Home> Gujarat
Advertisement
Prev
Next

Vadodara: સાવલીના ગોઠડા ગામ નજીક કંપનીમાં ભીષણ આગ, અનેક કર્મચારીઓ ફસાયા હોવાની આશંકા

વડોદરાના સાવલીના ગોઠડા ગામ નજીક એક કંપનીમાં મધરાતે ભીષણ આગ લાગી છે. આગ લાગવાથી કંપનીમાં સતત વિસ્ફોટ થઈ રહ્યા છે. ફાયરના જવાનો ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને આગને કાબૂમાં લેવાના સતત પ્રયત્નો ચાલુ છે. 

Vadodara: સાવલીના ગોઠડા ગામ નજીક કંપનીમાં ભીષણ આગ, અનેક કર્મચારીઓ ફસાયા હોવાની આશંકા

રવિ અગ્રવાલ, વડોદરા: વડોદરા (Vadodara) ના સાવલી (Savli) ના ગોઠડા ગામ નજીક એક કંપનીમાં મધરાતે ભીષણ આગ લાગી છે. આગ (Fire) લાગવાથી કંપનીમાં સતત વિસ્ફોટ થઈ રહ્યા છે. ફાયરના જવાનો ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને આગને કાબૂમાં લેવાના સતત પ્રયત્નો ચાલુ છે. પોલીસ દ્વારા હાલ સાવલીથી વડોદરા સુધીનો મુખ્ય માર્ગ બંધ કરાયો છે. આગ લાગવાથી કંપનીમાં બ્લાસ્ટ થયો હતો. જેમાં કંપનીમાં કામ કરતા 6 કર્મચારીઓ આગમાં દાઝ્યા છે. જેમાંથી 4 કર્મચારીઓને સારવાર માટે સયાજી હોસ્પિટલ ખસેડાયા છે. તો 2 કર્મચારીઓને સાવલીમાં જ સારવાર અપાઈ રહી છે.  

fallbacks

મળતી માહિતી મુજબ સાવલી (Savli) ના ગોઠડા ગામ પાસે આવેલી શિવમ પેટ્રો કેમિકલ કંપનીમાં મધરાતે બેથી અઢી વાગ્યાની આસપાસ ભીષણ આગ (Fire) લાગી. આગ લાગવાના કારણે  કંપનીમાં સતત વિસ્ફોટ થઈ રહ્યા છે. આ ઘટનામાં 6 કર્મચારી દાઝ્યા હોવાના અહેવાલ છે. જેમાંથી 4ને સારવાર માટે સયાજી હોસ્પિટલ ખસેડાયા જ્યારે 2 ઘાયલ વ્યક્તિ સાવલીમાં જ સારવાર હેઠળ છે.  

આ પણ વાંચો : કોરોનાનું 365 દિવસનું સરવૈયું, બદલાયું કંઈ નહિ, પણ બમણા જોરથી ફરી પાછો આવ્યો કોરોના 

અનેક કર્મચારીઓ કંપનીમાં ફસાયા હતા. તેમને ફાયર બ્રિગેડની ટીમે મહામહેનતે બહાર કાઢ્યા હતા. આગ એટલી વિકરાળ હતી કે, કંપનીની આસપાસના રહેણાંક લોકોના ઘર ખાલી કરાવ્યા હતા. તો આગ લાગ્યા બાદ શિવમ પેટ્રોકેમ કંપનીના સુપરવાઈઝરની પોલીસે પૂછપરછ કરી હતી. તો સાથે જ સિક્યોરિટી ગાર્ડને પણ પોલીસે પૂછપરછ માટે બોલાવ્યો હતો. 

કર્મચારીના પરિવારજનો શોધતા આવ્યા
આગમાં અનેક કર્મચારીઓ ફસાયા હતા. જેમાં કેટલાક કર્મચારીના પરિવારનો તેમને શોધતા કંપની પર આવી ચઢ્યા હતા. ત્યારે વિકરાળ આગ જોઈને તેમની આંખમાં આસુ આવી ગયા હતા. આગની ઘટના જાણ્યા બાદ કંપનીમાં કામ કરતાં ધીરેન્દ્ર ચૌહાણને તેમના સંબંધી શોધવા કંપની પર આવ્યા હતા. કર્મચારીના સંબંધીના આંખમાંથી આંસુ આવી ગયા હતા. ધીરેન્દ્ર ચૌહાણનો સંપર્કના થતાં પરિવારજનો ચિંતિત બન્યા હતા. 

આ પણ વાંચો : ગુજરાતમાં કોરોનાનું એક વર્ષ, 19 માર્ચે રાજકોટમાં આવ્યો હતો પહેલો કેસ

આગના એટલી ભીષણ છે કે ચારેબાજુ ધુમાડાના ગોટેગોટા નજરે ચડી રહ્યા છે. સુરક્ષા કારણોસર આસપાસના રહેણાંક વિસ્તારમાં ઘરો ખાલી કરાવવામાં આવ્યા છે. ફાયર વિભાગના જણાવ્યા મુજબ કંપનીમાં લાગેલી આગ હાલ કાબૂ બહાર છે. ભીષણ આગના કારણે મેજર કોલ જાહેર કરાયો છે. કંપનીમાં ફાયર સેફ્ટીના સાધનો પણ નથી. એવું કહેવાય છે કે  કંપનીએ ફાયર વિભાગ પાસેથી એનઓસી લીધેલી નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More