Vadodara News : સંસ્કારી નગરી વડોદરામાં ફરી એકવાર અસંસ્કારી હરકત થઈ છે. નવરાત્રિના બીજા નોરતે વડોદરાના ભાયલીમાં સગીરા સાથે દુષ્કર્મની ઘટના બની છે. કેટલાક નરાધમો દ્વારા અવાવરૂ જગ્યાએ લઈ જઈ સગીરા પર દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. સગીરાની માતાએ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. હાલ પોલીસના ઉચ્ચ અધિકારીઓ તપાસમાં જોડાયા છે.
શુક્રવારે રાત્રે નવરાત્રિના બીજા નોરતે સગીરા પર દુષ્કર્મની ઘટના બની હતી. આ વિશે માહિતી આપતા જિલ્લા પોલીસ વડા રોહન આનંદે જણાવ્યું કે, સગીર પીડિતા પોતાના મિત્રને રાત્રે 11.30 વાગે મળી હતી. સગીરા મિત્રની સ્કૂટી પર બેસી ભાયલી ગઈ હતી. રાત્રે 12 વાગે બે બાઈક પર સવાર 5 લોકોએ તેમને જોયા હતા. તે સમયે પીડિતા અને તેના મિત્ર સાથે માથાકૂટ કરી હતી. આ દરમિયાન 5 માંથી 2 વ્યક્તિ નીકળી ગયા હતા. પરંતું 2 યુવકોએ પીડિતા સાથે દુષ્કર્મ આચર્યું હતું. 1 યુવકે પીડીતાના મિત્રને પકડી રાખી.
ઓ બાપ રે... ગુજરાત તરફ આવી રહ્યું છે સૌથી મોટું વાવાઝોડું, અંબાલાલે કરી આગાહી
સગીરા પર ગેંગરેપ થયાની જિલ્લા પોલીસ વડાએ પુષ્ટિ કરી છે. તેમણે કહ્યું કે, હાલ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ ગઈ. આરોપીએ 30થી 35 વર્ષના હોવાનું પોલીસનું અનુમાન છે. સગીર પીડિતા પરપ્રાંતીય છે. આ ઘટના ગંભીર છે. સમગ્ર જિલ્લા પોલીસની સાથે શહેર પોલીસ તપાસમાં જોડાઈ છે. પીડિતા ગરબા રમવા નથી ન હતી. તે નોર્મલ ડ્રેસમાં હતી, ચણિયાચોળીમાં નહોતી. પોલીસ માટે ખુબ ચેલેન્જિંગ કેસ છે.
વર્ષ 2019 પણ એક સગીરા પર બળાત્કાર થયો હતો
નવેમ્બર 2019માં 2019માં દુષ્કર્મની ઘટના સામે આવી હતી. 28 નવેમ્બર 2019ના રોજ 14 વર્ષની છોકરી તેના મંગેતર સાથે નવલખી ગ્રાઉન્ડમાં બેઠી હતી. ત્યારે કિશન માથાસુરીયા અને જશો સોલંકી નામના શખસ ત્યાં આવ્યા હતા અને સગીરાના મંગેતરને ધમકાવીને ભગાડી દીધો હતો અને બાદમાં સગીરાને ઝાડીમાં લઈ જઈ સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું. આ બનાવની તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોંપાયા બાદ પોલીસે બંને આરોપીની ધરપકડ કરી હતી. નવલખી કમ્પાઉન્ડમાં સગીર બાળકી પર સામૂહિક બળાત્કાર કરનાર બંને આરોપીઓને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી.
આ નવરાત્રિ નહીં, લવરાત્રિ છે, અંગપ્રદર્શન થાય છે... સ્વામીનારાયણ સ્વામીનુ નિવેદન
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે