MS University વડોદરા : વડોદરાની એમએસ યુનિવર્સિટીના આર્ટસ ફેકલ્ટીનો એક વીડિયો હાલ ચર્ચા જગાવી રહ્યો છે. MSU ની આર્ટસ ફેકલ્ટીના ગુંબજની ટોચ પર ચઢીને એક યુવાને જોખમી સ્ટંટ કર્યાં છે. આર્ટસ ફેકલ્ટીના પ્રેમાનંદ હોલના ગુંબજ પર ચઢીને યુવકે જોખમી રીલ બનાવી હતી. આ ગુંબજની ઊંચાઈ જોઈ ભલભલાનો પરસેવો છૂટી જાય, ત્યાં એક રીલ બનાવવાના ચક્કરમાં યુવક 144 ફૂટની ઊંચાઈએ પહોંચ્યો હતો. ત્યારે આટલી ઊંચાઈ પર યુવક કેવી રીતે તે સૌથી મોટો સવાલ છે. જો રીલ બનાવતી વેળાએ યુવક નીચે પટકાયો હોય તો ?
FYBAમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી સમીર પઠાણ સોશિયલ મીડિયા પર રિલ્સ બનાવવા માટે પોતાનો જીવ જોખમમાં મૂક્યો હતો અને આર્ટસ ફેકલ્ટીનાં પ્રેમાનંદ હોલના સૌથી ઊંચા ગુંબજ પર ચઢી ગયો હતો. હાલ આ રીલ યુનિવર્સિટીમાં ચર્ચાનો વિષય બની છે. આ વીડિયોથી યુનિવર્સિટીનું તંત્ર દોડતું છે. આ વીડિયો એટલો જોખમી છે કે તેને જોઈને રુંવાડા ઉભા થઈ જાય. હાલ આ વિદ્યાર્થીની તપાસ કરવા માટે ડીનને સૂચના આપી દેવાઇ છે. વિદ્યાર્થીની ઓળખ થયા બાદ તેની સામે પગલા ભરવામાં આવશે.
ગુજરાતમાં મોન્સૂન રિટર્ન : અંબાલાલ પટેલની આગાહી, આ જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ
સાથે જ યુવક આટલી ઉંચા ગુંબજ પર કેવી રીતે ચઢ્યો તે મોટો સવાલ છે. એ સમયે સિક્યોરિટી શું કરતી હતી. કારણ કે, ગુંબજમાં જવાના પ્રવેશદ્વાર બંધ હોય છે, ત્યારે યુવક આખરે અંદર પહોંચ્યો કેવી રીતે. તેમજ ત્યાં સુધી પહોંચવાનો કોઈ જ રસ્તો નથી, તો પછી આખરે તે ચઢ્યો કેવી રીતે.
વડોદરા : જીવના જોખમે યુવાનો બનાવી રહ્યા છે રીલ્સ, MS યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટીના ગુંબજ સુધી પહોંચ્યો આ શખ્સ..#vadodara #stunt #reels #viral #viralvideo #ZEE24kalak pic.twitter.com/bv0pQM9mj1
— Zee 24 Kalak (@Zee24Kalak) September 11, 2023
હાલ આ વિદ્યાર્થીને લઈને યુનિવર્સિટીનું તંત્ર અંધારામાં છે. કારણ કે, વિદ્યાર્થી પર ડિસીપ્લીનરી પગલા લેવામાં આવશે. ફેકલ્ટી લેવલે ડિસિપ્લિનરી કમિટી બનશે અને વિદ્યાર્થીની પૂછપરછ કરીને તેની સામે પગલા લેવામાં આવશે તેવું યુનિવર્સિટીના પીઆર લકુલીશ ત્રિવેદીએ જણાવ્યું.
હાલ જોખમી રીલ બનાવનાર વિદ્યાર્થી સમીર પઠાણને ફેકલ્ટી ડીન દ્વારા તેડું મોકલવામાં આવ્યું છે. ડીન દ્વારા જોખમી રીલ બનાવનાર સમીર પઠાણને ઠપકો આપી માફી પત્ર લખાવાશે.
ગ્રાહક સાથે વાત કરતા કરતા યુવકને આવ્યો હાર્ટએટેક, આફ્રિકામાં ગુજરાતી યુવકનું મોત
1880 માં 8.50 લાખના ખર્ચે આ બિલ્ડિંગ બન્યું હતું. જે ઇંગ્લીશ મુળાક્ષર E જે એજયુકેશનનો પ્રથમ અક્ષર છે તેના જ આકારમાં મહારાજા સયાજીરાવ ગાયકવાડે બિલ્ડિંગ તૈયાર કરાવ્યું હતું. આ ડોમ એશીયામાં સૌથી મોટો બીજા નંબર છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે