Home> Gujarat
Advertisement
Prev
Next

વડોદરા MS યુનિના વિદ્યાર્થીઓએ શાકભાજી વેચી કર્યો માસ પ્રમોશનનો વિરોધ

આજે શહેરના કાલાઘોડા સર્કલ (Kalaghoda Circle) ખાતે MS યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ માસ પ્રમોશન સામે વાંધો ઉઠાવતા અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો.

વડોદરા MS યુનિના વિદ્યાર્થીઓએ શાકભાજી વેચી કર્યો માસ પ્રમોશનનો વિરોધ

હાર્દિક દિક્ષિત, વડોદરા: કોરોનાકાળ (Coronavirus) માં છેલ્લા બે વર્ષથી કોલેજના વિદ્યાર્થીઓ એક પણ દિવસ કોલેજ કે કલાસરૂમ જોયો નથી. ત્યારે રાજ્ય સરકાર દ્વારા કોલેજના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાની વિચારણા ચાલી રહી છે. સરકાર (Government) ની આ વિચારણા સામે વિશ્વ વિખ્યાત MS યુનિવર્સિટી (MS University) માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

fallbacks

આજે શહેરના કાલાઘોડા સર્કલ (Kalaghoda Circle) ખાતે MS યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ માસ પ્રમોશન સામે વાંધો ઉઠાવતા અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો. વિદ્યાર્થીઓ (Student) કાલાઘોડાથી ફતેહગંજ તરફ જવાના મુખ્ય માર્ગની ફુટપાથ પર શાકભાજીની દુકાન લગાવી બેનર પોસ્ટર (Poster) સાથે બેસી ગયા હતા ત્યારે ત્યાંથી પસાર થતા રાહદારીઓનું ધ્યાન આ શાકભાજી વેચતા વિદ્યાર્થીઓ પર પડતા લોકો પણ આશ્ચર્યમાં મુકાયા હતા.

હમ નહી સુધરેગેં: વરઘોડામાં કોરોનાની ગાઇડલાઇનના ધજાગરા, સોશિયલ મીડિયા પર વીડિયો થયો વાયરલ

ફુટપાથ પર બેસી શાકભાજી વેંચતા MS યુનિવર્સિટી (MS University) ના વિદ્યાર્થીઓએ ઝી મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે જો સરકાર (Government) દ્વારા વિદ્યાર્થીઓને માસ પ્રમોશન (Mass Promotion) આપવામાં આવશે તો તમામ વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમાશે. માર્કશીટ પર માસ પ્રમોશન (Mass Promotion) નો સિક્કો વાગતાની સાથે જ માર્કશીટની કોઈ કિંમત નહીં રહે અને એ ફક્ત એક કાગળ બનીને રહી જશે.

કોર્પોરેટરના ઘરની બહાર નોનવેજ ભરેલું ડસ્ટબીન ઠાલવ્યું, 'કહ્યું કે આ અમારો વિરોધ છે...'

ભવિષ્યમાં જો કોઈ વિદ્યાર્થી સારી નોકરી મેળવવા જશે તો માસ પ્રમોશનના કારણે નોકરી મેળવવામાં પણ ભારે મુશ્કેલી સર્જાશે. જો કોરોના કાળમાં ચૂંટણી યોજાઈ શકતી હોય તો પરીક્ષા કેમ નહીં તેવો સણસણતો સવાલ વિદ્યાર્થીઓએ સરકારને પૂછ્યો હતો.

તેલ ભરેલું ટેન્કર પલટી મારતાં તેલની નદી વહી, લોકોએ રીતસર ચલાવી લૂંટ

ભવિષ્યમાં માસ પ્રમોશનના કારણે નોકરી મેળવવામાં મુશ્કેલી ઉભી થશે. ત્યારે વિદ્યાર્થીઓ બેરોજગાર બનશે. જેના કારણે જ આ વિદ્યાર્થીઓએ અત્યારથી ભવિષ્યનો વિચાર કરી ફુટપાથ પર બેસી શાકભાજીનો વ્યવસાઈ શરૂ કરવા મજબૂર બન્યા છે અને આના માટે તેઓ સરકાર (Goverment) ને જવાબદાર ઠેરવી રહ્યા છે. માસ પ્રમોશનનો વિરોધ કરી રહેલા આ વિદ્યાર્થીઓમાં પરીક્ષા માટે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા અથવા ઓનલાઈ પરીક્ષા (Online Exam) લેવાય તેવી માંગ ઉઠી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More