Vadodara News : એક તરફ મોદી સરકાર મુસ્લિમો માટેના વકફ કાયદામાં સુધારો કરવા જઇ રહી છે. વકફ બોર્ડની અમર્યાદિત શક્તિઓ પર કાપ મૂકવાન પ્રયાસનો ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે. ત્યારે ગુજરાત વિધાનસભાના દંડક બાળકૃષ્ણ શુક્લનો એક ચોંકાવનારો વીડિયો વાયરલ થયો છે. વડોદરામાં ગણેશ વિસર્જનના કાર્યક્રમમાં વિધાનસભા દંડક બાળુ શુક્લ મૌલવીને પગે પડ્યા હતા. અપરાધિક ઈતિહાસ ધરાવતા ભોલુ બાપુને ચરણ સ્પર્શ કરતા હોબાળો મચ્યો છે.
બાળુ શુક્લ મૌલવીને પગે પડ્યા
વડોદરામાં જુનીગઢીના પ્રખ્યાત શ્રીજી વિસર્જનનું ગતરોજ આયોજન કરાયું હતુ. આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. આ વિસર્જનયાત્રામાં શહેરના અનેક રાજકીય અગ્રણીઓ જોડાયા હતાં. જેમા એક ગુજરાત વિધાનસભાના દંડક બાળકૃષ્ણ શુક્લ પણ હતા. જુનીગઢીના શ્રીજીનું સ્વાગત કરવા માટે જુનીગઢીના મૌલવી ભોલુ બાપુ પણ સમાજના અગ્રણીઓ સાથે ઉભા હતાં. ત્યારે ભોલુ બાપુએ બાળકૃષ્ણ શુક્લનું શાળ ઓઢાડીને સન્માન કર્યું હતું. જેના બાદ બાળુ શુક્લ મૌલવીને પગે પડ્યા હતા. આ નજારો કેમેરામાં કેદ થયો હતો.
જવું જવુ કરતા ચોમાસા અંગે આવી નવી ખબર, શું આ દિવસે થશે ચોમાસાની વિદાય, પરેશ ગોસ્વામીની આગાહી
વીડિયો વાયરલ થયો, ભાજપા અને સંઘ ક્ષોભજનક સ્થિતિમાં મુકાયું
વિસર્જન યાત્રામાં બાળુ શુક્લએ ભોલુ બાપુને પગે લાગીને નમન કર્યા હતા. તો હવે આ મામલે રાજકીય માહોલ ગરમાયો છે. બાળુ શુક્લ ભોલુ બાપુને પગે પડતાં BJP-RSS માં ચર્ચા વહેતી થઈ છે. વિવાદિત ભોલુ બાપુને પગે પડતાં બાળુ શુક્લનો વીડિયો વાયરલ થયો છે. બાળુ શુક્લ RSS નાં ચુસ્ત કાર્યકર રહી ચુક્યા છે. તેઓ વડોદરાની રાવપુરા બેઠકનાં ધારાસભ્ય છે. ત્યારે આ ઘટનાથી ભાજપા અને સંઘ ક્ષોભજનક સ્થિતિમાં મુકાયું ગયું છે.
હાલમાં જ બાળુ શુક્લનો થયો હતો વિરોધ
વડોદરા શહેરમાં પૂરના પાણી ઓસર્યા બાદ પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે પહોંચેલા નેતાઓ સ્થાનિક નાગરિકોના રોષનો ભોગ બની રહ્યા છે. શહેરના સમા વિસ્તારમાં આવેલ અજીતાનગર સોસાયટીમાં પહોંચેલા વિધાનસભાના દંડક બાળુ શુક્લ અને શહેર ભાજપ પ્રમુખ ડો. વિજય શાહનો સ્થાનિક રહીશોએ રીતસરનો ઉધડો લેતા બન્ને નેતાઓએ ચાલતી પકડી હતી.
ઓ બાપ રે... સિંગતેલ, કપાસિયા તેલના ભાવમાં અઠવાડિયામાં બીજીવાર વધારો, સરકાર કંઈક તો ક
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે