલમાં રજૂઆત કરી હતી. આ વિશે સ્કૂલના વાલી પૂર્વ પટેલે જણાવ્યું કે, ભૂલ કરનાર બાળકોનું કાઉન્સિલિંગ થવું જોઈએ. પોલીસને જાણ કરી દારૂ અને સિગારેટ ક્યાંથી આવી તે તપાસ કરવી જોઈએ. વાલીઓ માટે આ ઘટના ચિંતાનો વિષય છે. ગુજરાતમાં સ્કૂલ સુધી નશાનું કલ્ચર ઘૂસ્યું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More