Home> Gujarat
Advertisement
Prev
Next

ઘરકામ બાબતે વડોદરામાં ખેલાયો લોહિયાળ જંગ, લોખંડની કોષ મારી પતિએ પત્નીને પતાવી દીધી!

પતિના હુમલામાં ઈજાગ્રસ્ત પત્નીને લોહીલુહાણ હાલતમાં સયાજી હોસ્પિટલ સારવાર અર્થે લઈ જવાઈ, જ્યાં તબીબે મૃત જાહેર કરી. બે સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી

ઘરકામ બાબતે વડોદરામાં ખેલાયો લોહિયાળ જંગ, લોખંડની કોષ મારી પતિએ પત્નીને પતાવી દીધી!

રવિ અગ્રવાલ/વડોદરા: જિલ્લાના વાઘોડિયા ખાતે બે બાળકો અને પતિ સાથે પિતાના ઘરે પિયરમાં વેકેશન માણવા આવેલ દીકરી જમાઈ વચ્ચે ઘરકામ બાબતે ઝઘડો થતા પતિએ ખેલ્યો ખૂની ખેલ અને પત્નીનું ઢીમ ઢાળી દેતા બે નાના માસુમ બાળકોએ માતાની છત્રછાયા ગુમાવી સાથે હત્યારા પિતાને જેલના સળિયા પાછળ ધકેલી દેતા પિતાની પણ હૂંફ બાળકોને ગુમાવવાનો વારો આવ્યો છે.

fallbacks

ગુજરાતમાં વરસાદ ખેંચાશે? ક્યારે થશે ચોમાસાનું આગમન, અંબાલાલ પટેલે કેમ બદલી આગાહી!

વાઘોડિયા તાલુકાના શ્રીપોર ટીંબી ગામમાં મગનભાઈ ચતુરભાઈ તડવી પરિવાર સાથે રહે છે અને મજુરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. આઠ દિવસ પહેલા મગનભાઈ તડવીની આણંદ જિલ્લાના વહેરાખાડી ગામમાં પરણાવેલી 35 વર્ષિય દીકરી સોનલબેન ઉર્ફે હિનાબેન મકવાણા તેના બે બાળકો અને પતિ પૂનમ મકવાણા સાથે વેકેશન મનાવવા માટે આવી હતી. 

Mock Drill LIVE Updates: અમદાવાદ-ગાંધીનગર સહિત દેશના 6 રાજ્યોમાં મોકડ્રીલ; પાકિસ્તાનમાં તણાવ! સાંજે થશે બ્લેકઆઉટ 

પિતાના ઘરે વેકેશન માણવા આવેલી દિકરી અને જમાઈ વચ્ચે સામાન્ય ઘરકામ બાબતે ઝઘડો થયો હતો. આ ઝઘડામાં આક્રોશની સીમા ઓળંગી ગયેલા પતિએ પત્નીના માથામાં લોખંડની કોષ મારી મોતને ઘાટ ઉતારી દેતાં સનસનાટી મચી ગઈ હતી. આ બનાવ અંગે સસરાએ જમાઈ સામે વાઘોડિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગણતરીના કલાકોમાં હત્યારા પતિની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.

બોલરોના છોતરા કાઢી નાખતો મહેસાણાનો આ છોકરો બનશે ગુજરાતનો ઉભરતો ક્રિકેટ સ્ટાર, PHOTOs

પતિ પુનમ મકવાણા અને પત્ની સોનલ વચ્ચે ઘરકામ જેવી સામાન્ય બાબતે ઝઘડો થયો હતો. ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતાં આવેશમાં આવી ગયેલા પુનમ મકવાણાએ પત્ની સોનલના માથામાં લોખંડની કોષ મારી દીધી હતી. જેથી લોહી લુહાણ હાલતમાં સોનલને તાત્કાલિક સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સ મારફતે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તબીબોએ સોનલ બેનને મૃત જાહેર કર્યા હતા.

ગુજરાતના નળ સરોવરનું ખાસ મહેમાન બન્યું વિશ્વનું સૌથી દુર્લભ પક્ષી ‘સબાઇનનો ગુલ’

દરમિયાન આ ઘટના અંગે મગનભાઈ તડવીએ દીકરી સોનલની હત્યા કરનાર જમાઈ પુનમ બેચરભાઈ મકવાણા વિરુદ્ધ વાઘોડિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે હત્યાનો ગુનો નોંધી ફરિયાદના આધારે હત્યારા પતિ પૂનમ મકવાણાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More