Home> Gujarat
Advertisement
Prev
Next

વ્યક્તિના કપાળમાં ઘૂસી ગયું તીર, પાડોશીએ ગુસ્સામાં અર્જુનની જેમ નિશાન તાક્યું

Arrow Penetrated Forehead : છોટાઉદેપુરમાં પાડોશીએ ધનુષ-બાણથી હુમલો કરતાં વ્યક્તિના કપાળમાં તીર ઘૂસી ગયું... મગજ-આંખની નસો સુધી પહોંચી ગયું, 3 કલાક ઓપરેશન કરાયું
 

વ્યક્તિના કપાળમાં ઘૂસી ગયું તીર, પાડોશીએ ગુસ્સામાં અર્જુનની જેમ નિશાન તાક્યું

Arrow Penetrated Forehead : વડોદરાની સયાજી હોસ્પિટલમાં એક વિચિત્ર કેસ સામે આવ્યો. સયાજી હોસ્પિટલમાં એક યુવક કપાળમાં ખૂંપાયેલા તીર સાથે આવ્યો હતો. જે જોઈને તબીબો પણ ચોંકી ઉઠ્યા હતા. મહાભારત-રામાયણમાં જેમ બાણવીરો નિશાન તાકતા તેમ તીર બરાબર કપાળની વચ્ચોવચ ભ્રમર પર ભોંકાયેલું હતું. જોકે, સયાજી હોસ્પિટલના તબીબોએ 3 કલાક સર્જરી કરીને યુવકનો જીવ બચાવી લીધો હતો. 

fallbacks

પ્રાપ્ત માહિતી અનુસાર, છોટાઉદેપુરના કવાંટ પાસેના ઉગલીયા કામના દિલીપભાઈ ધમાક પર તેમના પાડોશીએ હુમલો કર્યો હતો. પાડોશીએ તીર અને ધનુષથી હુમલો કરીને દિલીપભાઈના કપાળ પર બાણ ચલાવ્યુ હતું. અને સીધું તેમના કપાળમાં તીર ભોંક્યું હતું. ત્યારે ઘાયલ દિલીપભાઈને તીરની સાથે સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. 

તબીબોએ તપાસ કરતા જોયું કે, તીર દિલીપભાઈના આંખની ઉપર ભ્રમરમાં ઘૂસી ગયુ હતું. કપાળના ભાગે ખુંપી ગયેલા તીરે આંખને વિંધીને સીધી મગજમાં ઇજા પહોંચાડી હતી. જેથી ન્યુરોસર્જન અને ઓપ્થોમોલોજીસ્ટની ટીમ દ્વારા તેમનું ઓપરેશન કરાયું હતું. આ ઓપરેશન સફળ રહ્યું હતું. 

લગભગ ત્રણ કલાકની સર્જરી બાદ દિલીપભાઈનો જીવ બચાવી લેવાયો હતો. સયાજી હોસ્પિટલના ડો.પાર્થ મોદી, ડોક્ટર અંકિત શાહ, ડો. વિનય અને ડો. શ્રુતિબ જુનેજાએ સાથે મળીને ઓપરેશન પાર પાડ્યું હતું. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More