Home> Gujarat
Advertisement
Prev
Next

વડોદરા : લવ જેહાદમાં કાર્યવાહી થતા જ સમીરનો પરિવાર ઘર બંધ કરી ફરાર થયો

વડોદરા : લવ જેહાદમાં કાર્યવાહી થતા જ સમીરનો પરિવાર ઘર બંધ કરી ફરાર થયો
  • મટનની લારી ચલાવતા સમીરે શિક્ષિકા યુવતીને મોટો ટ્રાન્સપોર્ટર હોવાની ઓળખ આપી હતી, સમીરના ફોનમાંથી પીડિતાના બીભત્સ ફોટા મળ્યા
  • પોલીસે શહેરના 50થી વધુ કાજી અને મૌલવીને કડક સૂચના આપી, લવજેહાદના પ્રકરણમાં મદદ કરશો તો કાયદાકીય કાર્યવાહી થશે

રવિ અગ્રવાલ/વડોદરા :વડોદરામાં ફરી એકવાર લવ જેહાદ (love jihad) નો કિસ્સો સામે આવ્યો છે. ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ કાયદા હેઠળ રાજ્યનો પહેલો ગુનો દાખલ થયો છે. કાયદા મુજબ યુવકને મદદ કરનાર પરિવાર અને મિત્રો સામે પણ ગુનો નોંધાયો છે. ત્યારે પોલીસે સમીર કુરેશી સહિત તેના ઘરના સભ્યો મળી 6 શખ્સોને આરોપી બનાવ્યા છે. જોકે, યુવતીને ખ્રિસ્તી યુવકની ઓળખ આપીને ફસાવનાર સમીર પકડાઈ ગયો છે, પણ તેનો આખો પરિવાર ઘર બંધ કરી ફરાર થયો છે. 

fallbacks

સમીરના ફોનમાંથી બિભત્સ ફોટા મળ્યા

મટનની લારી ચલાવતા સમીરે શિક્ષિકા યુવતીને મોટો ટ્રાન્સપોર્ટર હોવાની ઓળખ આપી હતી. તેણે યુવતી સાથે વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. જેના બાદ બે વખત યુવતી ગર્ભવતી પણ થઈ હતી. યુવતીનું એબોર્શન કરાવ્યું હતું. તેથી પોલીસ શિક્ષિકાનો ગર્ભપાત કરનાર ડોક્ટરની પણ પૂછપરછ કરશે. સમીરના ફોનમાં પીડિતા શિક્ષિકા સાથેના બીભત્સ ફોટા પણ પોલીસને મળી આવ્યા છે. 

આ પણ વાંચો : અનાથાશ્રમના પગથિયા પાસે નીરજને પરિવાર તરછોડી ગયો હતો, હવે અમેરિકન દંપતી ઉછેરશે

લવ જેહાદમાં મદદ ન કરવા પોલીસની કડક સૂચના

વડોદરામાં પહેલો કેસ નોંધાતા પોલીસ પણ એક્શન મોડમાં આવી છે. કાયદાના અમલ સાથે જ પોલીસે શહેરના 50થી વધુ કાજી અને મૌલવીને કડક સૂચના આપી છે. પોલીસ કહ્યું કે, લવજેહાદના પ્રકરણમાં મદદ કરશો તો કાયદાકીય કાર્યવાહી થશે. 

સમીરના પિતાની મટનની દુકાન તોડી પડાઈ 

સમીર કુરેશીના પિતાની તરસાલીમાં આવેલી માંસ મટનની દુકાન ચલાવે છે. વર્ષોથી તેઓ ગેરકાયદે રીતે ધંધો કરે છે. ત્યારે તેમની કેબીનને તોડી પડાઇ હતી. પુત્રનું  લવજેહાદના કિસ્સામાં બહાર આવતા જ પરિવાર સામે પણ ફરિયાદ થઈ છે. તેથી તેના પિતાની ગેરકાયદે કેબિન દૂર કરવા માટે તાત્કાલિક કાર્યવાહી કરવા ફરિયાદ કરી હતી અને તેના કારણે આ બંધ કેબીન પર તેમની હાજરીમાં જ જેસીબી ફરી વળ્યું હતું.

પીડિતાને કેવી રીતે ફસાવી હતી

પીડિતા સોશિયલ મીડીયાના માધ્યમથી સમીર અબ્દુલ કુરેશી નામના સંપર્કમાં આવી હતી. યુવકે યુવતીની સામે ધર્મ છુપાવ્યો હતો. તેણે યુવતીને ખ્રિસ્તી ધર્મનું હોવાનું કહ્યું હતું. તેણે યુવતીને પોતે માર્ટીન સેમ નામ હોવાનું જણાવ્યું હતું. યુવતીને હોટલમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતુ. જેના બાદ યુવતીના મોબાઈલમાં વીડિયો અને ફોટા ઉતાર્યા હતા. આ બતાવીને યુવકે અવાર નવાર તેને બ્લેક મેઇલ કરી હતી. તેણે યુવતી સાથે વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. જેના બાદ બે વખત યુવતી ગર્ભવતી પણ થઈ હતી. યુવતીનું એબોર્શન કરાવ્યું હતું. તેમજ તેના બાદ યુવતી સાથે બળજબરીપૂર્વક લગ્ન પણ કર્યા હતા. યુવતીએ હિન્દુ ધર્મ છોડવાની ના પાડી હતી, તેથી યુવકે તેને ધર્મ અપનાવવા દબાણ કર્યું હતું. તેણે યુવતીનું નામ બદલીને મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા દબાણ કર્યું હતું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More