ઝી ન્યૂઝ/ બ્યુરો: વલસાડમાં ગુજરાત ક્વીનમાં નવસારીની વિદ્યાર્થિની કરેલા આપઘાત પ્રકરણમાં 21 દિવસ બાદ પણ હજી પણ પોલીસની તપાસ ઠેરની ઠેર છે. આ કેસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાંચ, વડોદરા ક્રાઇમ બ્રાંચ, રેલવે પોલીસ, વલસાડ પોલીસ અને ગોત્રી પોલીસ સહિતની એજન્સીઓ આ કેસની તપાસમાં લાગી છે. આ ઉપરાંત આ કેસની તપાસ માટે SITની પણ રચના પણ કરવામાં આવી છે. સી.આઈ.ડી અને રેલવે આઈ.જી.પી સુભાષ ત્રિવેદીની આગેવાનીમાં સીટની રચના કરવામાં આવી છે. એટલું જ નહીં, SITની સીટમાં 6 સિનિયર અધિકારીઓની સુપરવીઝન હેઠળ તપાસ કરાવવાનો નિર્ણય કરાયો છે.
દુષ્કર્મ મામલે રેલવે SP દ્વારા આજે એક પ્રેસ કોન્ફરન્સ કરાઈ છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, આ કેસને ઉકેલવા માટે DGP દ્વારા SITની રચના કરવામાં આવી છે. અત્યાર સુધી અમે આ કેસમાં ટેક્નિકલ સર્વેલન્સ કરી 250 cctv કેમેરાના વીડિયો ચેક કર્યા છે. જ્યારે 300થી વધુ ગુનેગારોની પૂછતાછ પણ કરવામાં આવી છે. તેમણે ભાર મૂકતા જણાવ્યું કે નવસારીની યુવતીનું રિક્ષામાં અપહરણ થયું હતું. જેના કારણે તેને પકડી પાડવા માટે વડોદરા તેમજ આસપાસ 1000થી વધુ રીક્ષા ચાલકોના નિવેદન લેવાયા છે. દુષ્કર્મનો બનાવ સાંજના 6 30 વાગ્યે બન્યો હતો. આ કેસને ઉકેલવા માટે વડોદરાના વેક્સિન ઇન્સ્ટિટ્યૂટ ગ્રાઉન્ડની આસપાસની સોસાયટીઓમાં લોકોના ઘરે ઘરે ફરીને તપાસ કરાઈ રહી છે. આ ઘટનાની ગૂંથ્થીને ઝડપથી તેનો ભેદ ઉકેલવા SIT ની રચના કરાઈ છે.
રેલવે SPએ વધુમાં જણાવ્યું હતું કે, પોલીસ સતત ગુનેગારોને પકડવા તમામ પ્રયાસ કરી રહી છે. જો પીડિતા જીવિત હોત તો ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો હોત. બીજી તરફ તેમણે ઉમેર્યું હતું કે, ઓએસીસ સંસ્થા તરફથી હાલ સારો સહકાર મળી રહ્યો છે. આ ઘટના 29મી એ બન્યો હતો અને આપઘાત ત્રણ તારીખે કર્યો હતો. ડાયરીનું પાનું ફાટ્યું તે અંગે સવાલ પુછતા તેમણે જણાવ્યું હતું કે, હાલ તેના કોઈ પુરાવા નથી મળ્યા પણ તપાસ ચાલું છે. ભોગ બનનાર દીકરીએ પોતાની ડાયરીમાં વેદના વ્યક્ત કરી હતી. યુવતી જે સંસ્થામાં કામ કરતી હતી તેના ટ્રસ્ટીએ ફાટેલા પાનાંનો ફોટો પોલીસને સુપરત કર્યો છે.
તેમણે ઉમેર્યું હતું કે, ટ્રેનના ડબ્બામાં યુવતીના હાથ, સાથળ અને પગના ભાગે ઇજાઓ પહોંચેલી હતી, જેના કારણે તેનો રિપોર્ટ કરવામાં આવ્યો હતો. રિપોર્ટના આધારે યુવતી સાથે દુષ્કર્મ થયાનું પુરવાર થયું હતું. પરંતુ હાલ આરોપી સુધી પહોંચાય તેવા હાલ કોઈ પુરાવા મળ્યા નથી.
વડોદરા સામુહિક બળાત્કાર કેસમાં SITની રચના કરાઈ
આરોપીઓને ઝડપી પાડવા એસ.આઇ.ટી ની ટીમમાં વડોદરા રેલવે એસ.પી પરીક્ષિતા રાઠોડ, ડીસીપી ક્રાઇમ જયદીપસિંહ જાડેજા, રેલવે ડીવાયએસપી બી.એસ.જાધવ, વડોદરા રેલવે પી.આઈ.એ.બી.જાડેજા, સુરત રેલવે પી.આઈ કે.એમ ચૌધરી, વલસાડ રેલવે પી.એસ.આઈ જે.બી.વ્યાસ નો સમાવેશ કરવામાં આવ્યો છે. ગઈકાલે (મંગળવારે) સાંજે SITના ગઠન બાદ રાત્રે વેકસીન મેદાન કે જ્યાં સામુહિક બળાત્કાર થયો હતો ત્યાં તપાસ શરૂ કરાઈ હતી. જોકે પોલીસને આજે યુવતીની આત્મહત્યાના 21માં દિવસે પણ આરોપીઓને પકડવામાં સફળતા મળી નથી. આજે રેલવે ઓફિસ ખાતે SITના અધિકારીઓ મીટિંગ યોજશે.
LRD અને PSI ભરતીને લઈ મોટા સમાચાર, આ તારીખથી ડાઉનલોડ કરી શકાશે કોલ લેટર
રેલવે પોલીસની તપાસમાં પોલીસની અનેક ટીમો દ્વારા 250થી વધારે સીસીટીવી કેમેરા, મોબાઇલ લોકેશન, 1000થી વધુ રિક્ષાડ્રાઇવરો સહિત 800 લોકોની પૂછપરછ કરી હતી, પરંતુ નરાધમોની કોઇ કળી પોલીસને સાપડી નહિ. ઘટનાના 21 દિવસ બાદ આ મામલે સી.આઇ.ડી ક્રાઇમ, રેલવેના પોલીસ મહાનિર્દેશક દ્વારા 9 સિનિયર પોલીસ અધિકારીઓની પસંદગી કરી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરાઈ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે